Get The App

વર્ક-લાઈફ બેલેન્સ દરેક મનુષ્યએ પોતાની મેળે નક્કી કરવાની બાબત

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
વર્ક-લાઈફ બેલેન્સ દરેક મનુષ્યએ પોતાની મેળે નક્કી કરવાની બાબત 1 - image


- સપ્તાહમાં વધુ કલાક કામ કરવાના સૂચનમાં કોઈ વિવાદ જણાતો નથી 

- કામદારો માટે દિવસના આઠ કલાકના કામનો કાયદો પ્રથમ જર્મનીમાં ૧૯૧૮માં આવ્યો હતો

વર્ક-લાઈફ બેલેન્સ દરેક મનુષ્યએ પોતાની મેળે નક્કી કરવાની બાબત 2 - image

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

જે લોકો મને વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે તેવા લોકોને હું માન આપુ છું. હું તેમના કેટલાક મંતવ્યો સાથે કયારેક સહમત થતો નથી હોતો, પરંતુ તેઓ મને વિચારવા અને ફેર-વિચાર કરવા પ્રેરે છે તેનો મને આનંદ છે. આવા લોકોની સંખ્યા બહુ નથી પરંતુ શ્રી. એન. આર. નારાયણન મૂર્તિ (એનઆરએન) અને શ્રી. એસ. એન. સુબ્રમણ્યન  (એસએનએસ) જેવા લોકો આપણી વચ્ચે છે તેનું આપણે ગર્વ લેવું રહ્યું. વિશ્વમાં તેમણે નામના મેળવી છે અને તેમની લાંબી અને અનેરી કારકીર્દિ દરમિયાન તેમણે પોતાના વિચારોમાં ગુણવત્તા વિકસાવી છે. લોકો એનઆરએન અને એસએનને સાંભળે છે અને પ્રતિસાદ પણ આપે છે જેમાં કેટલાક આક્રમક હોય છે.

વિશ્વના મતમતાંતર

એનઆરએન તથા એસએનએસ બન્નેને વારસામાં કોઈ સંપતિ મળી નહોતી. નિયમિત પગાર અથવા વેતન મેળવતા કર્મચારીઓ કે  ઔદ્યોગિક કામદારો પણ તેઓ  નથી.  તેઓ  કવોલિફાઈડ વ્યવસાયીક છે અને એન્જિનિયરોમાંથી પ્રથમ પેઢીના સાહસિકોમાં તેમનો સમાવેશ છે. તેઓ તેમના વેપારમાં થતા નફામાંથી હિસ્સો મેળવે છે. વિશ્વ માટે તેમના મતો  વારસદારો  (વારસાગત  શ્રીમંતો) તથા કર્મચારીઓથી વિભિન્ન છે. પરિણામે વર્ક-લાઈફ બેલેન્સ માટેના તેમના મતો પણ અલગ છે. 

વારસદારોએ પ્રારંભથી જ કામ કરવાની ફરજ પડતી નથી. તેમને અને વેપારમાં દરેકને જાણ છે કે, વારસદારો એક દિવસ ટોચના સ્થાને બેસી શકવાના છે. ડઝન જેટલા જુના પરિવારોને બાદ કરતા મોટાભાગના વારસદારોએ પોતાના મૂલ્ય અથવા સંપતિ પોતે ઊભી કરી હશે કે કેમ તેની મને શંકા છે. 

કમનશીબે કેટલાકે તો મૂલ્ય અને સંપતિ બને ગુમાવ્યા છે. ૧૯૯૧ પહેલાના અને આજના ટોચના દસ વેપાર ગૃહોની સરખામણી કરો. પ્રથમ પેઢીના વધુ સાહસિકોએ સંપતિ ઊભી કરી છે. કામદારો તથા કર્મચારીઓને સંબંધ છે ત્યાંસુધી મોટાભાગનાઓ તેમના પગાર તથા વેતન સાથે મતલબ રાખતા હોય છે. તેમને બહુ મોટી મહત્વકાંક્ષા હોતી નથી. સપ્તાહના કેટલા કલાક કામ કરવું જોઈએ તે અંગે એનઆરએન તથા એસએનએસના મત સામે ટિપ્પણી કરનારા મોટાભાગના વારસદારો અને કર્મચારીઓ છે. 

નિયમ સામાન્ય નથી

એનઆરએન સપ્તાહમાં ૭૦ કલાક જ્યારે એસએનએસ ૯૦ કલાક કામ કરવાની તરફેણ કરે છે. તેમના આ મત બાદ જોરદાર ચર્ચા ચાલુ થઈ છે પરંતુ તેમણે તેમાંથી પીછેહઠ કરવાનું નકારી કાઢયું છે. એસએનએસના એક વિડીયોમાં તેમણે જણાવ્યું છે કે ''મને દિલગીરી છે, કે હું તમને રવિવારે કામ કરવાની સૂચના આપી શકતો નથી પરંતુ જો  હું તે આપી શકતો હોત તો હું ખૂશ હોત.  હું પોતે રવિવારે કામ કરું છું. ''

ઔદ્યોગિક કામદારો માટે દિવસના આઠ કલાકના કામનો કાયદો પ્રથમ જર્મનીમાં ૧૯૧૮માં આવ્યો હતો. ત્યારપછી આઠ કલાક કામ, આઠ કલાક મોજશોખ તથા આઠ કલાક આરામ એ વૈશ્વિક ધોરણ બની ગયું છે. આમ આઠનો સારો ક્રમ બેસી ગયો  છે. જો કે આઠ કલાક મોજશોખ કોઈ કરતું નહીં હોય તે હું જાણું છું. આમ છતા આ મોજશોખમાં ખાવાનું, વાંચવાનું, રમતો રમવાની, કસરત કરવાની મુવી જોવાના વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હશે. આમ આ બધી પ્રવૃત્તિઓ માટે આઠ કલાક પૂરતા હોવાનું જણાતું નથી. 

