ખાતર અને બિયારણનો બિઝનેસ કરવા માટે માત્ર 10 ધોરણ પાસ હોવુ જરુરી, સાથે કરવો પડશે આ કોર્સ
એગ્રીકલ્ચરમાં ડિગ્રી ન હોય તેવા ખેડુતો પણ આ સર્ટિફિકેટ કોર્સ કરી વ્યવસાય શરુ કરી શકો છો
કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી 15 દિવસનો સર્ટિફિકેટ કોર્સ પુરો કરવો જરૂરી
Image Envato |
તા. 1 ડિસેમ્બર 2023, શુક્રવાર
Fertilizer and seed business: ખેડૂતો માટે ખાતર અને બિયારણનો વ્યવસાય ઓછા રોકાણમાં સારો નફો આપતો વ્યવસાય સાબિત થઈ શકે છે. આ વ્યવસાય માટે તમે માત્ર થોડા રોકાણમાં ખાતર અને બિયારણનો વ્યવસાય શરુ કરી શકો છો. જો કે, તેના માટે તમારે લાયસેન્સ લેવુ જરુરી છે. આ સિવાય કૃષિ વિભાગ દ્વારા લાયસન્સ લેવા માટે કેટલીક શરતો રાખવામાં આવી છે. હવે તમારે ખાતર અને બિયારણનો ધંધો શરુ કરતા પહેલા લાયસન્સ લેવા માટે એક કોર્સ કરવો જરુરી છે.
15 દિવસનો કોર્સ કરવો પડશે
ખાતર અને બિયારણના વ્યવસાયનું લાયસન્સ લેતા પહેલા તમારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી 15 દિવસનો સર્ટિફિકેટ કોર્સ પુરો કરવો પડશે. જો તમે આ કોર્સ પુરો નથી કરતા, તો તમને લાયસન્સ નહીં મળે. આ કોર્સ માટે તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન ફી તરીકે તમારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં 12500 રુપિયા જમા કરવાના રહેશે.
10મું ધોરણ પાસ હોવુ જરુરી
ખાતર અને બિયારણનો વ્યવસાય કરવા માટેના લાયસન્સ લેવા માટે તમારે 15 દિવસનો સર્ટિફિકેટ કોર્ષ કરવાનો રહેશે અને તેના માટે ઉમેદવારે ઓછા-ઓછામાં 10મું ધોરણ પાસ કરેલ હોવુ જોઈએ. પહેલા આ વ્યવસાય શરુ કરવા માટે બીએસસી એગ્રીકલ્ચર અથવા એગ્રીકલ્ચર જરુરી હતું, પરંતુ હવે તમારી પાસે એગ્રીકલ્ચરની ડિગ્રી ન હોય તો પણ આ સર્ટિફિકેટ કોર્સ કરી આ વ્યવસાય શરુ કરી શકો છો.