ઝવેરીબજારમાં તેજી : સોનામાં રૂ.700નો તથા ચાંદીમાં રૂ.1000નો ઝડપી ઉછાળો

- ક્રૂડતેલના ભાવ પણ ઉંચકાયા: રૂપિયા સામે ડોલરમાં ઘટાડો

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
ઝવેરીબજારમાં તેજી : સોનામાં રૂ.700નો તથા ચાંદીમાં રૂ.1000નો ઝડપી ઉછાળો 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં ઘટયા મથાળેથી પ્રત્યાઘાતી ઝડપી ભાવ ઉછાળો જોવા મળ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ તળીયેથી ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરીબજારોમાં આજે મંદી અટકી તેજીની ચાલ જોવા મળી હતી.

 વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ ઈઝરાયલ તથા પેલેસ્ટાઈન વચ્ચે ઘર્ષણ વધતાં વિશ્વબજારમાં સોના, ચાંદી તથા ક્રૂડતેલના ભાવ પર તેજીની અસર જોવા મળશે એવી શક્યતા સર્જાઈ છે. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૧૩થી ૧૮૧૪ વાળા વધી ૧૮૩૩થી ૧૮૩૪ ડોલર રહ્યા હતા જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૧.૦૩થી ૨૧.૦૪ વાળા વધી ૨૧.૬૦થી ૨૧.૬૧ ડોલર રહ્યા હતા.

દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ઝડપી રૂ.૭૦૦ ઉછળી ૯૯.૫૦ના ભાવ રૂ.૫૯૩૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૫૯૫૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ વધી રૂ.૭૦ હજાર પાર કરી રૂ.૭૦૫૦૦ બોલાયા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ પણ વધ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ બેરલદીઠ ૮૨.૪૨ વાળા વધી ૮૩.૨૮ થઈ ૮૨.૭૯ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૮૪.૩૬ વાળા વધી ૮૪.૯૫ થઈ ૮૪.૫૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ સપ્તાહના અંતે ૨.૧૦થી ૨.૧૫ ટકા ઉંચકાયા હતા.

વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૮૫૬થી ૮૫૭ વાળા વધી ૮૮૫ થઈ છેલ્લે ભાવ ૮૮૧થી ૮૮૨ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૪૭થી ૧૧૪૮ વાળા વધી ૧૧૭૩ થઈ ૧૧૬૨થી ૧૧૬૩ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૨૫ વાળા ઘટી રૂ.૮૩.૧૬ થઈ ૮૩.૧૭ બોલાઈ રહ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૬૩૧૩ વાળા વધી રૂ.૫૭૨૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૫૬૫૩૯ વાળા રૂ.૫૭૪૫૦ રહ્યા હતા જ્યારે૨ મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૭૦૯૫ વાળા રૂ.૬૯૩૦૦ બોલાતા થયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

bullion

Google NewsGoogle News