નિફટીમાં 22297નો વિક્રમ : રોકાણકારોની સંપતિ રૂ.393 લાખ કરોડની નવી ઊંચાઈએ

- બે-તરફી અફડાતફડીના અંતે સેન્સેક્સ ૧૫ પોઈન્ટ ઘટીને ૭૩૧૪૩

- FIIની કેશમાં રૂ.૧૨૭૬ કરોડની ચોખ્ખી ખરીદી

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
નિફટીમાં 22297નો વિક્રમ : રોકાણકારોની સંપતિ રૂ.393  લાખ કરોડની નવી ઊંચાઈએ 1 - image


મુંબઈ : વૈશ્વિક શેર બજારોમાં ગઈકાલે આઈટી જાયન્ટ ચીપ મેન્યુફેકચરર એનવીડિયા કોર્પના પ્રોત્સાહક પરિણામે અમેરિકી શેર બજારો પાછળ રેકોર્ડ તેજી જોવાયા બાદ આજે સપ્તાહના અંતે વૈશ્વિક બજારોમાં તેજીને વિરામ આપવામાં આવ્યો હતો. અમેરિકી શેર બજારોમાં તેજી છતાં આજે એશીયા-પેસેફિક બજારોમાં જાપાનના ટોક્યો શેર બજારમાં હોલી-ડે વચ્ચે આજે અન્ય બજારોમાં એકંદર સાંકડી વધઘટ સામે ભારતીય શેર બજારોમાં વિક્રમી તેજીનો દોર આરંભમાં આગળ વધ્યો હતો. નિફટી  ૫૦ સ્પોટ ઈન્ડેક્સ અવિરત ઐતિહાસિક તેજીની કૂચમાં ૨૨૨૯૭.૫૦ની ઊંચાઈનો નવો રેકોર્ડ સર્જાયા બાદ વેચવાલીએ ઉછાળો ઓસરી ગયો હતો. નિફટી ૨૨૨૯૭.૫૦ થી ૨૨૧૮૬.૧૦ની રેન્જમાં અથડાઈ અંતે ૪.૭૫ પોઈન્ટ ઘટીને ૨૨૨૧૨.૭૦ બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ ઐતિહાસિક ઊંચાઈ ૭૩૪૨૭.૫૯ નજીક ૭૩૪૧૩.૯૩ સુધી પહોંચી અંતે ૧૫.૪૪ પોઈન્ટ ઘટીને ૭૩૧૪૨.૮૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સની ૬૬૧ પોઈન્ટની છલાંગ

કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ ફરી આક્રમક ખરીદી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૬૧.૦૧ પોઈન્ટ ઉછળીને ૫૬૭૩૨.૧૧ બંધ રહ્યો હતો. હનીવેલો ઓટોમેશન રૂ.૭૨૪.૯૦ વધીને રૂ.૩૮,૨૫૦, હનીવેલ ઓટોમેશન રૂ.૪૦.૩૫ વધીને રૂ.૩૦૪૪.૮૫, રેલ વિકાસ રૂ.૩.૨૦ વધીને રૂ.૨૬૪.૭૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૨૫.૭૫ વધીને રૂ.૩૩૮૯.૮૦ રહ્યા હતા.

ફાઈનાન્શિયલ શેરોમાં આકર્ષણ

ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. પીટીસી ઈન્ડિયા રૂ.૨.૧૯ વધીને રૂ.૪૬.૧૬, જીઆઈસી હાઉસીંગ રૂ.૧૧.૩૫ વધીને રૂ.૨૪૬.૧૦, કેમ્સ રૂ.૧૧૩.૨૦ વધીને રૂ.૩૧૧૨.૫૦, કેર રેટિંગ્સ રૂ.૩૯.૭૦ વધીને રૂ.૧૧૮૯.૦૫, કલ્યાણી ઈન્વેસ્ટ રૂ.૧૩૫.૨૦ વધીને રૂ.૪૧૦૦ રહ્યા હતા.

ઓટો શેરોમાં મિશ્ર ટ્રેન્ડ જોવાયો 

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૭૦.૮૦ ઘટીને રૂ.૩૬૧૫.૨૫, સુંદરમ રૂ.૧૮.૩૦ ઘટીને રૂ.૧૦૯૧.૩૫, મારૂતી સુઝુકી રૂ.૧૩૬.૩૫ ઘટીને રૂ.૧૧,૫૩૯.૧૫, બજાજ ઓટો રૂ.૭૫.૨૫ ઘટીને રૂ.૮૪૩૦.૦૫ રહ્યા હતા. જ્યારે બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૩.૮૦ વધીને રૂ.૨૩૩૩.૫૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૩૭.૪૫ વધીને રૂ.૨૮૦૩.૫૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૧.૬૦ વધીને રૂ.૧૯૩૦.૨૦, ટાટા મોટર્સ રૂ.૫.૦૫ વધીને રૂ.૯૩૭.૧૫, એમઆરએફ રૂ.૬૨૬.૮૦ વધીને રૂ.૧,૫૦,૭૨૦.૮૦ રહ્યા હતા.

રોકાણકારોની સંપતિ રૂ.૮૭ હજાર કરોડ વધી

શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ ઉછાળે સાવચેતી સામે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં તેજી જળવાતાં શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૮૭ હજાર  કરોડ વધીને રૂ.૩૯૩.૦૫ લાખ કરોડની નવી વિક્રમી  ઊંચાઈએ પહોંચી ગયું હતું.

DIIનીની રૂ.૧૭૬.૬૮ કરોડના શેરોની ખરીદી 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશમાં રૂ.૧૨૭૬.૦૯  કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૫,૭૪૬.૬૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૪૭૦.૫૫કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે રૂ.૧૭૬.૬૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  થઈ હતી. કુલ રૂ.૮૫૫૬.૨૮કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૩૭૯.૬૦ કરોડની વેચવાલી થઈ હતી.

Sensex

Google NewsGoogle News