Get The App

વિશ્વનો નંબર 1 'મશ્કરો' અબજોપતિ ઇલોન મસ્ક

Updated: Dec 12th, 2021


Google NewsGoogle News
વિશ્વનો નંબર 1 'મશ્કરો' અબજોપતિ ઇલોન મસ્ક 1 - image

- ગુજરાતીમાં જેને આપણે વાટકા કટ હેર સ્ટાઇલ કહીએ છીએ એવી હેર સ્ટાઇલ વાળો ઇલોન મસ્કનો ચહેરો જોઇને સૌ આશ્ચર્યમાં પડી ગયા હતા

- સૌથી નાની ઉંમરના અને મજાકીયા ઇલોન મસ્ક સ્પેસ એક્સના ફાઉન્ડર પણ છે. વિશ્વનો સૌથી પૈસાદાર માણસ ઇલોન મસ્ક એવી મજાક કરે છે કે લોકો તેને મજાકીયો માલદાર કહે છે. સોશ્યલ નેટવર્ક પર તેે બહુ એક્ટિવ છે

ત્રણેક દિવસ અગાઉ ઇલોન મસ્કે પોતાની કંપનીના ૯૬૩ મિલિયનના શેર્સ વેચીને એવી કોમેન્ટ કરી હતી કે હવે હું સીઇઓનું પદ છોડીને નવરો રહેવા માંગું છું. ..

વિશ્વનો સૌથી વધુ પૈસાદાર અને ટેસ્લા કંપનીનો ૫૦ વર્ષનો માલિક ઇલોન મસ્ક આનંદી જીવડો છે. તેમની પાસે વિશ્વમાં સૌથી વધુ સંપત્તિ છે. તેમના પછીના નંબરે આવતા વિશ્વના અન્ય ધનિકો ભાગ્યેજ જાહેરમાં આનંદ લૂંટતા મળયા છે. ૨૭૮.૦૪ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા ઇલોન મસ્ક પછીના વિશ્વના સૌથી પૈસાદારોની યાદીમાં જેફ બિસોઝ (૨૦૭.૦૩ અબજ), બર્નાર્ડ આર્નોલ્ડ (૧૯૪.૦૨ અબજ ડોલર) વગેરેનો સમાવેશ થાય છે. 

આ બધામાં સૈાથી નાની ઉંમરના અને મજાકીયા ઇલોન મસ્ક સ્પેસ એક્સના ફાઉન્ડર પણ છે. વિશ્વનો સૌથી પૈસાદાર માણસ ઇલોન મસ્ક એવી મજાક કરે છે કે લોકો તેને મજાકીયો માલદાર કહે છે. સોશ્યલ નેટવર્ક પર તેે બહુ એક્ટિવ છે.

ટ્વિટર પર તેમના ૬૨.૫ મિલીયન ફોલોઅર્સ છે. જ્યારે બે દિવસ અગાઉ ઇલોન મસ્કે જોબ છોડવાની વાત કરી ત્યારે તેમના ફોલોઅર્સે તેમને નવી જોબ માટેના આઇડયા પણ આપ્યા હતા. જે બતાવે છે કે આ ફોલોઅર્સ રિસ્પોન્સીવ અને એક્ટીવ છે. ભારત સાથે ઇલોન મસ્કનું કનેક્શન ઇલેટ્રીક કાર અને સ્ટાર લીંકના કારણે છે. સ્ટાર લીંક મારફતે ભારતના દરેક ખૂણે ઇન્ટરનેટની સવલતો પહોંચાડવા માંગે છે. 

ગયા અઠવાડીયે કેલિફોર્નિયામાં તે નવી હેર સ્ટાઇલ સાથે જોવા મળ્યા હતા. ગુજરાતીમાં જેને આપણે વાટકા કટ હેર સ્ટાઇલ કહીએ છીએ એવી હેર સ્ટાઇલ વાળો તેમનો ચહેરો જોઇને સૌ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ સ્ટાઇલને રચનક ર્સરચું જાઅની કહે છે.

ફેલોરિડાના એક આર્ટ પ્રોગ્રામમાં તેમણે એન્ટ્રી મારી ત્યારે તેમની નવી હેરકટ ટોક એાફ ધ વર્લ્ડ બની ગઇ હતી. તે મિઆમી એર પોર્ટ પર પોતાના પ્રાઇવેટ જેટમાં ઉતર્યા ત્યારે લોકોની નજર નવી હેર સ્ટાઇલ પર પડી હતી. લોકો જ્યારે તેમને ઘેરી વળ્યા ત્યારે હેરકટ વિશે પૂછ્યું હતું ત્યારે હસતાં હસતાં પોતાના માથા પર હાથ ફેરવીને કહ્યું કે મેં મારી જાતે કાપ્યા છે. તેમની આ નિખાલસતા દરેકને સ્પર્શી ગઇ હતી. તેમના માથાના વાળ બંને બાજુએથી કાપેલા છે અને વચ્ચેથી એવી રીતે રહેવા દેવાયા છે કે ઉપર કાંસકો ફેરવી શકાય.

