Get The App

અદાણી ગ્રૂપ SEBIની શરણે, 4 કંપની સામેના ગંભીર આરોપો મામલે 'સેટલમેન્ટ' કરવાની માગ કરી

Updated: Dec 3rd, 2024


Google News
Google News
Adani Group


Adani Group Wants To Settle Case: અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓએ પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોના ઉલ્લંઘન સંબંધિત કેસ સેટલ કરવા સેબીના દ્વાર ખટખટાવ્યા છે. અદાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ સહિત ચાર લિસ્ટેડ કંપનીઓ વિરુદ્ધ ગેરરીતિ આચરી હોવાના આરોપો મૂકાયા હતા. હવે અદાણીની કંપનીઓએ આ આરોપોનો કેસ સેટલ કરવાની દરખાસ્ત રજૂ કરી છે.

અદાણી ગ્રૂપની સમસ્યાઓ દૂર થવાનું નામ લઈ રહી નથી. સેબીએ ગત સપ્ટેમ્બરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ અને ઇમર્જિંગ ઇન્ડિયા ફોકસ ફંડ્સને શો-કોઝ નોટિસ ફટકારી હતી. જેમાં સેટલમેન્ટની અરજી એ કાર્યવાહીના ભાગરૂપે થઈ હોવાનું જણાવ્યું છે. રેગ્યુલેટર ટૂંકસમયમાં આ કેસમાં પોતાનો નિર્ણય જાહેર કરશે. ઉલ્લેખનીય છે, કૉર્પોરેટને પાઠવવામાં આવતી શો-કોઝ નોટિસના જવાબમાં કંપની 60 દિવસની અંદર સેટલમેન્ટ માટે અરજી કરી શકે છે.

શું છે મામલો?

ઇમર્જિંગ ઇન્ડિયા ફોકસ ફંડ્સ એ મોરિશિયસ સ્થિત એફપીઆઈ છે. જેનું સંચાલન ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી કરી રહ્યા હોવાનો આરોપ મૂકાયો છે. ઈઆઇએફએફએ રૂ. 28 લાખમાં કેસની પતાવટ કરવાની રજૂઆત કરી છે. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસ વર્તમાન અને પૂર્વ ડિરેક્ટર વિનય પ્રકાશ અને અમીત દેસાઈએ રૂ. 3-3 લાખમાં સેટલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેઓ પર પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોવાનો આરોપ છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં CM કયા પક્ષના હશે થયું ફાઈનલ! રૂપાણીનું મોટું નિવેદન, જાણો ક્યારે બેઠક થશે

અન્ય 26 કંપનીઓને શો-કોઝ નોટિસ

માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી ગ્રૂપ ઉપરાંત અન્ય 26 કંપનીઓને આ પ્રકારના નિયમોના ઉલ્લંઘન બદલ શો-કોઝ નોટિસ પાઠવી છે. જેમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા પ્રણવ અદાણી, અને તેમના ભાઈઓ વિનોદ, રાજેશ અને વસંત અદાણી સામેલ છે.

અદાણી ગ્રૂપ પર આફતના વાદળો

અદાણી ગ્રૂપ પર છેલ્લા બે વર્ષથી આફતના વાદળો ફાટી નીકળ્યા છે. સૌ પ્રથમ હિન્ડનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપ પર શેર્સમાં ગેરરીતિ આચરી હોવાના આરોપો મૂકાયા હતા. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને યુએસ SEC દ્વારા અદાણી ગ્રીન પર લાંચ અને છેતરપિંડીના આરોપો મૂકાયા હતા. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ અદાણી ગ્રૂપ પર વિવિધ આરોપો મૂકી નિષ્પક્ષ તપાસની માગ કરી છે. 

અદાણી ગ્રૂપ SEBIની શરણે, 4 કંપની સામેના ગંભીર આરોપો મામલે 'સેટલમેન્ટ' કરવાની માગ કરી 2 - image

Tags :
Adani-GroupSEBIGautam-Adani

Google News
Google News