Get The App

ખાંડ મિલો માટે ઓગસ્ટ મહિનામાં 22 લાખ ટન કવોટા છૂટો કરાયા

- જુલાઈનો સિલક કવોટાનો ૧૫ ઓગસ્ટ સુધી નિકાલ કરવા માટે અપાયેલી છૂટ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
ખાંડ મિલો માટે  ઓગસ્ટ મહિનામાં 22 લાખ ટન કવોટા છૂટો કરાયા 1 - image


મુંબઈ : ખાંડ મિલો માટે  ઓગસ્ટ મહિનામાં ૨૨ લાખ ટન ખાંડ કવોટા છૂટો કરાયો છે. જુલાઈમાં બચેલા સ્ટોકનો મિલો ૧૫ ઓગસ્ટ સુધી નિકાલ કરી શકશે. જુલાઈ મહિના માટે ખાંડ મિલા માટે સરકારે ૨૪ લાખ ટન ખાંડ કવોટા છૂટો કર્યો  હતો. ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીએ વર્તમાન વર્ષના આ મહિનામાં ઓછો કવોટા જાહેર કરાયો છે. 

ગયા વર્ષે ઓગસ્ટ માટે પ્રારંભમાં ૨૩.૫૦ લાખ ટન અને બાદમાં વધુ બે લાખ ટન સાથે કુલ ૨૫.૫૦ લાખ ટન કવોટા જાહેર કરાયો હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. 

ખાંડની કિંમતોને કાબુમાં રાખવા  કેન્દ્ર સરકાર દર મહિને  મિલ દીઠ ખાંડ કવોટા જાહેર કરે છે.  ફાળવાતા કવોટા પ્રમાણે મિલો ખાંડનું વેચાણ કરી શકે છે. દેશમાંથી સાકરની નિકાસ પર નિયમન હોવાથી  ઘરઆંગણે   મિલો પાસે ખાંડનો સ્ટોકસ જમા પડયો હોવાનું ધ્યાનમાં રાખી જુલાઈના સ્ટોકસને કેરિ ફોરવર્ડ કરવાની છૂટ અપાઈ હોવાનું માનવામાં આવે છે.

જમા સ્ટોકસને ધ્યાનમાં રાખતા જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ઓછો કવોટા જારી કરાયો હોવાનું પણ બજારના વર્તુળો જણાવી રહ્યા છે. સામાન્ય રીતે ઓગસ્ટમાં શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમાં રાખી સરકાર વધુ કવોટા છૂટો કરતી હોય છે. 


Google NewsGoogle News