Get The App

10માંથી 9 ઈરાની મિસાઈલ ફેલ? ઈઝરાયલ તેના આ 6 મહાઅસ્ત્રોથી શત્રુઓને બનાવે છે નિષ્ફળ

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
10માંથી 9 ઈરાની મિસાઈલ ફેલ? ઈઝરાયલ તેના આ 6 મહાઅસ્ત્રોથી શત્રુઓને બનાવે છે નિષ્ફળ 1 - image


Iran Israel War: ઈરાને હાલમાં જ ઈઝરાયલ પર અનેક મિસાઈલો વડે હુમલો કરતાં વિશ્વ ભયભીત બન્યું છે. જો કે, ઈરાનની દર 10માંથી નવ મિસાઈલ હુમલો કરવામાં નિષ્ફળ ગઈ છે. જેની પાછળનું કારણ ઈઝરાયલની મજબૂત ડિફેન્સ સિસ્ટમ છે. ઈઝરાયલ તેની ઉચ્ચ કક્ષાની ટેક્નો સેવી ડિફેન્સ સિસ્ટમની મદદથી દુશ્મનની 100 મિસાઈલોમાંથી 90 તો આકાશમાં જ ખતમ કરી શકે છે. તેની પાસે અનેક લેયર ધરાવતી એર ડિફેન્સ સિસ્ટમ છે.

ઈઝરાયલ પાસે છ મહાઅસ્ત્ર

ઈઝરાયલ પાસે છ મહાઅસ્ત્ર છે. જેનો ઉપયોગ જે વિવિધ પ્રકારના ટાર્ગેટ અને રેન્જ માટે કરે છે. જેથી ઈઝરાયલને વધુ પડતું નુકસાન પહોંચાડવુ મુશ્કેલ છે. આ છ ડિફેન્સ સિસ્ટમની મદદથી તે દુશ્મનોના હુમલા સામે સુરક્ષા કવચ મેળવે છે. જેમાં તેની સૌથી યુનિક એર ડિફેન્સ સિસ્ટમ ગાઝા પટ્ટી પર તૈનાત છે. જેનું નામ લેઝર એર ડિફેન્સ સિસ્ટમ છે.

લેઝર એર ડિફેન્સ

આ અત્યંત જોખમી બલૂન, પતંગો, નાના ડ્રોન, રોકેટ, મોર્ટાર, અને તોપ ગોળાઓના હુમલાઓ સામે રક્ષણ પુરૂ પાડે છે. તેને હવામાં જ નષ્ટ કરવાની તાકાત ધરાવે છે. જેને ચાર વર્ષ પહેલાં ઈઝરાયલે તૈનાત કરી હતી.

આ પણ વાંચોઃ મિડલ ઈસ્ટમાં ભડકેલી આગ નરકના દ્વાર ખોલશે...' ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અંગે UN પ્રમુખનું મોટું નિવેદન

આયર્ન બીમ લેઝર પોઈન્ટ ડિફેન્સ સિસ્ટમ

ગતવર્ષે પ્રથમ વખત ઈઝરાયલે Iron Beam Laser Point Defence Systemને એક્ટિવેટ કરી હતી. આ સિસ્ટમ દૂરથી જ ડ્રોન, રોકેટ્સ, મિસાઈલ, મોર્ટારને નિશાન બનાવે છે. આ હથિયાર સમગ્ર દેશમાં તૈનાત કરવામાં આવ્યું છે. મહત્તમ ક્ષમતા 10 કિમી છે. આયરન બીમમાંથી લેઝર વડે દુશ્મન પર હુમલો કરી શકાય છે. જેની એક મિસાઈલની કિંમત રૂ. 8 લાખ છે.

આયર્ન ડોમ

ઈઝરાયલે બનાવેલી દુનિયાની સૌથી સટીક અને કારગર એર ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમ છે. 2011માં ઈઝરાયલે આયર્ન ડોમ તૈનાત કરી હતી. ત્યારથી તે હવાઈ રક્ષા પ્રણાલી ઈઝરાયલના લોકોને દુશ્મનોના હુમલાથી 90 ટકા બચાવે છે. જેની રેજ 250 વર્ગ કિમી છે.

ડેવિડ સ્લિંગ

ઈઝરાયલની બીજી તાકાતવર અને મધ્યમથી લાંબા અંતરની એર ડિફેન્સ સિસ્ટમ છે ડેવિડ સ્લિંગ. જેને મેજિક વોન્ડ તરીકે પણ ઓળખાય છે. જે જમીન પરથી હવામાં હુમલો કરનારી એન્ટી બેલિસ્ટિક મિસાઈલ ઈન્ટરસેપ્ટર છે. જેને ઈઝરાયલ અને અમેરિકાએ સાથે મળીને બનાવી છે. જેનો ઉપયોગ ડ્રોન, ટેક્ટિકલ બેલિસ્ટિક મિસાઈલ, રોકેટ્સ અને ક્રૂઝ મિસાઈલોને નષ્ટ કરવા થાય છે.40થી 300 કિમીના અંતરે હથિયારોને નષ્ટ કરી શકે છે. 

10માંથી 9 ઈરાની મિસાઈલ ફેલ? ઈઝરાયલ તેના આ 6 મહાઅસ્ત્રોથી શત્રુઓને બનાવે છે નિષ્ફળ 2 - image


Google NewsGoogle News