Get The App

વિદેશી રોકાણકારોની રૂ.. 14064 કરોડની જંગી ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓની વેચવાલી

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
વિદેશી રોકાણકારોની રૂ.. 14064 કરોડની જંગી ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓની વેચવાલી 1 - image


- સેન્સેક્સે 84,000ની સપાટી કૂદાવી : નિફ્ટીમાં પણ 25,849નો નવો રેકોર્ડ

- કામકાજના અંતે સેન્સેક્સમાં 1360 અને નિફ્ટીમાં 375 પોઇન્ટનો ઉછાળો

અમદાવાદ : યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ગઈ કાલે વ્યાજદરમાં ૫૦ બેઝીસ પોઇન્ટનો ઘટાડો કર્યા બાદ આગામી સમયમાં વધુ ઘટાડાની સંભાવના દર્શાવ્યા સહિતના સાનુકૂળ અહેવાલો પાછળ ભારતમાં વિદેશી રોકાણ વધવા સહિતના અન્ય અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલી નવી લેવાલીએ સેન્સેક્સે ઇતિહાસમાં પ્રથમ વખત ૮૪,૦૦૦ની સપાટી કૂદાવી દીધી હતી. તો નિફ્ટી પણ ૨૫૮૪૯ની નવી રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો.

ફેડરલ રિઝર્વ દ્વારા અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો કરાતા હવે ત્યાં વ્યાજના દર ઘટશે તેથી વિદેશી રોકાણકારો દ્વારા ભારતમાં ઉંચુ વળતર મળવાની ગણતરી પાછળ મોટા પાયે નવું ભંડોળ ઠાલવશે તેવા પ્રબળ આશાવાદ પાછળ આજે બજારમાં તેજીનો પાયો રચાયો હતો. આ અહેવાલો પાછળ ગઈ રાત્રે અમેરિકી શેરબજારોમાં તેમજ એશિયાઈ બજારોમાં પણ સુધારા તરફી માહોલ જોવા મળ્યો હતો.

આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારો દ્વારા જંગી લેવાલી હાથ ધરવામાં આવી હતી તેની સાથોસાથ સ્થાનિક ઓપરેટરો, ખેલાડીઓ અને રોકાણકારો દ્વારા પણ નવી લેવાલી હાથ ધરાતા સેન્સેક્સ આજે ઇતિહાસમાં પ્રથમ ૮૪,૦૦૦ની સપાટી કૂદાવી ઇન્ટ્રા-ડે ૧,૫૦૯ પોઇન્ટ ઉછળીને ૮૪,૬૯૪ની લાઇફ ટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયો હતો. બીજી તરફ એનએસઇનો નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે ૪૩૩ પોઇન્ટ ઉછળી ૨૫,૮૪૯ની લાઇફ ટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયો હતો. આ અગાઉ ગયા ગુરૂવારે સેન્સેક્સે ૮૩૦૦૦ની સપાટી કૂદાવી હતી.

જો કે, કામકાજના અંતે સેન્સેક્સ ૧૩૫૯.૫૧ પોઇન્ટ ઉછળીને ૮૪,૫૪૪.૩૧ની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૭૫.૧૫ ઉછળીને ૨૫,૭૯૦.૯૫ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. વિદેશી રોકાણકારો દ્વારા આજે રૃા. ૧૪૦૬૪ કરોડની જંગી લેવાલી હાથ ધરાઈ હતી તેની સામે સ્થાનિક સંસ્થાઓએ રૃા. ૪૪૨૭ કરોડની વેચવાલી હાથ ધરી હતી. સેન્સેક્સના ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિ (બી.એસ.ઇ. માર્કેટ કેપ)માં રૃા. ૬.૨૪ લાખ કરોડનો વધારો થતા અંતે રૃા. ૪૭૧.૭૨ લાખ કરોડની વિક્રમી ઉંચી સપાટીએ પહોંચી હતી.

સેન્સેક્સના મોટા ઉછાળા

તારીખ

ઉછાળો

૭ એપ્રિલ '૨૦

૨૪૭૬

૧ ફેબુ્ર. '૨૧

૨૩૧૪

૨૦ સપ્ટે. '૧૯

૧૯૨૧

૨૫ માર્ચ '૨૦

૧૮૬૨

૧૫ ફેબુ્ર. '૨૨

૧૭૩૬

૨૦ માર્ચ '૨૦

૧૬૨૮

૩૦ મે '૨૨

૧૫૬૪

૨૦ મે'૨૨

૧૫૩૪

૨૦ સપ્ટે.'૨૪

૧૩૬૦


સેન્સેક્સની આગેકૂચ

સપાટી

હાંસલ થયાની તારીખ

૮૦,૦૦૦

૩ જુલાઈ '૨૪

૮૧,૦૦૦

૧૮ જુલાઈ '૨૪

૮૨,૦૦૦

૧ ઓગસ્ટ '૨૪

૮૩,૦૦૦

૧૨ સપ્ટે. '૨૪

૮૪,૦૦૦

૨૦ સપ્ટે. '૨૪


Google NewsGoogle News