Get The App

ભારતીય રૂપિયો આ દેશોની કરન્સી સામે 500 ગણો મજબૂત, જ્યાં ફરવાનો ખર્ચ બજેટ નહીં ખોરવે

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
India Rupee


Indian Rupee Strong In These Countries: ભારતીય અર્થવ્યવસ્થા મજબૂતપણે ગ્રોથ કરી રહી છે. પરંતુ ડોલર ઈન્ડેક્સમાં તેજીના કારણે રૂપિયો રેકોર્ડ તળિયે ટ્રેડ થઈ રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો બે પૈસા તૂટી 84.40 પર ટ્રેડ થઈ રહ્યો છે. આગામી થોડા દિવસોમાં રૂપિયો ડોલર સામે વધુ 9થી 10 ટકા તૂટી શકે તેવો અંદાજ એસબીઆઈ રિપોર્ટમાં અપાયો છે.

આજે અમે તમને એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છે. જ્યાં રૂપિયો મજબૂત છે. જો તમે વિદેશ પ્રવાસ કરવા માગતા હોવ અને કરન્સીમાં ઉથલ-પાથલના લીધે બજેટથી પરેશાન છો. તો અમે તમને અમુક દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, ત્યાં રૂપિયાની કિંમત સ્થાનિક કરન્સી સામે 500 સુધી છે.

વિયેતનામ

આ દેશમાં 1 રૂપિયાની કિંમત 299.53 વિયેતનામી ડોંગ છે. વિયેતનામ દક્ષિણપૂર્વ એશિયાનો  સમૃદ્ધ શહેરો અને ઉત્તમ સંસ્કૃતિ માટે જાણીતો દેશ છે. વિયેતનામ ડોંગ ભારતીય ચલણની તુલનામાં ખૂબ નબળો હોવાથી ત્યાં મુસાફરી કરવી અને રહેવા-ખાવાનો ખર્ચ સસ્તો રહેશે.

લાઓસ

આ યાદીમાં બીજું નામ દક્ષિણપૂર્વ એશિયાના લાઓસ દેશનું છે, જે તેના શાંત માહોલ અને પર્વતો માટે પ્રખ્યાત છે. આ દેશમાં સુંદર બૌદ્ધ મંદિરો પણ છે, જે દેશની સુંદરતામાં વધારો કરે છે. આ દેશનું ચલણ લાઓટીયન કીપ છે. ભારતના એક રૂપિયા બરાબર 261.52 લાઓટિયન કિપ થાય છે. જો તમે દેશમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા બજેટ પર વધુ અસર નહીં થાય.

આ પણ વાંચોઃ પેન્શનધારકો આ તારીખ સુધીમાં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી દેજો, નહીં તો પેન્શનનો લાભ મળતો બંધ થશે

શ્રીલંકા

આ દેશ ભારતના દક્ષિણમાં સ્થિત છે અને ભારત સાથે અનોખું ધાર્મિક જોડાણ ધરાવે છે. ચલણની વાત કરીએ તો એક ભારતીય રૂપિયો 3.49 શ્રીલંકાના રૂપિયા બરાબર છે. આ દેશ નૈસર્ગિક દરિયાકિનારા, ચાના બગીચા અને હેરિટેજ ઈમારતો માટે જાણીતો છે, જે તેને ખાસ બનાવે છે. જો તમે અહીં મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમે રાષ્ટ્રીય ઉદ્યાન અને શાંત દરિયાકિનારાની મુલાકાત લઈ શકો છો.

દક્ષિણ કોરિયા

દક્ષિણ કોરિયા, જેનું ચલણ ભારતીય ચલણ કરતાં નબળું છે. આ દેશ તેના કે-પૉપ અને કે-ડ્રામા માટે ખૂબ જ પ્રખ્યાત છે. જો તમે અહીં જવા માંગતા હોવ તો તમારા બજેટ પર વધારે અસર નહીં થાય. 1 ભારતીય રૂપિયો 16 દક્ષિણ કોરિયન વોન બરાબર છે. આ દેશ તેની સમૃદ્ધ ટેક્નોલોજી અને સંસ્કૃતિને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સિઓલની શેરીઓમાં તમે દેશની આધુનિક સંસ્કૃતિનો અનુભવ કરી શકો છો.

હંગેરી

એક રૂપિયા સામે હંગેરિયન ફોરિન્ટ 4.49 છે. મધ્ય યુરોપમાં આવેલો દેશ હંગેરી તેના આર્કિટેક્ચર અને થર્મલ બાથ માટે જાણીતો છે. અહીંનું ભોજન અદ્ભુત છે અને પ્રવાસીઓને તે ખૂબ ગમે છે. આ દેશની રાજધાની, બુડાપેસ્ટ, તેની નાઇટલાઇફ અને સુંદર ડેન્યુબ નદી માટે પ્રખ્યાત છે.

કંબોડિયા

કંબોડિયા તેના પ્રાચીન મંદિરો માટે જાણીતું છે. તેનું ચલણ ભારતીય ચલણ કરતાં નબળું છે, તેથી તે ફરવા માટે સારો વિકલ્પ છે. ભારતનો એક રૂપિયો 48.37 કંબોડિયન રીલ બરાબર છે.

ઈન્ડોનેશિયા

ઇન્ડોનેશિયા એક ભવ્ય દ્વીપસમૂહ છે, જે 17 હજારથી વધુ ટાપુઓનો સમૂહ છે. બાલી વિશે લગભગ દરેક જાણે છે અને લોકો અહીં ફરવાનું પસંદ કરે છે. આ ટાપુ તેની સુંદર સંસ્કૃતિ, ભવ્ય જંગલો અને દરિયાઈ જીવન માટે પ્રખ્યાત છે. એક ભારતીય રૂપિયાની કિંમત 185.44 ઈન્ડોનેશિયન રૂપિયા જેટલી છે.

આ પણ વાંચોઃ 1.77 કરોડ સીમ કાર્ડ બંધ, 15 લાખ મોબાઈલ ફોન કરાયા ટ્રેસ: ટેલિકોમ વિભાગની ડિજિટલ સ્ટ્રાઈક!

ઈરાન

ઈરાન તેના પર્શિયન ઈતિહાસ અને સાંસ્કૃતિક મૂલ્યોને કારણે સમાચારોમાં રહે છે. આ દેશના ભવ્ય સ્થાપત્ય અને ઐતિહાસિક સ્થળો તમને આકર્ષિત કરશે. ભારતીય રૂપિયાની સરખામણીએ આ દેશનું ચલણ 498.83 ઈરાની રિયાલ છે. જો તમે અહીં આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા બજેટ પર વધારે અસર નહીં થાય.

ભારતીય રૂપિયો આ દેશોની કરન્સી સામે 500 ગણો મજબૂત, જ્યાં ફરવાનો ખર્ચ બજેટ નહીં ખોરવે 2 - image


Google NewsGoogle News