Get The App

ભારતમાં 66% કર્મચારીઓ વર્ક પ્રેશરના કારણે સ્ટ્રેસમાં, 45% કરતા વધુ કર્મી રવિવારે સાંજે અનુભવે છે બેચેની: સર્વે

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
Workplace stress


Workplace stress : કંપનીઓમાં વધુ વર્ક પ્રેશરથી કર્મચારીઓની માનસિક સ્થિતિ બગડી રહી છે. HR સર્વિસ અને વર્કફોર્સ સોલ્યૂશન્સ આપનારી કંપની જીનિયસ કન્સલ્ટન્ટ્સના રિપોર્ટ અનુસાર, સર્વેમાં ભાગ લેનારા 79 ટકાથી વધુ કર્મચારીઓનું માનવું છે કે, તેમની કંપની માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ અને કલ્યાણ માટે વધુ કામ કરી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, 66 ટકા કર્મચારી પોતાના હાલના કામની મેથડને કારણે વધુ બોજ અનુભવે છે અને તેમનું માનવું છે કે, તેમનું કામ-જીવન સંતુલન ગંભીર રીતે ખોરવાઈ રહ્યું છે.

સર્વેમાં કહેવાયું છે કે, 45 ટકાથી વધુ કર્મચારી દર રવિવાર સાંજે ચિંતા અને બેચેનીનો અનુભવ કરે છે, જ્યારે તેઓ સોમવારે કામ પર પરત ફરવાની તૈયારી કરે છે. જ્યારે 13 ટકા આ અંગે મિશ્ર પ્રતિભાવ રાખે છે. આ સિવાય 78 ટકા લોકોએ જણાવ્યું છે કે, નોકરી પર સહકર્મીઓનું પ્રેશર અને મેનેજમેન્ટ કે સહકર્મીઓ સાથે વ્યવહાર સંબંધી અપેક્ષાઓ ખુબ મુશ્કેલ છે.

મોટી સંખ્યામાં કર્મચારી ચિંતાથી પીડિત 

જીનિયસ કન્સલ્ટેન્ટ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર.પી. યાદવે કહ્યું કે, 'આપણે એ ઓખળવું જોઈએ કે કર્મચારી કલ્યાણ માત્ર એક પ્રવૃત્તિ નથી, પરંતુ સંગઠનાત્મક સફળતાનું એક મહત્વપૂર્ણ પાસુ છે. આંકડાઓથી જાણી શકાય છે કે મોટી સંખ્યામાં કર્મચારી ચિંતાથી જજૂમી રહ્યા છે અને પોતાના કાર્ય વાતાવરણમાં બેચેની અનુભવી રહ્યા છે. કંપનીઓને માનસિક સ્વાસ્થ્ય અને કાર્ય-જીવન સંતુલનને પ્રાથમિકતા આપનારા માહોલને પ્રોત્સાહન આપવા માટે સક્રિય પગલા ભરવાની જરૂર છે. આ રિપોર્ટ 5 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર 2024 વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં કામ કરનારા 1783 કર્મચારીઓ વચ્ચે કરાયેલા સર્વેક્ષણ પર આધારિત છે.'

કંપનીઓ લઈ રહી છે નિર્ણય

દેશમાં કંપનીઓ કાર્યસ્થલો પર માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓના સમાધાન માટે પગલાં ભરી રહી છે. જોકે, વધુ પડતા કર્મચારીઓનું માનવું છે કે, કંપનીઓ તેમના સમગ્ર કલ્યાણમાં સુધાર માટે હજુ વધારે કામ કરી શકે છે. જોકે, પ્રોફેશનલ્સનું કહેવું છે કે, હજુ પણ માત્ર ખાદ્ય પુરવઠો અપાઈ રહ્યો છે. જમીની હકીકત બિલકુલ બદલાય નથી. વધુ પડતી કંપનીઓનો ભારત પોતાનો નફો વધારવા પર છે. આ ચક્કરમાં કર્મચારીનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે.


Google NewsGoogle News