Get The App

આઠમા પગાર પંચમાં પગાર 186 ટકા નહીં વધે, આ રીતે પૂર્વ નાણાં સચિવે ગણતરી સમજાવી

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
8th Pay Commission


8th Pay Commission: કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપતાં જ સરકારી કર્મચારીઓમાં રાહતની રેલી જોવા મળી છે. આગામી વર્ષ 1 જાન્યુઆરી, 2026થી કેન્દ્રીય કર્મચારીઓને આઠમા પગાર પંચ હેઠળ પગારમાં 136થી 180 ટકાનો વધારો થવાના અંદાજ નિષ્ણાતોએ આપ્યો હતો. પરંતુ પૂર્વ નાણા સચિવે પગાર બમણો થવાનો અંદાજ આપ્યો છે.

પગાર લગભગ બમણો થશે

પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ અનુસાર, આઠમા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરનો નિર્ણય 1 જાન્યુઆરી, 2026ના રોજ લાગૂ મોંઘવારી ભથ્થા અને બેઝિક પગારના આધારે થશે. ફિટમેન્ટ ફેક્ટરના આધારે બેઝિક પગાર બમણો રૂ. 34560થી 37440 પ્રતિ માસ થઈ શકે છે. જે હાલ રૂ. 18000 છે.

અગાઉ શિવ ગોપાલ મિશ્રાએ સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું. જે આઠમા પગાર પંચમાં વધી 2.86 થઈ શકે છે. જે હેઠળ બેઝિક પગાર 186 ટકા વધવાનો અંદાજ હતો. જો કે, ગર્ગે જણાવ્યું હતું કે, ફિટમેન્ટ ફેક્ટરમાં વધારા મુદ્દે અંતિમ નિર્ણય નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટન્ટેટિવ મશીનરી (એનસી-જેસીએમ)નો રહેશે.

આ પણ વાંચોઃ પ્રજાને બજેટમાં કોઈ ખાસ સુધારાની અપેક્ષા નહીં, મોંઘવારીમાં ગુજરાન ચલાવવો સૌથી મોટો પડકારઃ સર્વે

મોંઘવારી ભથ્થું

1 જુલાઈ, 2024 સુધી મોંઘવારી ભથ્થુ 53 ટકા હતું. જે 2025માં બે વખત 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ વધશે. જેમાં સાત ટકા સુધીનો વધારો થઈ શકે છે. 31 ડિસેમ્બર, 2025ના અંત સુધીમાં મોંઘવારી ભથ્થુ વધી 60 ટકા થશે. સાતમું પગાર પંચ 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થશે અને ત્યારબાદ 1 જાન્યુઆરી, 2026થી આઠમું પગાર પંચ લાગુ થશે. ઉલ્લેખનીય છે, દર 10 વર્ષે પગાર પંચમાં ફેરફાર કરવામાં આવે છે. 


આઠમા પગાર પંચમાં પગાર 186 ટકા નહીં  વધે, આ રીતે પૂર્વ નાણાં સચિવે ગણતરી સમજાવી 2 - image


Google NewsGoogle News