Get The App

ઈ-કોમર્સ આયાત-નિકાસને પ્રોત્સાહન આપવા ખાસ નીતિ જાહેર થશે

- કોરોનાના કાળમાં માલસામાનના ઓનલાઈન વેપારમાં થયેલો વધારો ચાલુ રહેવાની અપેક્ષા

Updated: Jan 30th, 2021


Google NewsGoogle News
ઈ-કોમર્સ  આયાત-નિકાસને પ્રોત્સાહન આપવા ખાસ નીતિ જાહેર થશે 1 - image

મુંબઈ, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર

દેશમાં ઝડપી ગતિએ વિકસી રહેલા ઈ-કોમર્સ સેગમેન્ટને ટેકો પૂરો પાડવા આગામી બજેટમાં ઈ-કોમર્સ ઈમ્પોર્ટસ તથા એકસપોર્ટસ માટે ખાસ નીતિની જાહેરાત થવાની શકયતા જોવાઈ રહી છે.  ઈ-કોમર્સ આયાત - નિકાસને બલ્ક ક્લિઅરન્સ પૂરું પાડવાની મંજુરી અપાય તેવી અપેક્ષા રખાઈ રહી છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ મારફત થતા માલસામાનની આયાત-નિકાસમાં દરેક પ્રોડકટસ માટે ક્લિઅરન્સ લેવાનું રહે છે. 

ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ મારફત પ્રોડકટસની આયાત-નિકાસનું વોલ્યુમ ઘણું જ મોટું રહે છે, આમ દરેકે દરેક પ્રોડકટસના ક્લિઅરન્સમાં ખર્ચ અને સમયનો વેડફાટ થાય છે. આ હકીકતને ધ્યાનમાં રાખી બલ્ક ક્લિઅરન્સ પૂરા પાડવાની પદ્ધતિ પૂરું પાડવા નાણાં મંત્રાલય વિચારી રહ્યું હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.

કોરોનાના કાળમાં દેશમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ મારફતના વેપારમાં અનેકગણો વધારો થયો છે. કોઈ કિસ્સામાં પ્રોડકટસના કરાત  રિટર્ન માટેની પ્રક્રિયા પણ સરળ બનાવાશે. 

નાણાં પ્રધાન નિર્મલા સીતારામન ૧લી ફેબુ્રઆરીના બજેટ રજુ કરનાર છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ મારફત વેચાતા માલસામાન ખાસ કરીને નિકાસ કરાતા માલસામાનને ગતિ આપવામાં  નવી નીતિથી મદદ મળી રહેશે. 

વિશ્વના અનેક દેશોમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર થતા આયાત-નિકાસ વેપારને બલ્ક ક્લિઅરન્સ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ભારતમાં આ સુવિધાથી દેશના ઈ-કોમર્સ વેપારને લાભ થઈ રહેશે એમ ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું.

કોરોનાના કાળમાં દેશમાં ઈ-કોમર્સ કંપનીઓના કામકાજમાં જોરદાર વધારો થયો છે આ વધારો કોરોના પછીના કાળમાં પણ ચાલુ રહેવાનો તથા ટકી રહેવાની અપેક્ષા રખાઈ રહી છે. 



Google NewsGoogle News