આઠમું પગાર પંચ, DA, જૂની પેન્શન...: બજેટ પહેલા સરકારી કર્મચારીઓએ કરી આઠ માંગ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
nirmala Sitharaman

Image: IANS


Budget 2024-25 recommendation for Govt Employees: નાણા મંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જેમાં વિવિધ ક્ષેત્રો તરફથી મળેલી ભલામણોના આધારે બજેટ રજૂ થવાની શક્યતાઓ છે. આ બજેટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓએ આઠમું પગાર પંચ લાગુ કરવા અને કોવિડ-19 મહામારી દરમિયાન અટવાઈ પડેલા 18 માસનું બાકી મોંઘવારી ભથ્થુ જમા કરવા માગ સહિત વિવિધ માગ કરાઈ છે. 

કન્ફડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોયી એન્ડ વર્કર્સ દ્વારા 6 જુલાઈના રોજ કેબિનેટ સચિવ સમક્ષ પત્ર લખી વિવિધ માગ દર્શાવાઈ છે. જેનો અમલ બજેટ 2024-25માં લાગૂ કરવા અપીલ કરી છે.

સરકારી કર્મચારીઓને બજેટ પાસે આ અપેક્ષા

1. આઠમા પગાર પંચનો તાત્કાલિક ધોરણે અમલ

2. ન્યૂ પેન્શન સ્કીમને દૂર કરી તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ લાગૂ કરો

3. કોવિડ મહામારી દરમિયાન જાહેર ન કરવામાં આવેલુ મોંઘવારી ભથ્થુ ખાતામાં જમા કરવા માગ તેમજ 15 વર્ષના બદલે 12 વર્ષ બાદ પેન્શનના કોમ્યુટેડ ભાગને પુનઃસ્થાપિત કરવો

4. કમ્પેનસેટ નિમણૂકો પર લાગુ 5 ટકાની ટોચ મર્યાદા દૂર કરો, તમામ વોર્ડમાં મૃત કર્મચારીના આશ્રિતોની કમ્પેનસેટ નિમણૂક કરો

5. તમામ વિભાગોમાં તમામ કેડરની તમામ ખાલી જગ્યાઓ ભરો, સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટરાઇઝેશન બંધ કરો.

6. એસોસિએશન્સ/ફેડરેશનને માન્યતા આપો જે પેન્ડિંગ છે, પોસ્ટલ ગ્રુપ C યુનિયન, NFPE, ISROSAના ડિ-રેકગ્નિશન ઓર્ડર પાછા ખેંચો.

7. સર્વિસ એસોસિએશન/ ફેડરેશન પર નિયમ 15 1(c) લાદવાનું બંધ કરો

8. કેઝ્યુઅલ, કરાર આધારિત શ્રમિકો અને GDS કર્મચારીઓને નિયમિત કરો, સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને CG કર્મચારીઓની સમાન દરજ્જો આપો. આ માંગણીઓ માટે, સંઘ 19 જુલાઈના રોજ લંચ અવર્સ દરમિયાન પ્રદર્શન પણ કરશે.

કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરી એસ બી યાદવે જણાવ્યું હતું કે, "અમે જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચનો અમલ કરવા માંગીએ છીએ. આ માટે, આયોગની રચના તાત્કાલિક કરવી પડશે. 7માં પગારપંચ હેઠળ મોંઘવારી ભથ્થુ વધારવા અંગે પૂછવામાં આવ્યું કે શું સરકાર મૂળભૂત પગારની ટકાવારી તરીકે DA ની 50 ટકા થ્રેશોલ્ડ હોવા છતાં DAમાં વધુ વધારો કરી શકે છે, તો શ્રમ બાબતોના નિષ્ણાતે કહ્યું, “હા, સરકાર DAમાં 50 ટકાથી વધુ વધારો પણ કરી શકે છે. ચોથા પગારપંચમાં ડીએ 170 ટકા સુધી પહોંચી ગયું હતું. જો કે, સરકારે વચગાળાની રાહત પણ આપી હતી."

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, આ મહિને લાગુ થઈ શકે છે આઠમું પગાર પંચ, જાણો શું લાભ મળશે?


Google NewsGoogle News