બજેટમાં પેઢીઓ માટે નવી દરખાસ્ત, હવે ભાગીદારોને ચૂકવાતી રકમ પર 10% TDS કરવો પડશે

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
Union Budget 2024 TDS
Image : envato

Union Budget 2024: નાણાં મંત્રી નિર્મલા સિતારમણે (Nirmala Sitharaman) TDSની જોગવાઈમાં ફેરફાર કરીને ટીડીએસના દર 5 ટકાથી ઘટાડીને બે ટકા અને કેટલાક કિસ્સાઓમાં એક ટકાથી ઘટાડીને 0.1 ટકા કરી દેવાનો નિર્ણય કર્યો છે. જૂની વ્યવસ્થા હેઠળ ભાગીદારી પેઢી દ્વારા ભાગીદારોને ચૂકવવામાં આવતા મહેનતાણા, વ્યાજ, કમિશન પર કોઈપણ જાતની કરકપાત-TDS કરવાની જોગવાઈ નહોતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) જતીન સી. શાહ (Jatin Shah)નું કહેવું છે કે નાણાં મંત્રી (Minister of Finance)એ ટીડીએસમાં સૂચવેલા સુધારાને પરિણામે ભાગીદારોને ચૂકવવામાં આવતી રકમ રૂ. 20000થી વધી જાય તો તેના પર 10 ટકાના દરે ટીડીએસ કરવો પડશે.

આ પણ વાંચો : GSTના કરદાતા આનંદો!! પહેલા 3 વર્ષનો માત્ર વેરો ભરવાથી વ્યાજ અને દંડ માંથી મુક્તિ

પગારદાર કર્મચારીએ વિદેશ ભણવા ગયેલા પુત્રને મોકલેલા નાણાં પર થયેલા ટીસીએસની રકમ તેમ જ મોટર કારની ખરીદી પર થયેલા ટીસીએસની રકમ પગારની રકમમાંથી ટીડીએસ કરતી વેળાએ ટીસીએસની રકમ મજરે લઈ ગણતરીમાં લેવામાં આવશે. આ વ્યવસ્થાને કારણે કરદાતાના હાથ પહેલાની તુલનાએ વધુ પગાર આવશે. તેથી તેના હાથમાં વધુ રોકડ રહેશે. પગારદાર કરદાતાઓને ટીડીએસની ગણતરીમાં ટીસીએસ કપાવવામાં આવ્યો હોય તે અગાઉ ગણતરીમાં લેવામાં આવતો નહોતો. હવે ટીસીએસની કપાત ગણતરીમાં લેવામાં આવશે.

1. કલમ 194ડી હેઠળ વીમાના કમિશન પર પહેલા 5 ટકા ટીડીએસ કરવામાં આવ્યો હતો તે હવે ઘટાડીને 2 ટકા કરી દેવામાં આવ્યો છે. પહેલી એપ્રિલ 2025થી નવા દર લાગુ પડશે.

2. કલમ 194 ડીએ હેઠળ જીવન વીમા પોલીસીના પેમેન્ટ પર 5 ટકા ટીડીએસ હતો તે ઘટાડીને પહેલી ઓક્ટોબર 2024થી અમલમાં આવે તે રીતે 2 ટકા કરી દેવામાં આવ્યો છે.

3. કલમ 194 જી હેઠળ લોટરી ટિકીટના વેચાણ પર મળતા કમિશનની રકમ પર 5 ટકા ટીડીએસ કરવામાં આવતો હતો તે પહેલી ઓક્ટોબર 2024થી ઘટાડીને 2 ટકા કરી દેવામાં આવ્યો છે.

4. કલમ 194 એચ હેઠળ કમિશન તથા દલાલી પર 5 ટકા ટીડીએસ કરવામાં આવતો હતો તે પહેલી ઓક્ટોબર 2024થી ઘટાડીને 2 ટકા કરી દેવામાં આવ્યો છે.

5. કલમ 194આઈબી હેઠળ ચોક્કસ વ્યક્તિ કે હિન્દુ અવિભક્ત પરિવાર દ્વારા ચૂકવવામાં આવતા ભાડાં પર 5 ટકા ટીડીએસ કરવાની જોગવાઈ હતી તે પહેલી ઓક્ટોબર 2024થી 2 ટકા કરી દેવામાં આવી છે.

6. કલમ 194એમ હેઠળ કોઈ વ્યક્તિ કે હિન્દુ અવિભક્ત પરિવાર દ્વારા દલાલી, પ્રોફેશનલ સર્વિસ, કે કોન્ટ્રાક્ટના પેમેન્ટ કરવામાં આવ્યા હોય અને તે રકમ રૂ. 50 લાખથી વધારે હોય તો તેના પર કરાતો ટીડીએસ પહેલી ઓક્ટોબર 2024થી ઘટાડીને 2 ટકા કરી દેવામાં આવ્યો છે.

7. 194ઓ હેઠળ ઈ-કોમર્સ ઓપરેટર દ્વારા અન્ય કોઈ ઈ-કોમર્સ સાથે સંકળાયેલી વ્યક્તિને પેમેન્ટ કરવામાં આવતી રકમ પર એક ટકા ટીડીએસ કરવાની જોગવાઈ હતી તે ઘટાડીને ૦.૧ ટકા (10 પૈસા) કરી દેવામાં આવી છે. આ જોગવાઈ પહેલી ઓક્ટોબર 2024થી લાગુ પડશે.

આ પણ વાંચો : રહેઠાણ ભાડાની આવકને બિઝનેસ ઈનકમ તરીકે નહીં બતાવી શકાય, બજેટમાં મોટી જોગવાઈ

બજેટમાં પેઢીઓ માટે નવી દરખાસ્ત, હવે ભાગીદારોને ચૂકવાતી રકમ પર 10% TDS કરવો પડશે 2 - image


Google NewsGoogle News