Get The App

ભારતમાં 34 વર્ષમાં પેટ્રોલની કિંમતમાં 10 ગણો વધારો

- ૧૯૯૦માં ભારતમાં પેટ્રોલ ૯.૮૪ રૂપિયા પ્રતિ લીટર હતું

- આ સમયગાળા દરમિયાન અમેરિકામાં પેટ્રોલ ત્રણ ગણું મોંઘું થયું

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
ભારતમાં 34 વર્ષમાં પેટ્રોલની કિંમતમાં 10 ગણો વધારો 1 - image


અમદાવાદ : દેશમાં લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી. પરંતુ ૧૯૯૦થી લઈને અત્યાર સુધીમાં દેશમાં પેટ્રોલની કિંમત લગભગ ૧૦ ગણી વધી ગઈ છે. વર્ષ ૧૯૯૦માં દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯.૮૪ રૂપિયા પ્રતિ લીટર હતી જે આજે ૯૪.૭૨ રૂપિયા પ્રતિ લીટર છે. 

છેલ્લા ત્રણ દાયકામાં દેશમાં પેટ્રોલના ભાવ વધવાના ઘણા કારણો હતા. આમાં ઘણા પ્રકારના ટેક્સનો સમાવેશ થાય છે. ભારતમાં પેટ્રોલની છૂટક કિંમતમાં ટેક્સનો હિસ્સો ૫૫ રૂપિયાની આસપાસ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને પેટ્રોલ પર ટેક્સ વસૂલે છે. 

ભારતની સરખામણીએ અમેરિકામાં પેટ્રોલની કિંમત ૧૯૯૦થી માંડ ત્રણ ગણી વધી છે. અમેરિકામાં ૧૯૯૦માં એક ગેલન પેટ્રોલની સરેરાશ કિંમત ૧.૧૪ ડોલર હતી, જે હવે ૩.૩૩ ડોલર પર પહોંચી ગઈ છે. એક ગેલન ૩.૭૮૫ લિટર બરાબર છે. ભારતીય રૂપિયામાં જોઈએ તો અમેરિકામાં તે ૯૩ રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે.

યુક્રેન યુદ્ધના કારણે ૨૦૨૨માં સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો હતો. તેના કારણે અમેરિકામાં પેટ્રોલની સરેરાશ કિંમત ૫.૨૮ ડોલર પ્રતિ ગેલન પર પહોંચી ગઈ છે. પરંતુ ગયા વર્ષે તેમાં થોડો ઘટાડો થયો અને પ્રતિ ગેલન ૪.૭૮ ડોલર રહ્યો હતો. ૨૦૧૬માં અમેરિકામાં પેટ્રોલની કિંમત ઘટીને ૨.૮ ડોલર પ્રતિ ગેલન થઈ ગઈ હતી. એ જ રીતે, ૨૦૧૨માં તે ૪.૦૯ ડોલર પ્રતિ ગેલન પર પહોંચી ગયું હતું. આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો ૨૦૧૨ની સરખામણીમાં આજે અમેરિકામાં પેટ્રોલની કિંમત ઓછી છે. પરંતુ ભારતમાં આવું નથી. દેશમાં પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

ભારતમાં પેટ્રોલની કિંમત માર્ચ ૧૯૯૦માં ૯.૮૪ રૂપિયા પ્રતિ લિટર હતી, જે ઓક્ટોબરમાં ૧૨.૨૩ રૂપિયા પર પહોંચી ગઈ હતી. આગલા વર્ષે એટલે કે ૧૯૯૧માં દેશમાં પેટ્રોલની કિંમત ૧૪.૬૨ રૂપિયા પર પહોંચી ગઈ હતી. ૧૯૯૨માં દેશમાં પેટ્રોલની કિંમત ૧૫.૭૧ રૂપિયા પ્રતિ લિટર હતી જ્યારે ૧૯૯૪માં તે ૧૬.૭૮ રૂપિયા પર પહોંચી ગઈ હતી. તે ૧૯૯૬માં રૂ. ૨૧.૧૩, ૧૯૯૭મ

ાં રૂ. ૨૨.૮૪, ૧૯૯૮માં રૂ. ૨૩.૯૪, ૧૯૯૯માં રૂ. ૨૩.૮ અને નવેમ્બર ૨૦૦૦માં રૂ. ૨૮.૭ પર પહોંચ્યો હતો. ૨૦૦૩માં પેટ્રોલની કિંમત ૩૨.૪૯ રૂપિયા, ૨૦૦૫માં ૪૦.૪૯ રૂપિયા, ૨૦૦૭માં ૪૭.૫૧ રૂપિયા, ૨૦૦૮માં ૪૫.૫૬ રૂપિયા, ૨૦૧૧માં ૪૭.૯૩ રૂપિયા, ૨૦૧૨માં ૭૩.૧૮ રૂપિયા અને ૨૦૧૨માં ૭ રૂપિયા ૮૧ રૂપિયા હતી.


Google NewsGoogle News