Get The App

ઝીરોધાના નિખિલ બાળક દત્તક લેશે

Updated: May 27th, 2024


Google News
Google News
ઝીરોધાના નિખિલ બાળક દત્તક લેશે 1 - image


ઝીરોધાના સાથી ફાઉન્ડર નખિલ કામથ બાળક દત્તક લઇ રહ્યા છે. તેમણે બહુ ઉહાપોહ નથી કર્યો પણ કહ્યું છે મને એકવાર વિચાર આવ્યો હતો કે બાળક દત્તક લઉં પરંતુ ભારતના કાયદા અનુસાર સીંગલ મેન એટલેકે લગ્ન ના કર્યા હોય એવા પુરૂષને બાળક દત્તક લેવામાં મુશ્કેલી પડે છે. ૩૭ વર્ષના નિખિલ કહે છે કે મારા વંશજ માટે હું બાળક દત્તક નથી લેતો પરંતુ મને મન થયું છે એવું તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું.

ઝીરોધાના નિખિલ બાળક દત્તક લેશે 2 - image

સેકન્ડ હેન્ડ કારનું પોઝિટીવ માર્કેટ

એક વાર વપરાયેલી કારનું માર્કેટ એટલેકે સેકન્ડ હેેન્ડ કારનું માર્કેટ  ૨૦૨૮ સુધીમાં અધધધ એવું ૭૩ અબજ ડોલર પર પહોંચશે જે વર્ષે ૧કરોડ જેટલી કાર વેચી શકે છે. હાલમાં સેકન્ડ હેન્ડ કાર અંદાજે ૫૧ લાખ જેટલી વેચાય છે. સારી કન્ડીશન્ડ અને એક હાથે ચાલેલી કાર લેવા લોકો મથતા હોય છે. સેકન્ડ હેન્ડ કારના માર્કેટમાંથી લોકો કાર ખરીદે છે પરંતુ અનેક વાર લોકો પસ્તાયા છે. વિશ્વભરમાં લોકો સેકન્ડ હેન્ડ કાર ્અને બાઇક ખરીદતા જોવા મળે છે. 

ઝીરોધાના નિખિલ બાળક દત્તક લેશે 3 - image

નેનો સાયન્સ ટેકનોલોજી

આઇઆઇટી ગુવાહાટી અને અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીએ નવતર નેનોપેટર્નીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નેનો સાયન્સ ટેકનોલોજી માટે હાથ મિલાવ્યા છે.આ ટેકનોલોજીથી સોલાર સેલ્સ,લેસર અને ઇક્વિપમેન્ટ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉપયોગી બની શકે છે ેજેને ઓપ્ટીકલ ડ્રાઇવીંગ કહે છે. નેનોમેટ્રીક સ્પોટને ઓળખવામાં તે મહત્વનું બની શકે છે.


Tags :