Get The App

આવી નોકરી કોને ન જોઈએ! 6 મહિનાનો પગાર 1 કરોડ, છતાં કોઈ કામ કરવા તૈયાર નથી

બેરોજગારીના દોરમાં આવી નોકરી મળવા છતાં કોઈ કેમ નથી જઇ રહ્યું ? કારણ છે રસપ્રદ

આ નોકરી મેળવવી હોય તો અરજી કરવા માટે સર્ટિફાઈડ સેફ્ટી અને ટેક્નિકલ ટ્રેનિંગ જરુરી રહેશે. સાથે જ કામ કરનાર વ્યક્તિએ રિગમાં જ ૬ મહિના માટે રહેવું પડશે

Updated: Feb 20th, 2023


Google News
Google News
આવી નોકરી કોને ન જોઈએ! 6 મહિનાનો પગાર 1 કરોડ, છતાં કોઈ કામ કરવા તૈયાર નથી 1 - image

image : envato


હાલના સમયમાં લોકો ઓછું કામ કરીને વધુ સેલેરી મેળવવા ઈચ્છતા હોય છે અને તેની સાથે જ હરવા-ફરવા માટેની રજા મળી જાય તો આ પ્રકારની નોકરી લોકો માટે ડ્રીમ જોબ બની જાય છે. જોકે અમે અહીં એક એવી નોકરી વિશે વાત કરી રહ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ અચરજ પામી જશો. આ નોકરીમાં અનેક સુવિધા હોવા છતાં લોકો તે કામ કરવા જવા માગતા જ નથી. તેનું શું કારણ હશે? ચાલો જાણીએ.... 

એક દિવસનો પગાર 36 હજાર રૂપિયા!

આ નોકરી કોસ્ટ ઓફ એબરડીનમાં આપવામાં આવી રહી છે. જે ઉત્તર સમુદ્રની નજીકનાં સ્થળે આવેલ છે. આ નોકરી 6 મહિના માટે એક સાથે કરવાની રહેશે, જેમાં એક અઠવાડિયાની મેડિકલ લીવ  પણ આપવામાં આવશે. જોબમાં એક દિવસની શિફ્ટ 12 કલાકની હશે અને તેના માટે તમને 5-10 હજાર નહીં પરંતુ દરરોજના 36 હજાર રૂપિયાથી વધુ આપવામાં આવશે. જો કામ કરનાર વ્યક્તિ અહીં 2 વર્ષ સુધી રહે અને  6-6 મહિનાની 2 શિફ્ટ પૂર્ણ કરે તો કર્મચારીને પગાર £95,420 એટલે કે ભારતીય ચલણમાં લગભગ 1 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. હાલ આ નોકરી કોણે ઓફર કરી છે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી પણ તે એનર્જી સેક્ટરનો એક મોટો ખેલાડી હોવાનો દાવો કરે છે. 

આ નોકરી પર શું કામ કરવાનું રહેશે 

સ્કોટલેન્ડમાં આવેલી આ સાઈટ પર મેકેનિકનું કામ કરવાનું રહેશે. જેમાં સમુદ્રમાં હાજર રીગમાંથી ગેસ અને ઓઈલનું ખનન કરવાનું રહેશે. એમ્પ્લોયરનું કહેવું છે કે નોકરી માટે અલગ અલગ તારીખો અને ટ્રિપની પણ વ્યવસ્થા છે. જોબ ઈચ્છતા લોકો તેમની પસંદગીના હિસાબે તે નક્કી કરી શકે છે. તેઓ ક્યારે અને કેટલું કામ કરશે તે પણ તેમની ઈચ્છા પ્રમાણે રહેશે. જોકે આ નોકરી મેળવવી હોય તો અરજી કરવા માટે સર્ટિફાઈડ સેફ્ટી અને ટેક્નિકલ ટ્રેનિંગ જરુરી રહેશે. સાથે જ કામ કરનાર વ્યક્તિએ રિગમાં જ ૬ મહિના માટે રહેવું પડશે. આ જ કારણ છે કે મહિનો વીતી જવા છતાં પણ આ પોસ્ટ માટે ૫ વ્યક્તિ પણ મળી શકી નથી. 

Tags :