ડેલ્ટા કોર્પને 6385 કરોડની જીએસટી નોટિસ, કુલ 23,000 કરોડ ચૂકવવાના બાકી

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
ડેલ્ટા કોર્પને 6385 કરોડની જીએસટી નોટિસ, કુલ 23,000 કરોડ ચૂકવવાના બાકી 1 - image


- અગાઉ 11,140 કરોડ ચૂકવવા નોટિસ ફટકારાઈ હતી

- કંપનીને વ્યાજ અને દંડની સાથે રકમ ચૂકવવા આદેશ

નવી દિલ્હી : ડેલ્ટા કોર્પને ૬,૩૮૫ કરોડ રુપિયાની જીએસટી નોટિસ મળી છે. તેને તેની પેટા કંપની ડેલ્ટાટેક માટે જાન્યુઆરી ૨૦૧૮થી નવેમબર ૨૦૨૨ના સમયગાળા માટે ૬,૨૩૭ કરોડ રુપિયા અને જુલાઈ ૨૦૧૭થી ઓક્ટોબર ૨૦૨૨ માટે ૧૪૮ કરોડ રુપિયાની કર ચૂકવણીની નોટિસ મળી છે. જીએસટી નોટિસમાં તેમને વ્યાજદંડ સાથે રકમ ચૂકવવા કહેવાયું છે. 

આ સાથે ડેલ્ટા કોર્પે ટેક્સ ચૂકવવાની લુલ રકમ ૨૩,૨૦૬ કરોડ રુપિયા થઈ ગયા છે. આ રકમ કંપનીની બજારમૂડી કરતાં છ ગણી વધારે છે. આ પહેલા ૨૨ સપ્ટેમ્બરે કંપનીને ૧૧,૧૪૦ કરોડ રુપિયાનો જીએસટી ચૂકવવાની નોટિસ મળી હતી. આ સિવાય કંપનીને તેની સહાયક કંપનીઓ કેસિનો ડેલ્ટિન ડેનજોંગ, હાઇસ્ટ્રીટ ક્રુઝ અને ડેલ્ટા પ્લેઝર ક્રુઝ દ્વારા ચૂકવણી કરવામાં આવેલા ૫,૬૮૨ રુપિયાની ટેક્સ નોટિસ પણ મોકલવામાં આવી હતી. 

ડેલ્ટા કોર્પે શેરબજારને તેને આ નોટિસ મળી હોવાની જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યું હતું કે તેમને મળેલી જીએસટી નોટિસમાં ડેલ્ટાટેક ગેમિંગ લિમિટેડને વ્યાજ અને દંડ સાથે ટેક્સની ચૂકવણી કરવાની સલાહ આપવામાં આવી છે. હવે જો તે ચૂકવણી ન કરે તો સીજીએસટી અધિનિયમ ૨૦૧૭ની જોગવાઈ ૭૪(૧) હેઠળ કંપનીને કારણદર્શક નોટિસ જારી કરશે. ઉલ્લેખનીય છે કે ડેલ્ટાટેક ગેમિંગ, ગેમિંગ એપ, અડ્ડા૫૨ અને અડ્ડાગેમ્સ ચલાવે છે. આ કંપની પહેલા ગોસિયન નેટવર્કના નામે જાણીતી હતી. 


Google NewsGoogle News