Get The App

દેશી, આયાતી ખાદ્યતેલોમાં આગેકૂચ : સૌરાષ્ટ્ર કોટન વોશ્ડ ઉંચકાયું

- એરંડા વાયદા ઉછળી રૂ.૫૭૦૦ને પાર

Updated: May 14th, 2024


Google NewsGoogle News
દેશી, આયાતી ખાદ્યતેલોમાં આગેકૂચ : સૌરાષ્ટ્ર કોટન વોશ્ડ ઉંચકાયું 1 - image


મુંબઈ : મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે  વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ ઉંચકાયા હતા. માગ વધતાં આયાતી પામતેલમાં ૩૦૦થી ૪૦૦ ટનના વેપાર થયા હતા. સૌરાષ્ટ્ર ખાતે કોટન વોશ્ડ વધી રૂ.૯૩૦થી ૯૪૦ રહ્યું હતું. મુંબઈ બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૧૫૫૦ તથા કપાસીયા તેલના રૂ.૯૭૫થી ૯૮૦ રહ્યા હતા.

આયાતી પામતેલના ભાવ વધી રૂ.૮૯૫થી ૮૯૭ જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૮૮૫ રહ્યા હતા. મુંબઈ સોયાતેલના ભાવ વધી ડિગમના રૂ.૮૮૫ તથા રિફાઈન્ડના રૂ.૯૨૫ રહ્યા હતા. મસ્ટર્ડ- સરસવ તેલના ભાવ વધી ડિગમના રૂ.૮૮૫ તથા રિફાઈન્ડના રૂ.૯૨૫ રહ્યા હતા. મસ્ટર્ડ- સરસવ તેલના ભાવ વદી રૂ.૧૦૩૫ તથા રિફાઈન્ડના રૂ.૧૦૬૫ રહ્યા હતા. એરંડા વાયદા બજારમાં આજે ભાવ કિવ.ના ઝડપી રૂ.૯૧ વધી રૂ.૫૭૦૦ કુદાવી ભાવ રૂ.૫૭૨૫ બોલાતા થયા હતા. અમેરિકા સોયાતેલના ભાવ આજે પ્રોજેકશનમાં ૪૧ પોઈન્ટ ઉંચા બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, સોયાબીનની આવકો આજે મધ્ય- પ્રદેશમાં ૫૫ હજાર ગુણી તથા મહારાષ્ટ્રમાં ૭૫ હજાર ગુણી આવી હતી. વિશ્વબજારમાં મલેશિયા ખાતે આજે પામતેલનો વાયદો ૪૭થી ૫૮ પોઈન્ટ વધ્યો હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ પાંચ ડોલર વધ્યા હતા. હઝીરા ખાતે સોયાતેલ રિફાઈન્ડના ભાવ ૧૬થી ૩૦ જૂનના રૂ.૯૧૭ રહ્યા હતા. મુંદ્રા- હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૯૦૦થી ૯૧૦ તથા સનફલાવરના રૂ.૯૨૫થી ૯૩૫ રહ્યા હતા. 

મુંબઈ હાજર બજારમાં આજે દિવેલના ભાવ રૂ.૧૧ વધી આવતાં એરંડાના હાજર ભાવ કિવ. દીઠ ઝડપી રૂ.૫૫ ઉંચકાયા હતા. મુંબઈ ખોળ બજારમાં ભાવ ટનદીઠ એરંડા ખોળના રૂ.૫૦ તથા સનફલાવરના ખોળના રૂ.૫૦૦ વધ્યા હતા જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂ.૨૦૦ નરમ બોલાઈ રહ્યા હતા. અન્ય ખોળો શાંત હતા.


oilseed

Google NewsGoogle News