ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી 1300 કંપનીઓ ફસાઈ! દાન આપી લીધો હતો લાભ, હવે નોટિસો મળવા લાગી

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
electoral bond


Income Tax Notice for Funding Through Electoral Bonds: ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી રાજકીય પક્ષો દ્વારા ફંડ એકત્ર કરનારી કંપનીઓ પર ટેક્સ ઓથોરિટી ચાંપતી નજર રાખી રહી છે. જે કંપનીઓએ રાજકીય પક્ષોને દાન આપ્યું હતું તેમને હવે ટેક્સ ઓથોરિટી તરફથી નોટિસો મળી રહી હોવાનું જાણવા મળ્યું છે. ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ કેટલીક કંપનીઓને આ સંદર્ભે નોટિસ મળી છે. જેમણે ચેરિટીમાં યોગદાન માટે ટેક્સ મુક્તિનો દાવો કર્યો હતો તેવી કંપનીઓ જેમ કે, ઇન્ફોસિસ, એમ્બેસી ગ્રૂપ, મેઘા એન્જિનિયરિંગ, આદિત્ય બિરલા ગ્રૂપ, JSW સ્ટીલ, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, ઇન્ટાસ, ભારતી એરટેલ અને એલેમ્બિક ફાર્મા સહિતની કંપનીઓમાંથી 1300 જેટલી કંપનીઓને ઈનકમ ટેક્સની નોટિસ મળી છે.

હવે આગળ શું?

ઈલેક્ટોરલ બોન્ડની જાન્યુઆરી 2018થી શરૂઆતથી અત્યારસુધીમાં રાજકીય પક્ષોએ રૂ. 16,518 કરોડનું દાન મેળવ્યું હતું. જો કે, 15 ફેબ્રુઆરીના રોજ, દેશની સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ઠેરવ્યો હતો. જેનાથી કોર્પોરેટ દાતાઓમાં તેમના યોગદાન પર ટેક્સની અસરો અંગે ચિંતા વધી હતી. મોટી-મોટી કંપનીઓએ આગામી બજેટમાં હસ્તક્ષેપ અને સંભવિત રાહતની માંગણી માટે નાણા મંત્રાલયનો સંપર્ક કર્યો છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, ટોચના દાતાઓની યાદી

  • ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસીસ પી.આર.
  • મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ
  • ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડ
  • વેદાંતા લિમિટેડ
  • હલ્દિયા એનર્જી લિમિટેડ
  • ભારતી ગ્રુપ (ભારતી એરટેલ લિમિટેડ, ભારતી એરટેલ કરંટ એસી જીસીઓ, ભારતી ઇન્ફ્રાટેલ, ભારતી ટેલિમીડિયા સમાવિષ્ટ છે.)
  • એસ્સેલ માઇનિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
  • વેસ્ટર્ન યુપી પાવર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ
  • કેવેન્ટર ફૂડપાર્ક ઇન્ફ્રા લિમિટેડ
  • મદનલાલ લિમિટેડ

કયા રાજકીય પક્ષને કેટલું દાન મળ્યું?

ઈલેક્ટોરલ બોન્ડ મારફત ફંડ મેળવવામાં ભાજપ અગ્રેસર રહ્યું હતું. સૌથી વધુ ફંડ મેળવનાર ટોચના ચાર રાજકીય પક્ષોમાં ભાજપને કુલ રૂ. 6,986.5 કરોડનું ફંડ ઈલેક્ટોરલ બોન્ડમાંથી પ્રાપ્ત થયુ છે. જેમાંથી 2019-20માં રૂ. 2555 કરોડ પ્રાપ્ત થયા હતા. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રૂ. 1,397 કરોડ, કોંગ્રેસને કુલ રૂ.1,334.35 કરોડ મળ્યા હતા. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)એ રૂ.1,322 કરોડના મૂલ્યના બોન્ડ રિડીમ કર્યા હતા.

દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ને રૂ. 656.5 કરોડ મળ્યા હતા, જેમાં લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન્સ ફ્યુચર ગેમિંગ તરફથી રૂ. 509 કરોડ સમાવિષ્ટ છે. સમાજવાદી પાર્ટી (SP)ને રૂ.14.05 કરોડ, અકાલી દળને રૂ. 7.26 કરોડ, અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ને રૂ. 6.05 કરોડ, નેશનલ કોન્ફરન્સને રૂ. 50 લાખ મળ્યા હતા. બીજુ જનતા દળ (BJD)ને રૂ. 944.5 કરોડ, યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSR કોંગ્રેસ) રૂ. 442.8 કરોડ, તેલુગુ દેશમ પાર્ટી (TDP) રૂ. 181.35 કરોડ મળ્યા હતા. 

આ સિવાય બહુજન સમાજ પાર્ટી (BSP), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) (CPI(M)), અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) દ્વારા ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ ઈલેક્ટોરલ બોન્ડ મારફત કોઈ ફંડ મેળવ્યુ નથી.



Google NewsGoogle News