વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ 227.9 મીલીયન ડોલર
ભારતના ટોચના ૨૫ સેલિબ્રીટીની બ્રાન્ડ વેલયૂ પર નજર કરીયે તો ૨૨૭.૯ મિલીયન સાથે વિરાટ કોહલી ટોપ પર છે. આ ૨૫ સેલિબ્રીટીની કુલ બ્રાન્ડ વેલ્યૂ ૧.૯ અબજ ડોલરની છે. ગયા વર્ષ કરતાં તેમાં ૧૮ ટકાનો ઉછાળો આવ્યો છે.
ક્રિકેટ ગ્રાઉન્ડમાં બોલરોને આંખે દમ લાવી દેનાર વિરાટે બોલિવૂડની સેલિબ્રિટીને પાછળ ધકેલીને પોતાને નંબર વનના સ્થાન પર મુકી દીધી છે ૨૦૩.૧ મિલીયન ડોલરની બ્રાન્ડ વેલ્યૂ ધરાવનાર બોલીવૂડના રનવીર સિંહ બીજા નંબરે છે. ૧૨૦.૭ મીલીયન ડોલર સાથે શાહરૂખ ખાન ત્રીજા નંબરે છે તો જ્યારે ચોથે ૧૧.૭ મીલીયન સાથે અક્ષય કુમાર આવે છે.
આલિયા ભટ્ટ ૧૦૧.૧ મીલીયન ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સાથે પાંચમા નંબરે આવે છે. કેટલીક અભિનેત્રની માર્કેટ વેલ્યૂ વધી છે. જેમકે કેરા અડવાની ૧૬ નંબર પરથી આગળ વધીને ૧૨ નંબર પર પહોંચી છે. કેટરીના કેફ પણ પાંચ વર્ષ પછી ટોપની બ્રાન્ડવાળી અભિનેત્રીઓની યાદીમાં આવી છે.