Get The App

રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઈન આગળ વધી, હવે ઘેર બેઠાં આ રીતે કરો અપડેટ

Updated: Jun 12th, 2024

GS TEAM


Google News
Google News
રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઈન આગળ વધી, હવે ઘેર બેઠાં આ રીતે કરો અપડેટ 1 - image


Aadhaar-Ration Card Linking: રેશન કાર્ડ ધારકો માટે રાહતભર્યા સમાચાર છે. સરકારે પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ (PDS) અંતર્ગત રેશન લેનાર લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની સમય મર્યાદા વધુ ત્રણ મહિના લંબાવી છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિત્તરણ વિભાગ દ્વારા જારી નોટિફિકેશન અનુસાર, હવે 30 સપ્ટેમ્બર, 2024 સુધી લાભાર્થી રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવી શકશે.

અગાઉ રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની સમય મર્યાદા 30 જૂન, 204 હતી. જેમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પણ સરકારે ઘણી વખત સમય મર્યાદા વધારી હતી. દેશમાં 99.8 ટકા રેશન કાર્ડ આધાર સાથે લિંક છે.

રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવુ ફરિજ્યાત

રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવુ અનિવાર્ય છે. સરકારે ફેબ્રુઆરી, 2017માં PDS અંતર્ગત લાભ આપવા રેશન કાર્ડને ફરિજ્યાતપણે આધાર કાર્ડ સાથે લિંક કરવા નિર્દેશ કર્યો હતો. જેણે આધાર લિંક કરાવ્યા નથી તેઓ સબસિડી હેઠળ મળતાં અનાજ, ગેસ સિલિન્ડર જેવી સરકારી યોજનાઓનો લાભ મેળવી શકાશે નહીં. અમુક રાજ્યોમાં રેશન કાર્ડ રદ પણ થઈ શકે છે.

આધાર કાર્ડ ન હોય તો શું કરવું

નિશ્ચિત સમય મર્યાદામાં રેશન કાર્ડને આધાર સાથે લિંક ન કરાવ્યું તો લાભો મળશે નહીં. જેથી  લિંક કરાવવા જરૂરી છે. જે લાભાર્થીઓ પાસે આધાર કાર્ડ નથી, તેઓ તુરંત નજીકના જનસંપર્ક સેવા કેન્દ્રમાં જઈ આધાર કાર્ડ કરાવી શકે છે. જો કે, મોટાભાગના PDS લાભાર્થીઓના રેશન કાર્ડ આધાર સાથે લિંક થઈ ચૂક્યા છે.

આ રીતે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવો

પોતાના રાજ્યના પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ (PDS)ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. દરેક રાજ્યમાં તેનું અલગ પોર્ટલ છે. જેથી તમારા રાજ્ય માટે ગુગલ સર્ચ કરો. રેશન કાર્ડને આધાર સાથે જોડવાનો વિકલ્પ પસંદ કરી તમે તમારો રેશન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નોંધાવી શકો છો. હવે સબમિટ બટન પર ક્લિક કરો. જેમાં એક ઓટીપી આવશે. જેનુ વેરિફિકેશન કરાવ્યા બાદ તમારા રેશન કાર્ડને આધાર સાથે જોડી શકશો. તમને એસએમએસ મારફત તેની માહિતી મળશે. જેના માટે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જોડાયેલુ હોવુ જોઈએ.

  રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઈન આગળ વધી, હવે ઘેર બેઠાં આ રીતે કરો અપડેટ 2 - image

Tags :