મોટાભાગના ઔદ્યોગિક કામદારો એકના એક કામ કરતા હોય છે. થોડાઘણાં નવી સ્કીલ્સ કેળવે છે અને સ્નાતકો વધુ જટિલ કામગીરી કરે છે. જ્યારે ડેસ્કનું કામ પ્રચલિત બની ગયું છે ત્યારે માલિકોએ પણ ૮-૮-૮ના ધોરણનો સ્વીકાર કરી લીધો છે. મોટાભાગના ડેસ્ક કર્મચારીઓ પણ એકનું એક કામ કરી રહ્યા છે. માટે હું માનુું છું કે, મોટાભાગના કર્મચારીઓ તથા કામદારો માટે ૮-૮-૮ના ધોરણનો  સ્વીકાર કરવામાં કંઈક  સમજ રહેલી ં છે.  ઓટોમેશન, એઆઈ તથા રોબોટિકસના આગમન સાથે કામકાજના કલાકો ઘટી જશે. તેમણે વધુ કલાકો કામ કરવાનું રહેતું નથી પરંતુ તે માટે તેમની પાસે ટુલ્સ, ટેકનોલોજી તથા સિસ્ટમ્સની આવશ્યકતા રહે છે જેના આધારે તેઓ વધુ પ્રોડકટિવ બની શકે. હું માનું છું ત્યાંસુધી એનઆરએન અને એસએનએસના મત આવા કામદારો તથા કર્મચારીઓ માટે નહીં હોય.

આનાથી વિપરીત, ખેડૂતો ખાસ કરીને, સ્વરોજગાર ધરાવતા ખેડૂતો, ૮-૮-૮ના ધોરણને અનુસરતા નથી. કૃષિ કામમાં પ્રથમ આઠ કલાકને બદલે  દિવસના ૧૦થી ૧૨ કલાક  હોઈ શકે. આજરીતે ડોકટર, વકીલો, જજો, આર્કિટેકટસ, કલાકારો વગેરે દિવસના ૮ કલાક કામ કરતા નથી. હું એવા વ્યવસાયીકોને જાણું છું જેઓ દિવસના ૧૨ કલાક કામ કરે છે અને શનિવાર સુધી પણ ખેંચે છે અને કેટલાક કિસ્સામાં તો રવિવાર સુધી પણ કામ ખેંચાય છે. કેટલાક સફળ વ્યવસાયીકોએ જેમણે સ્વેચ્છાએ કામકાજના લાંબા કલાકોનો સ્વીકાર કર્યો છે તેમણે તેની સામે ફરિયાદ કરી છે.  માટે કથિત ધોરણ દરેક મનુષ્યને લાગુ પડે તેવો સમાન નિયમ નથી. 

આપમેળે સંશોધન

દિવસમાં લાંબા કલાક કામ કરવામાં મને આનંદ આવે છે, પરંતુ મારી કામકાજની વ્યાખ્યામાં વકાલત, સંસદીય કામ, વાંચન, લેખન, પ્રવચન, લોકોને સાંભળવા તથા સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપવી વગેરેનો સમાવેશ થાય છે. હું જ્યારે ઊંઘતો નથી હોતો તે સિવાયના દરેક કલાકો કામના કલાકો હોવાનું હું માનુ છું. વર્ક-લાઈફ બેલેન્સ દરેક મનુષ્યએ પોતાની મેળે નક્કી કરવાની બાબત છે અને હું ખૂશ છું કે મે તે શોધી કાઢી છે.

બહુબધી સફળતા હાંસલ કર્યા બાદ અને ટોચ પર પહોંચ્યા પછી મને લાગે છે કે એસએનએસ અને એનઆરએન ભારતીયોના કામકાજના લાંબા કલાકો માટે મત આપવા લાયક વ્યક્તિઓ છે. મને નથી લાગતુ કે તેની સાથે કોઈ નાણાંકીય વળતર જોડાયેલું છે જેવી રીતે કેટલાક લોકો ટીકા કરી રહ્યા છે. મેં એવા સફળ મહિલા અને પુરુષો જોયા છે જેમની પાસે સંપતિ  હોવા છતાં તેઓ સાદુ જીવન જીવે છે. મને લાગે છે કે એસએનએસ અને એનઆરએન મહત્વાકાંક્ષી  યુવા પેઢીને એવો સંદેશ આપવા માગે છે કે, લાંબા કલાકોના પ્રોડકટિવ વર્ક જ ખરા અર્થમાં દેશને સમૃદ્ધ બનાવી શકે છે અને લાખો લોકોના જીવનમાં સુધાર લાવી શકે છે. 

મારા મતે, આ બન્ને જણાએ વ્યકત કરેલા મતમાં કશું જ ખોટું નથી જે વિવાદિત બની શકે. તેમના શબ્દોમાં કંઈ હોય તો તે એ છે કે તેમણે લોકોને વિચારવા માટે પ્રોત્સાહિત કર્યા છે. જે વર્ક-લાઈફ બેલેન્સની શોધમાં કંઈ જ ખરાબ નથી. 


Google NewsGoogle News