Get The App

10 લાખ ઈ-ટુ વ્હીલર વેચાણનો લક્ષ્યાંક હાંસલ થવો મુશ્કેલ

- સબસિડીના વિતરણમાં વિલંબ, આગની ઘટનાઓ અને પુરવઠાના અવરોધોની પ્રતિકૂળ અસર જોવાઇ

Updated: Nov 5th, 2022


Google NewsGoogle News
10 લાખ ઈ-ટુ વ્હીલર વેચાણનો લક્ષ્યાંક હાંસલ થવો મુશ્કેલ 1 - image


નવીદિલ્હી : ભારતનું ઇલેક્ટ્રિકલ-ટુ-વ્હીલર માર્કેટ ખરૂ૨૩ માં ૧૦ લાખના આંકને સ્પર્શે તેવી અપેક્ષા હતી પરંતુ ચોક્કસ પ્રતિકૂળતાના પગલે તે આ લક્ષ્યાંકથી ઓછું રહી શકે છે. આ માહિતી ઇલેક્ટ્રિકલ વ્હિકલ ઉત્પાદકોની સંસ્થા મેન્યુફેક્ચરર્સ ઓફ ઇલેકટ્રિક વ્હીકલ દ્વારા આપવામાં આવી છે.

ઇલેક્ટ્રિકલ-ટુ-વ્હીલર (ઇ-ટુ-વ્હીલર) ઉત્પાદકોએ લક્ષ્યાંકથી દૂર રહેવા માટે પુરવઠાના અવરોધો, સરકારના ભાવિ નિયમન આગની ઘટનાઓ અને FAME-II સબસિડીના વિતરણમાં વિલંબને જવાબદાર ઠેરવ્યા છે. FAME-II સબસિડીના વિતરણમાં વિલંબને કારણે ઘણા સ્ટાર્ટઅપ્સને તેમના વિસ્તરણની સાથે તેમની યોજનાઓ અટકાવવાની ફરજ પડી છે.

એવી અટકળો ચાલી રહી છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના અંત સુધીમાં ઇ-ટુ-વ્હીલરનું વેચાણ ૭૫૦,૦૦૦ યુનિટ થઈ જશે. જોકે, અગાઉ ૧૦ લાખ યુનિટ વેચાયાનો અંદાજ હતો. આ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ઇ-ટુ-વ્લીહરના ૩,૯૨,૩૪૯ યુનિટ્સનું વેચાણ થયું હતું જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧,૧૦,૭૫૩ યુનિટ હતું.

ભારે ઉદ્યોગ મંત્રાલયે ઇલેકટ્રિક વાહન ઉત્પાદકો માટે અનેક સલામતી પરીક્ષણો ફરજિયાત બનાવ્યા છે. આ ઉત્પાદકો આ ટ્રાયલ પૂર્ણ કર્યા પછી જ એપ્રિલ ૨૦૨૩થી ઇલેકટ્રિક વાહનોની વિવિધ પ્રોત્સાહક યોજનાઓ હેઠળ સબસિડીનો લાભ મેળવી શકશે.

મંત્રાલયે એક પરિપત્રમાં કહ્યું હતું કે આ પરીક્ષણો બેટરીથી ચાલતા વાહનોમાં માનવ સુરક્ષામાં સુધારો કરશે. આ પરીક્ષણો બેટરી પેક, બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને સેલ એમ ત્રણ સ્તરે થશે.

અપેક્ષા છે કે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ઇ-ટુ-વ્હીલર માર્કેટમાં ઇન્ટરનલ કમ્બશન એન્જિન માર્કેટનો હિસ્સો ૨૦ ટકા હશે. અત્યારે આ માર્કેટ ૧૧ ટકાની આસપાસ છે.જોકે, આમ છતાં ૨૦૨૨માં તહેવારોના મહિના ઓક્ટોબરમાં, ઇ-ટુ-વ્હીલર માર્કેટ રજીસ્ટ્રેશન ૬૮,૨૩૪ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. આ અગાઉના મહિનાની સરખામણીએ ૨૯ ટકાનો વધારો હતો.


Google NewsGoogle News