Get The App

કાચબાની પીઠની ડિઝાઇ અને કલર જેવા નખ

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
કાચબાની પીઠની ડિઝાઇ અને કલર જેવા નખ 1 - image


ફેશનની દુનિયામાં સતત નવું આવતું રહે છે. આજકાલ નખ રંગવાનો નવો ટ્રેન્ડ  ઉભોે થયો છે જેમાં કાચબાની પીઠ જેવો કલર અને તેવી ડિઝાઇન નખ પર પાડવામાં આવે છે. હાથ તથા નખની સંભાળ રાખનારા મનીક્યુરીસ્ટ સામે કાચબો રાખીને તેની પીઠના રંગ અને ડિઝાઇન જેવા નખ રંગી આપે છે.

કાચબાની પીઠની ડિઝાઇ અને કલર જેવા નખ 2 - image

નો ટ્રાઉઝર્સ ટયુબ રાઇડ

 લંડનના સબવેના પેસેન્જરો દર વર્ષે નો ટ્રાઉઝર્સ ટયુબ રાઇડ ઉજવે છે જેમાં પેસેન્જરો ટ્રાઉઝર (પેન્ટ) પહેર્યા સિવાય ટ્રેનમાં પ્રવાસ કરે છે. થોડું વિચિત્ર લાગતી આ વાતમાં યુવતીઓ પણ જોડાય છે. જે વટભેર ટ્રાઉજર વિના આવે છે. જેના કારણે રમૂજ અને મૂંઝવણ બંને એક સાથે જોવા મળે છે. ખુલ્લા પગ રાખીને આવતા પ્રવાસીઓનો મુખ્ય આશય રમૂજ ફેલાવવાનો હોય છે. ૨૦૦૨માં ન્યુયોર્ક ખાતે આ આઇડયાનો જન્મ થયો હતો.

કાચબાની પીઠની ડિઝાઇ અને કલર જેવા નખ 3 - image

ફિઝનું પેમેન્ટ ૩,૯૦૦ કરોડ બાકી

તેલંગાનાની સરકારે સોફ્ટ ડ્રીંક્સ બનાવતી કંપની કિંગફિશરની બ્રાન્ડ ફીઝને ૩,૯૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા નથી માટે હવે ફીઝ તેલંગાણામાં જોવા નહીં મળે. યુનાઇટેડ બ્રેવરીસ હસ્તકની બીયર જાયન્ટ હવે તેલંગાણામાં  નહીં વેચાય. કંપનીએ કહ્યું હતું કે ફેબુ્રઆરીથી ઓગષ્ટ ૨૦૨૪ સુધીના સમયનું ૩,૯૦૦ કરોડનું પેમેન્ટ બાકી બોલે છે અને રાજ્ય સરકાર પેમેન્ટ આપવા ઠાગાઠૈયા કરે છે. 


Google NewsGoogle News