ખાલી હૈ વો વર્દી વાલો કા સીટ હૈ ક્યા ?
ઇન્ટરનેટ પર આ ડાયલોગ બહુ ચાલી રહ્યો છે. રેલ્વેના એક ટીકીટ ચેકરે એ.સી રિઝર્વ કોચમાં મફતમાં પ્રવાસ કરી રહેલા એક પોલીસને પકડયો હતો.
ટીકીટ ચેકરે જોયું કે ખાખી યુનિફોર્મમાં એર પોલીસ એ.સી રિઝર્વ કોચમાં બેસી ગયો હતો. પોલીસને હતું કે તેની પાસે ચેકર નહીં આવે પરંતુ તેની પાસે ટીકીટ પણ મંગાઇ અને આગલા સ્ટેશને ઉતારી પણ દેવાયો. ઇન્ટરનેટ પર ચેકરની પ્રશંસા થઇ રહી છે.
કાશ્મીરની ખીણમાં દારૂબંધીની વાતો
કાશ્મીરમાં પીધેલા પ્રવાસીઓના ડ્રાઇવીંગના કારણે અકસ્માતો વધી રહ્યા છે. કેફી દ્રવ્યોનું સેવન પણ મોટા પ્રમાણમાં વધ્યું છે. આજથી શરૂ થઇ રહેલા બજેટ સત્રમાં દારૂબંધી પર ચર્ચા કરવા અનુરોધ કરાયો છે. જમ્મુ કાશ્મીરમાં વાઇનની જાહોરાતો, તેના વેચાણ અને તેના સેવન પર પ્રતિબંધ માટે માગણી કરાશે.
ઇન્ડિગો ઇન્ટરનેશનલ નેટવર્ક વધારશે
ઇન્ડિગો તેનું ઇન્ટનેશનલ નેટવર્ક વધારવા ત્રણ નવા જેટ લીઝ પર લેવા વિચારી રહ્યું છે. દિલ્હીથી બેંગકોકની ફ્લાઇટની જાહેરાત ઇન્ડિગોેએ કરી હતી તેની સાથે બોઇંગ ૭૮૭-૯ ને પોતાની ફ્લાઇટોમાં સમાવવાની જાહેરાત પણ કરી હતી. હજુ તે બીજા ત્રણ જેટ લીઝ પર લઇ રહ્યું છે.
AI જોબ કાપશે નહીં, નવી ઉભી કરશે
ટેલેન્ટ કલેક્ટ ઇન્ડિયામાં લીંકડીનના ઇન્ડિયા કન્ટ્રી હેડ રૂચી આનંદે કહ્યું હતંુ કે આર્ર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ કોઇની જોબ પર તરાપ નહીં મારે પણ નવી જોબ ઉભી કરશે. તેમણે કહ્યું હતું કે જોબ માર્કેટમાં પણ ભાર મુકાશે પરંતુ તેને ઓપરેટ કરવા પણ નિષ્ણાતોની જરૂર પડવાની છે. કેરીયર ડેવલોપમેન્ટ પાછળ લીંકડીન ધ્યાન આપી રહ્યું છે.