આનેદો! આગામી મહિનાથી કેન્દ્રીય કર્મચારીઓને DA-TA-CA, એરિયર અને પ્રમોશનની આશા
તમામ કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) નાં કુલ ત્રણ હપ્તાની પણ ચૂકવણી થશે
નવી દિલ્હી, 10 જુન 2021 ગુરૂવાર
કેન્દ્રીય કર્મચારીઓ માટે આગામી 6 મહિના શાનદાર બની રહેશે. કર્મચારીઓની એપ્રેઝલ વિંડો જૂનનાં અંત સુધી ખુલ્લી છે, જેમાં તેમને સેલ્ફ એસેસમેન્ટ ભરવાનું છે. આ ઉપરાંત જુલાઇથી મોંઘવારી ભથ્થાનો હપ્તો (Dearness allowance) પણ મળવાનું શરૂ થઇ જશે. તમામ કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) નાં કુલ ત્રણ હપ્તાની ચૂકવણી થશે.
આમાં 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 નાં વધારોનો પણ સમાવેશ થશે. જુના ભથ્થાને સુધારીને 1 જુલાઈ 2021 થી નવું ભથ્થું લાગુ કરવામાં આવવાનું છે. DA ઉપરાંત ટ્રાવેલ એલાઉન્સ અને સિટી એલાઉન્સમાં પણ વધારો કરી શકાય છે. આ સિવાય બીજી પણ ઘણી અપેક્ષાઓ છે. એક વાક્યમાં, સમજો કે જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓનાં પગારમાં બમ્પર વધારો થવાનો છે.
DA કેટલા ટકા વધી શકે છે?
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 4 ટકાનો વધારો થવાની ધારણા છે. ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં 17 ટકાના દરે ડિયરનેસ એલાઉન્સ (DA વધારો) મળે છે. DAનો આ જ દર જુલાઈ 2019 થી લાગુ થશે અને તેમાં જાન્યુઆરી 2020 થી ફેરફાર થવાનો બાકી છે. એટલે કે, જાન્યુઆરી 2020, જૂન 2020 અને જાન્યુઆરી 2021 ના ત્રણ હપ્તાની ચુકવણી બાકી છે. એટલે કે, ઉપરાંત 2021 માટેનું DA પણ વધવાનું છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે જૂન 2021 માં પણ DAમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. જોકે તેની જાહેરાત પછી કરવામાં આવશે.
શું PF અને ગ્રેચ્યુઇટી પર પણ અસર થશે?
જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ડિયરનેસ એલાઉન્સ (DA) ઉપરાંત ટ્રાવેલ એલાઉન્સ અને સિટી એલાઉન્સસમાં પણ વધારો કરી શકાય છે. જ્યારે, નિવૃત્તિ માટે પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટીમાં વધારાની અપેક્ષા છે. જો આવું થાય છે, તો તે તેમના માટે ડબલ ખુશીથી ઓછું કંઈ નહીં હોય. જો કે કર્મચારીઓની માંગ છે, તેઓને છેલ્લા 18 મહિના એટલે કે ત્રણ હપ્તાનાં બાકીનાં એરિયરની પણ ચુકવણી થવી જોઈએ.
જો એરિયર પર સંમતી સધાશે તો બમ્પર ફાયદો થશે
કેન્દ્રીય કર્મચારીઓની માંગ છે કે તેમને જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીમાં એરિયર (DA Arrear) ની પણ ચુકવણી કરવામાં આવે, પરંતુ, ઘણા મીડિયા રિપોર્ટમાં, સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર હાલમાં આ મૂડમાં નથી. કારણ એ છે કે કોરોનાને કારણે સરકારી તિજોરી પરનો બોજો ઘણો વધી ગયો છે. જો કે, આ મુદ્દે નાણાં મંત્રાલય અને કર્મચારી સંઘની એક બેઠક યોજાવાની છે, જેમાં આ સંદર્ભમાં હા અથવા ના નિર્ણય લેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બઢતી મળશે તો પગારમાં પણ વધારો થશે
કેન્દ્રીય કર્મચારીઓ માટે આગામી 6 મહિના ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે તેમને બઢતી (Promotion) મળે તેવી સંભાવના છે. સેલ્ફ એસેસમેન્ટ જૂન સુધીમાં ભરવાનું છે. આ પછી ઓફિસર રિવ્યુ થાય છે અને પછી ફાઇલ આગળ વધે છે. જે કર્મચારીઓને બઢતી મળે છે, તેમનો પગાર (Employees Salary Hike) પણ વધશે. સેલ્ફ એસેસમેન્ટનું મૂલ્યાંકન ડિસેમ્બર સુધીમાં પુરૂ થઇ જશે. કર્મચારીઓને બઢતી અને તેમના પગારમાં વધારો 7 માં પગાર પંચ (7th Pay Commission) ની ભલામણો અનુસાર થશે.