AI પરના નિયંત્રણના કાયદામાં યુરોપના દેશો મોખરે, ચીન અમેરિકાનું પ્રભુત્વ ઉભું નહીં થવાદે

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
AI પરના નિયંત્રણના કાયદામાં યુરોપના દેશો મોખરે, ચીન અમેરિકાનું પ્રભુત્વ ઉભું નહીં થવાદે 1 - image


- AI ફ્રોમ આફ્રિકા ટુ ધ વર્લ્ડ એમ એટલા માટે કહેવાયું છે કે ગુગલે પહેલું રીસર્ચ સેન્ટર ધાનાના અકરા ખાતે ખોલ્યું હતું

-  હકીકત એ છે કે જેમ ઇન્ટરનેટનું ગવર્નેસ ચાલે છે એમ AIનું ગવર્નેસ ઉભું કરવું પડશે. AI પર નિયંત્રણના કાયદા બહુ આસાન નથી કેમકે એક તરફ AI નો ઉપયોગ કરીને ન્યૂસંસ ફેલાવનારા છે તો બીજી તરફ AI નો ઉપયોગ રોજીંદા જીવનને વધુ સમૃધ્ધ બનાવનારા છે..

વિશ્વના ડઝનબંધ દેશો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રને કાયદાના નિયંત્રણમાં લાવવા માટે ઉતાવળા બન્યા છે. વિશ્વમાં સૌથી પહેલા યુરોપીયન યુનિયન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને નિયંત્રણમાં રાખવા AI એક્ટ બનાવી શક્યું છે. યુરોપીયન યુનિયને તૈયાર કરેલા કાયદા કડક છે અને બે વર્ષના સમયમાં અમલી બની જશે. અનેક દેશો AI પર કાયદાનું નિયંત્રણ કરવાની તૈયારી કરી રહ્યા છે. AI પર કાયદાનું નિયંત્રણ લદાશે તો તેના વપરાશકારોને પ્રોડક્ટ સસ્તી મળી શકસે અને તેના ઉત્પાદકો પર નિયંત્રણ રાખી શકાશે.

AI જેટલા તબક્કામાંથી પસાર થાય છે તે બધાને કાયદાના નિયંત્રણ હેઠળ લાવવા જરૂરી બની ગયા હતા. વાચકોને ખ્યાલ હશે કે ઇન્ટરનેટને કાયદાના નિયંત્રણ હેઠળ લાવવાને ત્રણ દાયકા થયા છે. શરૂઆતમાં ઇન્ટરનેટ અમેરિકાના હાથમાં હતું. જમે જેમ તેનો વ્યાપ વધ્યો તેમ વિવિધ દેશો અમેરિકાની મોનોપોલી તોડવા માંગતા હતા. લાંબી મથામણ બાદ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશનને હવાલો સોંપાયો હતો. ત્યારબાદ ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર એસાઇન નેમ એન્ડ નંબર્સ (ICANN) ને હવાલો સોંપાયો હતો.

આજે મહત્વની દ્રષ્ટીએ ઇન્ટરનેટ કરતાં AI આગળ નીકળી ગયું છે કેમકે તે આમૂલ પરિવર્તન કરી શકે છે. તે કારણેજ  વિશ્વના દેશો તેના પર પ્રભુત્વ મેળવવા મથી રહ્યા છે. AIના વહિવટ માટે ચીન સંયુક્ત રાષ્ટ્રસંઘને ટેકો એટલા માટે આપે છે કે તે અમેરિકાનું પ્રભુત્વ AI પર ઉભું થાય એમ નથી ઇચ્છતું.

અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણીમાં પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો મુદ્દો ગાજ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરીસના AI પરની નિતી જાણવાના પ્રયાસો થઇ રહ્યા છે. AI હવે જ્યારે રોજીંદા વપરાશની ચીજો પર પણ પ્રભાવ પાડવા લાગ્યું હોવા છતાં અમેરિકાના મતદારોને તે ચૂંટણી મુદ્દો લાગતો નથી એમ લાગી રહ્યું છે પરંતુ અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ AIની નિતી કેવી હશે તેના વિચાર બંને ઉમેદવારો પાસે જાણવા માંગે છે.

ગયા વર્ર્ષેે પ્રમુખ બાઇડને ગ્લોબલ સમિટમાં વિશ્વભરના ટેકનોલોજીસ્ટોને કહ્યું હતું કે AIના પગલે વપરાશકારોની સેફ્ટી જોખમાય નહીં તે સંદર્ભે ઓર્ડર પાસ કર્યો હતો. ત્યારે હેરીસ વાઇસ પ્રસિડેન્ટ હતા. સામે છેડે ટ્રમ્પ બાઇડનનો ઓર્ડર કેન્સલ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. કહે છે કે ટ્રમ્પ બાઇડને સાઇન કરેલી AI નિતી માટેનો ઓર્ડર રદ કરી દેવાના છે. કેટલીક આઇટી કંપનીઓના પ્રભાવ હેઠળ ટ્રમ્પ નિર્ણય લેશે એમ મનાય છે. 

AI પર નિયંત્રણ મુકવા માટેના ચોક્કસ આઇડયા યુરોપીયન સંધ પાસે છે પણ અમેરિકા હજુ પેટ ખોલીને વાત નથી કરતું. બાઇડન કોઇ નિર્ણય લે તે પહેલાં ચૂંટણી આવી ગઇ છે. 

AI પર નિયંત્રણ આવશે અને તે માટેના કાયદા ધડાશે ત્યારે તે માટેની ટ્રેનીંગ માટે મોટા પ્રમાણમાં ડેટાની જરૂર પડશે. 

ચીન શું કરવા માંગે છે તે કોઇને જાણવા મળતું નથી. યુરોપના દેશો અને અમેરિકા સાથે તે સંમત થાય એમ લાગતું નથી. AI ફ્રોમ આફ્રિકા ટુ ધ વર્લ્ડ એમ એટલા માટે કહેવાયું છે કે ગુગલે પહેલું રીસર્ચ સેન્ટર ધાનાના અકરા ખાતે ખોલ્યું હતું.

વિશ્વના અનેક બિઝનેસ ગૃપ મોડલ વાપરવા માંગે છે પરંતુ ચોક્કસ નિતીના અભાવે અટવાયા  કરે છે. મોડલ બનાવનારા મોટા ભાગે અમેરિકામાં છે જ્યારે તેના વપરાશકારો વિશ્વભરમાં પથરાયેલા છે.

હકીકત એ છે કે જેમ ઇન્ટરનેટનું ગવર્નેસ ચાલે છે એમ AIનું ગવર્નેસ ઉભું કરવું પડશે. AI પર નિયંત્રણના કાયદા બહુ આસાન નથી કેમકે એક તરફ AIનો ઉપયોગ કરીને ન્યૂસંસ ફેલાવનારા છે તો બીજી તરફ AIનો ઉપયોગ રોજીંદા જીવનને વધુ સમૃધ્ધ બનાવનારા છે.

અહીં કમનસીબી એ છે કે જેમ ઇન્ટરનેટની શરૂઆતમાં અમેરિકાનો તેના પર પ્રભાવ હતો એમ AIમાં પણ અમેરિકાનો પ્રભાવ જોવા મળશે. તેમ છતાં દરેક દેશ AIના દુરૂપયોગથી ત્રસ્ત છે માટે તેને કાયદાના નિયંત્રણ હેઠળ લાવવા તૈયાર થયા છે. 

જોકેે હજુ તેના માટેની કોઇ બલ્યૂ પ્રિન્ટ તૈયાર નથી કરાઇ.


Google NewsGoogle News