Get The App

અમેરિકામાં 188 કંપનીઓ નાદાર થઇ, 15 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, મોંઘવારી-મંદીનો ડર ઘેરાયો

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકામાં 188 કંપનીઓ નાદાર થઇ, 15 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, મોંઘવારી-મંદીનો ડર ઘેરાયો 1 - image


US Company news : અમેરિકામાં નાદારીમાં જતી કંપનીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. 2025ના પ્રથમ ક્વાર્ટરમાં અમેરિકામાં 188 મોટી કંપનીઓ નાદાર થઈ ગઈ છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 49% વધુ છે. 2010 પછી એક જ ત્રિમાસિક ગાળામાં નાદારી પામેલ કંપનીઓની આ સૌથી મોટી સંખ્યા છે. 

2020ની કોરોના મહામારી દરમિયાન પણ આ સંખ્યા 150ને પાર કરી શકી નથી. આ રીતે મોટી અમેરિકન કંપનીઓના નાદારીનો 15 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ગયા વર્ષે દેશમાં કુલ 694 મોટી કંપનીઓ નાદાર થઈ ગઈ હતી.

2025ના પ્રથમ ક્વાર્ટરમાં અમેરિકામાં ઔદ્યોગિક ક્ષેત્રની 32 કંપનીઓ નાદાર થઈ ગઈ. એ જ રીતે કન્ઝયુમર સેક્ટરની 24 કંપનીઓ અને હેલ્થકેર સેક્ટરની 13 કંપનીઓએ પોતાને નાદાર જાહેર કર્યા છે. એવું માનવામાં આવે છે કે વિદેશી વસ્તુઓ પર ટેરિફ લાદવાથી દેશમાં મોંઘવારી વધી શકે છે અને દેશ મંદીમાં સપડાઈ શકે છે. 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 245 ટકા ટેરિફ લાદી છે. આ કારણોસર, ઘણી અમેરિકન કંપનીઓ ચીનમાંથી પોતાનો બિઝનેસ સમેટી લેવાની તૈયારી કરી રહી છે. જો તેઓ અમેરિકામાં માલનું ઉત્પાદન કરે છે તો તેમના માટે આ બહુ મોંઘો સોદો હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે આગામી દિવસોમાં ઘણી વધુ કંપનીઓ નાદાર થવાની શક્યતા છે.

2010 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 254 કંપનીઓ નાદાર થઈ હતી જ્યારે ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નાદાર થનારી કંપનીઓની સંખ્યા 139 હતી. નિષ્ણાતો કહે છે કે નબળી બેલેન્સશીટ ધરાવતી કંપનીઓ મુશ્કેલીનો સામનો કરી રહી છે. તેમનું દેવું પરિપક્વ થઈ રહ્યું છે અને ઊંચા વ્યાજ દરોને કારણે તે તેને પુન:ધિરાણ કરવામાં સક્ષમ નથી. 

હવે ટેરિફ વોરના કારણે તેમની સ્થિતિ વધુ ખરાબ થવાની છે. વધતી જતી મોંઘવારીને કારણે લોકો પૈસા ખર્ચવાનું ટાળશે જેના કારણે માંગમાં ઘટાડો થશે. જેનાથી મંદીને વેગ મળશે.


Tags :