Get The App

સ્મોલકેપ શેરોના માર્કેટ કેપમાં 1,42,697 કરોડનું જંગી ધોવાણ

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
સ્મોલકેપ શેરોના માર્કેટ કેપમાં  1,42,697 કરોડનું જંગી ધોવાણ 1 - image


- સેબીની ચેતવણી પછી બજારમાં ગભરાટ ભરી વેચવાલી

- SME તેમજ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ગાબડાં : સેન્સેક્સ 617 પોઇન્ટ તૂટી 73,503

અમદાવાદ : માર્કેટ રેગ્યુલેટર સેબી તેમજ રિઝર્વ બેંક દ્વારા સ્મોલકેપ તેમજ SME કંપનીના આઇપીઓમાં થતા મેનીપ્યુલેશન બાબતે ચિંતા વ્યક્ત કરવા સાથે આ મુદ્દે આકરાં પગલા ભરવાની ચીમકી ઉચ્ચારાતા આજે શેરબજારમાં ગભરાટભરી વેચવાલી પાછળ સાર્વત્રિક કડાકો બોલી ગયો હતો.

સ્મોલકેપ તેમજ એસએમઇ શેરોમાં ઉદ્ભવેલ તોફાની તેજીને ડામવા તંત્રે એક્શનમાં આવીને વધુ આકરા પગલા ભરવાની ચીમકી ઉચ્ચારતા આજે સ્થાનિક ફંડો તેમજ ખેલાડીઓની ચોમેરથી આવેલ વેચવાલી પાછળ સેન્સેક્સ ૬૧૬.૭૫ પોઇન્ટ તૂટીને ૭૩,૫૦૨.૬૪ની સપાટીએ ઉતરી આવ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૬૦.૯૦ પોઇન્ટ તૂટી ૨૨,૩૩૨.૬૫ની સપાટીએ નરમ રહ્યો હતો.

વેચવાલીના ભારે દબાણ પાછળ આજે બીએસઇ એસએમઇ ઇન્ડેક્સ ૧૮૭૮.૩૩ પોઇન્ટના કડાકા સાથે ૫૫,૪૫૩.૯૧ પર ઉતરી આવ્યો હતો. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૮૯૯.૦૬ પોઇન્ટ તૂટીને ૪૨,૭૫૪.૫૧ અને મિડકેપ ઇન્ડેક્સ ૯૩.૯૧ પોઇન્ટ તૂટીને ૩૯,૭૫૮.૯૪ની સપાટીએ ઉતરી આવ્યો હતો.

સેન્સેક્સમાં બોલેલા કડાકા પાછળ આજે રોકાણકારોની સંપત્તિમાં (બી.એસ.ઇ. માર્કેટ કેપ) રૂ. ૩.૧૬ લાખ કરોડ ઘટીને રૂ. ૩૮૯.૬૫ લાખ કરોડ રહી હતી. આજે એસએમઇ શેરોમાં એક જ દિવસમાં માર્કેટ કેપમાં રૂ. ૧,૪૨,૬૯૭ કરોડ ઘટીને રૂ. ૬૭,૧૨,૪૩૩ કરોડ રહ્યું હતું. જ્યારે મિડકેપ શેરોનું માર્કેટ કેપ રૂ. ૩૫,૩૬૯ કરોડ ઘટીને રૂ. ૬૫,૭૮,૨૧૮ કરોડ રહ્યું હતું.


Google NewsGoogle News