પાકિસ્તાનમાં વાહનોના વેચાણમાં 84 ટકાનો ઘટાડો, ભારતમાં ત્રણ લાખથી વધુ યુનિટ્સનું વેચાણ
- એપ્રિલ 2023માં પાકિસ્તાનમાં માત્ર 2,844 યુનિટ્સનું થયેલું વેચાણ
નવી દિલ્હી : પાકિસ્તાન ઓટોમોટિવ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના અહેવાલ મુજબ દેશમાં વાહનોના વેચાણમાં ૮૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ ૨૦૨૩માં દેશમાં માત્ર ૨,૮૪૪ યુનિટ્સનું વેચાણ થયું હતું, જ્યારે ૨૦૨૨ના એપ્રિલમાં ૧૮,૬૨૬ યુનિટ્સ વેચાયા હતા.
પાકિસ્તાનમાં મોંઘવારી, વ્યાજદરમાં વધારો, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને વાહનોના ભાવમાં વધારો જેવા વિવિધ પરિબળોને કારણે માંગમાં ઘટાડો થયો છે. આ પરિબળોના કારણે ગ્રાહક ખરીદ શક્તિને અસર કરી છે અને માંગને અંકુશમાં લીધી છે.
૧૦૦૦બબ જેવા એન્ટ્રી-લેવલ કાર સેગમેન્ટને ઘટાડાનો સૌથી વધુ ફટકો પડયો છે. પાકિસ્તાન ઓટોમોટિવ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ડેટા મુજબ, એપ્રિલમાં આ સેગમેન્ટમાં માત્ર ૨૭૬ યુનિટ્સ વેચાયા હતા.
૧૩૦૦ સીસીથી ઉપરના સેગમેન્ટ, જે મધ્યમ વર્ગ અથવા ઉચ્ચ વર્ગ દ્વારા ખરીદવામાં આવે છે, એપ્રિલમાં ૧,૫૮૫ એકમોનું વેચાણ થયું હતું. ગયા મહિને આ જ સેગમેન્ટમાં ૯,૧૮૯ યુનિટ વેચાયા હતા.
એક તરફ પાકિસ્તાનમાં વાહનોના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે જ સમયે, ભારતમાં વાહનોના વેચાણમાં રેકોર્ડ તેજી જોવા મળી રહી છે. ભારતમાં એપ્રિલ મહિનામાં ૩.૩૧ લાખ વાહનોનું વેચાણ થયું હતું. એપ્રિલ મહિનામાં પેસેન્જર વાહનોના વેચાણમાં પણ વધારો થયો છે. તે ગયા વર્ષે ૧,૨૧,૯૯૫ એકમોથી વધીને ૧,૩૭,૩૨૦ એકમો થયા છે.