અદાણીનો મીડિયામાં સત્તાવાર પ્રવેશ, NDTVમાં હિસ્સો ખરીદ્યો
અમદાવાદ,તા.23 ઓગષ્ટ 2022,મંગળવાર
ભારત અને એશિયાના સૌથી ધનાઢ્ય ગૌતમ અદાણી હવે મીડિયા ક્ષેત્રમાં ઝંપલાવવા જઈ રહ્યાં છે. અદાણી સમૂહે દેશના ટોચના ટીવી ચેનલ એનડીટીવીને ખરીદવા માટેની ઓફર કરી છે.
NDTVએ બીએસઈ ખાતેની ફાઈલિંગમાં જણાવ્યું કે અદાણી એન્ટરપ્રાઈસ અને એએમજી મીડિયા નેટવર્ક પરોક્ષ રીતે NDTVમાં ૨૯.૧૮%હિસ્સો ખરીદશે અને વધુ હિસ્સો ખરીદવા માટે રેગ્યુલેટરી નિયમ અનુસાર ઓપન ઓફર પણ કરશે.
અદાણી અને NDTVનો આ સોદો 492.81 કરોડમાં થશે જ્યારે 26% હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર રૂ. 294 ભાવે આવશે.
એનડીટીવીની પ્રમોટર ગ્રૂપ કંપની આરઆરપીઆર છે અને તે એનડીટીવીમાં 29.18% હિસ્સો ધરાવે છે. આમ લોન પેટે લીધેલ રકમના વોરન્ટ ખરીદીને એનડીટીવીમાં અદાણી આ 29.18% હિસ્સો ખરીદ્યો છે અને વધુ હિસ્સો ખરીદવા માટે વીસીપીએલ એએમજી મીડિયા નેટવર્ક લિમિટેડ અને અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ સાથે એનડીટીવીમાં 26% હિસ્સો હસ્તગત કરશે.
AMG મીડિયા નેટવર્ક લિમિટેડની સંપૂર્ણ માલિકીની વિશ્વપ્રધાન કોમર્શિઅલ આરઆરપીઆર હોલ્ડિંગ(RRPR)ના વોરંટ ધરાવે છે જેથી તે RRPRમાં 99.99% હિસ્સો રૂપાંતરિત કરવા માટે હકદાર છે. વિશ્વપ્રધાન કોમર્શિઅલ(VCPL)એ આરઆરપીઆરમાં 99.5% હિસ્સો હસ્તગત કરવા માટે વોરંટનો ઉપયોગ કર્યો છે.