Get The App

જુલાઈ દરમિયાન વિદેશ મોકલવામાં આવેલા નાણાંમાં 39 ટકાનો નોંધપાત્ર ઘટાડો

- આરબીઆઈના માસિક બુલેટિન મુજબ, લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ ૨.૩૬ અબજ ડોલર વિદેશમાં મોકલવામાં આવ્યા

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
જુલાઈ દરમિયાન વિદેશ મોકલવામાં આવેલા નાણાંમાં 39 ટકાનો નોંધપાત્ર ઘટાડો 1 - image


મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ વ્યક્તિગત રહેવાસીઓને વિદેશમાં મોકલવામાં આવેલા રેમિટન્સમાં જુલાઈ ૨૦૨૩માં પાછલા મહિનાની સરખામણીમાં ૩૯.૩૬ ટકાનો ઘટાડો થયો છે.  નજીકના સંબંધીઓ દ્વારા ખર્ચ અને રોકાણ માટે મોકલવામાં આવતા નાણાંમાં તીવ્ર ઘટાડો થવાને કારણે આ સ્થિતિ ઉદભવી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જુલાઈ માટે જારી કરાયેલ માસિક બુલેટિન અનુસાર, આ મહિનામાં સ્કીમ હેઠળ વિદેશમાં મોકલવામાં આવેલા નાણાં ૨.૩૬ બિલિયન ડોલર હતા, જે જૂન ૨૦૨૩માં ૩.૮૯ બિલિયન ડોલર હતા.  જોકે, તે ખરૃ૨૨માં જુલાઈમાં મોકલવામાં આવેલા ૧.૯૮૨ બિલિયન ડોલર કરતાં ૧૯.૦૨ ટકા વધુ છે.

જુલાઈ મહિનામાં થાપણો ઘટીને ૫૦.૧૨ મિલિયન ડોલર થઈ હતી, જે જૂન ૨૦૨૩માં ૨૨૭.૩૨ મિલિયન ડોલર હતી.  એ જ રીતે, જુલાઇમાં ઇક્વિટી/ડેટમાં રોકાણ ઘટીને ૫૮.૦૬ મિલિયન ડોલર થયું હતું, જે જૂન ૨૦૨૩માં ૩૧૪.૭૩ મિલિયન ડોલર હતું.

આ ઉપરાંત, રિયલ એસ્ટેટની ખરીદી પણ જુલાઈમાં ઘટીને ૫૦.૬ મિલિયન ડોલર થઈ હતી, જે જૂનમાં ૩૧૪.૭૩ મિલિયન ડોલર હતી.  આ સમયગાળા દરમિયાન, નજીકના સંબંધીઓના ખર્ચ માટે મોકલવામાં આવેલ નાણાં ૮૯૦.૮૯ મિલિયન ડોલરથી ઘટીને ૨૮૨.૩ મિલિયન ડોલર રહ્યા હતા.

લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમમાં ઘટાડાનું એક કારણ અગાઉ એટલે કે જૂનમાં રેમિટન્સને મોકૂફ રાખવાનું છે. લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ  ટેક્સ સ્કીમમાં ફેરફારને કારણે લોકોએ કદાચ જૂનમાં આવું પગલું ભર્યું હશે.


Google NewsGoogle News