7th Pay Commission: કેન્દ્રીય કર્મીઓને મળતાં છ ભથ્થામાં મોટા ફેરફારની શક્યતા, જુલાઈમાં અપડેટની શક્યતા
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50 ટકા સુધીનો વધારો કર્યા બાદ અન્ય છ ભથ્થામાં પણ મોટા ફેરફારની શક્યતાઓ દર્શાવતો ઓફિસ મેમોરન્ડમ રજૂ કર્યા છે, જે જુલાઈ-24થી લાગૂ થશે. કેન્દ્ર સરકારે બાળ શિક્ષણ ભથ્થું, જોખમ ભથ્થું, નાઈટ ડ્યુટી ભથ્થું, ઓવર ટાઈમ ભથ્થું, સંસદ સહાયકોને મળતુ વિશેષ ભથ્થું તેમજ દિવ્યાંગ મહિલનાઓના બાળકોની સારસંભાળ માટે મળતું વિશિષ્ટ ભથ્થામાં ફેરફાર કરવા નિર્ણય લીધો છે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુંં 4 ટકાથી વધારી 50 ટકા કરવામાં આવ્યુ હતું. જે જાન્યુઆરી-24થી લાગૂ છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુંં AICPI ઈન્ડેક્સ એટલે કે CPI(IW) પરથી નક્કી થાય છે. લેબર બ્યૂરો દ્વારા દર મહિનાના છેલ્લા વર્કિંગ ડે પર બહાર પાડે છે.
બાળ શિક્ષણ ભથ્થુંઃ
બાળકોના શિક્ષણ અર્થે આપવામાં આવતા ભથ્થામાં હોસ્ટેલ સબસિડી હેઠળ દર મહિને રૂ. 6750 અને દિવ્યાંગ બાળકો માટે બમણુ ભથ્થું મળે છે.
જોખમ ભથ્થુંઃ
જોખમ ભથ્થુંં સરકારના નિયમના આધિન 7માં પગાર પંચની ભલામણોના આધારે આપવામાં આવે છે. જેમાં જોખમી સ્થળોએ કાર્યરત કર્મચારીઓને આ ભથ્થાનો લાભ મળે છે.
નાઈટ ડ્યુટી ભથ્થું
રાત્રે 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી ફરજ પર હાજર રહેનાર કેન્દ્રીય કર્મચારીઓને આ ભથ્થાનો લાભ મળે છે. જેમાં દર કલાક માટે 10 મિનિટના વેઈટેજ સાથે ભથ્થું નિર્ધારિત થાય છે.
ઓવર ટાઈમ ભથ્થું
7માં પગારપંચ અનુસાર, ઓપરેશનલ સ્ટાફની કેટેગરીમાં સમાવિષ્ટ કર્મચારીઓને ઓવર ટાઈમ ભથ્થું મળે છે.જેની ગ્રાન્ટ બાયોમેટ્રિક હાજરીના આધારે નિર્ધારિત થાય છે.
સાંસદોના સહાયકો માટે ખાસ ભથ્થું
સાંસદોના સહાયકો માટે ખાસ ભથ્થું આપવામાં આવે છે. જેમાં સંસદના સત્રો દરમિયાન સંસદી કાર્યો સાથે જોડાયેલા કર્મચારીઓના ભથ્થામાં 50 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.
દિવ્યાંગ મહિલાઓ માટે બાળકની સંભાળ માટે ખાસ ભથ્થું
દિવ્યાંગ મહિલાઓ માટે બાળકની સંભાળ માટે ખાસ ભથ્થું આપવામાં આ છે. જેમાં દિવ્યાંગ મહિલાઓને દર મહિને રૂ. 3000 મળવા પાત્ર છે. જે બાળકના જન્મથી માંડી બાળક 2 વર્ષનુ થાય ત્યાં સુધી મળે છે.