આ અબજો પતિ શોખીન જીવડો છે. જ્યારે ટેસ્લાની જાહેરાત માટેની તારીખ નક્કી થઇ ત્યારે તેમના માથે આગળના ભાગમાં ટાલ દેખાતી હતી. તેમણે તારીખ લંબાવી હતી અને કોઇને પણ  તેનું  કારણ બતાવ્યું નહોતું. તેમણે હેર ટ્રાન્સપ્લાંટ કરાવીને ટાલના ભાગે વાળ ઉગાડીને પછી ટેસ્લાની જાહેરાત કરી હતી. ત્યારે તેમના સ્ટાફને ખબર પડી કે તારીખ પાછી ઠેલવાનું કારણ આગળ દેખાતી ટાલ હતી.

ઇલોન મસ્ક કોઇ એક્ઝીક્યુટીવ સ્ટાઇલ નથી આપનાવતા. તાજેતરમાં તે નવી હેરસ્ટાઇલ સાથે ફ્લોરિડા પહોંચ્યા ત્યારે જીન્સ ટ્ર્રાઉઝરમાં દેખાયા હતા. અબજો પતિ લોકો સામાન્ય રીતે ધીર ગંભીર જોવા મળે છે જ્યારે આ માણસમાં એવો કોઇ ગુણ જોવા નથી મળતો.

અબજોપતિઓ સામાન્ય રીતે રિઝર્વ જોવામાં આવે છે. તે થોડા અતડાં સ્વભાવ વાળા હોય છે પરંતુ ઇલોન મસ્કે પોતાની સ્ટાઇલ સામાન્ય પૈસાદારની જેમ રાખીને જીવી રહ્યા છે.

એક વાર આ વિશ્વના સૌથી વધુ પૈસાદારે વિશ્વના ધનિકો પર વધુ ટેેક્ષ લાદવાની વાતો કરનારની મજાક ઉડાવી હતી. એક એવી વાત ચાલી હતી કે અબજો પતિઓ પર વધુ ટેક્ષ લાદવો જોઇએ. કોઇ અબજોપતિએ કોમેન્ટ નહોતી કરી પણ ઇલોન મસ્કે જાહેરમાં ટેક્ષની વાતોની મજાક ઉડાવી હતી.

ત્રણેક દિવસ અગાઉ ઇલોન મસ્કે પોતાની કંપનીના ૯૬૩ મિલીયનના સ્ટોક વેચીને એવી કોમેન્ટ કરી હતી કે હવે હું સીઇઓનુું પદ છોડીને નવરો રહેવા માંગું છું. તેમણે પોતાના માટેજ એવી કોમેન્ટ પાસ કરી હતીકે હવે મેં પૂરતા પૈસા કમાઇ લીધા છે માટે હું નિવૃત્તિ લઇ લઉં તો પણ વાંધો આવે એમ નથી. આ વાત રમૂજમાં ખપાવાઇ હતી પરંતુ હકીકત એ છે કે જો તે સીઇઓનું પદ છોડી દે તો સ્પેસ એક્સ અને ટેસ્લાનું કામ અટવાઇ પડે એમ છે. 

સોશ્યલ નેટવર્ક પર તેમની સાથે જોડાયેલા લોકો સ્વિકારે છેે આ માણસ ભલે વિશ્વનો સૌથી વધુ પૈસાદાર હોય પણ મજાકીયો માણસ છે. ગયા જાન્યુઆરીમાં તેમણે કહ્યું હતું કે મારે લાંબો સમય કામ કરવું છે અને નવા ઉધ્યોગ સાહસો કરવાના છે. 

એકવાર તેમણે કહ્યું હતું કે જો ટ્વિટર યુઝર્સ એગ્રી થાય તો  હું મારા દશ ટકા શેર્સ વેચી નાખું. ભારતમાં ટેસ્લા કારનું કારખાનું નાખવા તૈયાર થયેલા મસ્કે ડયુટી માફ કરવા સરકારને કહ્યું હતું જેની સાથે ભારતના કાર મેન્યુફેક્ચરરોએ વાંધો ઉઠાવ્યો હતો.  

સામાન્ય રીતે વિશ્વના અબજોપતિઓ બહુ મશ્કરા નથી હોતા અને પોતાની હેર સ્ટાઇલ જેવી બાબતો તેમજ તેમના શેર્સની બાબતો માં જાહેરમાં ચર્ચા કરવા પણ તૈયાર નથી હોતા ત્યારે ઇલોન મસ્કે પોતાના મશ્કરા સ્વભાવને લોકો સમક્ષ મુકીને નવો ટ્રેન્ડ ઉભો કર્ર્યોે છે.


Google NewsGoogle News