ભારતમાં ક્રિપ્ટો રોકાણકારોની સંખ્યા 2 કરોડને પાર, તેમાં 75% યુવા, મહિલાઓનો આંકડો ચોંકાવનારો
Image Source: Freepik
- મૂલ્યના હિસાબથી ક્રિપ્ટોમાં રોકાણના મામલે દિલ્હી દેશભરમાં ટોચ પર
નવી દિલ્હી, તા. 23 ડિસેમ્બર 2023, શનિવાર
ક્રિપ્ટો કરન્સી પ્લેટફોર્મ કોઈનસ્વિચની રિપોર્ટના આંકડા પ્રમાણે દેશમાં ક્રિપ્ટો રોકાણકારોની કુલ સંખ્યા 1.9 કરોડને પાર છે અને તેમાં લગભગ 9% મહિલા રોકાણકારો છે.
રિપોર્ટ પ્રમાણે દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓમાં 75% યુવા છે અને તેમની ઉંમર 18થી 35 વર્ષ વચ્ચે છે. આ આંકડો દર્શાવે છે કે, યુવાઓને ક્રિપ્ટો કરન્સીમાં ખૂબ જ રસ છે.
આ વચ્ચે માત્ર દિલ્હી, બેંગલુરુ અને મુંબઈ જેવા મહાનગરો ક્રિપ્ટો રોકાણના કુલ મૂલ્યનો પાંચમો હિસ્સો છે. મૂલ્યના હિસાબથી ક્રિપ્ટોમાં રોકાણના મામલે દિલ્હી દેશભરમાં ટોચ પર છે.
રિપોર્ટ પ્રમાણે 2023માં ડોગકોઈન સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકોઈન હતો. કુલ ક્રિપ્ટો રોકાણમાં તેની 11% ભાગીદારી હતી. ત્યારબાદ બિટકોઈન(8.5%) અને એથેરિયમ (6.4%)નું સ્થાન રહ્યું.