Get The App

ટ્રમ્પ, ટેરિફ અને ટ્રેડવોર .

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પ, ટેરિફ અને ટ્રેડવોર                      . 1 - image


- ૨૦ જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ એમેરિકાના પ્રમુખ પદે શપથ લેશે પછી કેવા કડક નિર્ણયો લેશે તે પર વિશ્વના બિઝનેસ સર્કલની નજર

- અમેરિકા સાથે કોઇ સંબંધો બગાડવા તૈયાર નથી. ભારત અમેરિકા સાથેના સંબંધોનો લાભ ઉઠાવવા માંગે છે માટે તે ટેરિફ વિવાદને બહુ આગળ નહીં વધવા દે. ભારતથી અમેરિકા માલ મોેકલતી કંપનીઓએ અત્યારથીજ સરકારને ચોક્કસ વ્યૂહ રચના તૈયાર કરવા કહ્યું છે 

-  દરેક દેશ ટ્રમ્પના ટેરિફના સપાટાથી ટેન્શનમાં છે. અનેક દેશો અમેરિકા માલ એક્સપોર્ટ કરે છે અને ઇમ્પોર્ટ પણ કરે છે. જે ઝનૂનથી ટ્રમ્પ વિશ્વના બિઝનેસ ક્ષેત્રને ઉથલપાથલ કરવા માગે છે તે જોતાં દરેક ચેતીને ચાલી રહ્યા છે

- એવું પણ નથી કે  ટ્રમ્પની ધમકીથી દરેક દેશો ડરી ગયા છે. એક સમય હતો કે જ્યારે લોકો અમેરિકાની ધમકીને વશ થતા હતા પરંતુ હવે અનેક પ્રોડક્ટ એવી છે કે જે અમેરિકા નથી બનાવતું અને આ મહાસત્તા કેટલીક પ્રોડક્ટ પર અન્ય દેશો માટે આધારીત છે  

૨૦૨૫ના પ્રારંભથીજ ભારતના અમેરિકા સાથેના વેપાર વ્યવસાય સામે ખતરો ઉભો થયેલો છે. અમેરિકા ફર્સ્ટનો ચીપીયો પછાડીને ચૂંટણી જીતનાર ૨૦ જાન્યુઆરીએ શપથ લે તે પહેલાંતો તેમણે અમેરિકા સાથે બિઝનેસ કરતાં તમામ દેશોને ચેતવી દીધા છે કે અમેરિકા કોઇની સાડાબારી રાખ્યા વગર ટેરિફ નામનું શસ્ત્ર ઉગામી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લે તે પહેલાં પોતે કેવા પગલાં ભરશે તેની વાતો  ધમકી ભર્યા સૂરમાં કરી રહ્યા છે. નાના દેશો તો ટ્રમ્પને અત્યારથીજ સરંડર થઇ ગયા છે જ્યારે ભારત તેલ જુુવે છે,તેલની ધાર જુવે છે.

એટલેજ નવા વર્ષને અહીં ટ્રમ્પ,ટરિફ અને ટ્રેડવાર સાથે સાંકળવામાં આવ્યું છે. ભારતને ટેરિફના સપાટાથી દુર રાખવામાં આવશે એવી ભ્રમણામાંથી ભારતના સત્તાવાળાએા બહાર આવી ગયા છે.

દરેક દેશ ટ્રમ્પના ટેરિફના સપાટાથી ટેન્શનમાં છે. અનેક દેશો અમેરિકા માલ એક્સપોર્ટ કરે છે અને ઇમ્પોર્ટ પણ કરે છે. જે ઝનૂનથી ટ્રમ્પ વિશ્વના બિઝનેસ ક્ષેત્રને ઉથલપાથલ કરવા માગે છે તે જોતાં દરેક ચેતીને ચાલી રહ્યા છે.

અમેરિકા સાથે કોઇ સંબંધો બગાડવા તૈયાર નથી. ભારત અમેરિકા સાથેના સંબંધોનો લાભ ઉઠાવવા માંગે છે માટે તે ટેરિફ વિવાદને બહુ આગળ નહીં વધવા દે. ભારતથી અમેરિકા માલ મોેકલતી કંપનીઓએ અત્યારથીજ સરકારને પાસે ચોક્કસ વ્યૂહ રચના તૈયાર કરવા કહ્યું છે કેમકે ભારતના બિઝનેસ મેન માને છે કે જો ટ્રમ્પ ચીનથી આવતી ચીજો પર ઉંચી ટેરિફ લાદશે તો તેનો સીધો લાભ ભારતને થઇ શકે છે. 

હવે તો ઇન્ડિયા મીન્સ બિઝનેસ બની ગયું છે. ભારતના એક્સપોર્ટરો માને છેકે ટેરિફનો વિવાદ બિઝનેસને નુશાન કરી શકે છે. 

ભારતના વડાપ્રધાન મોદીને માય ફ્રેન્ડ મોદી કહીને ટ્રમ્પ ભલે સંબોધતા હોય પરંતુ ટ્રમ્પની નજરમાં ભારત વર્ષોથી વધુ ઉંચી ડયુટી લેનારો દેશ છે. એક સમયે તેમણે ભારતને ડયૂટી હંગ્રી દેશ ગણાવ્યો હતો. ભારત પણ જાણે છેકે ટેરિફ બાબતે ટ્રમ્પ કોઇની પણ શરમ ભરે એમ નથી.

અમેરિકા માલ મોકલતા ભારતના એક્સપોર્ટરોએ સરકારને કોઇ વ્યૂહ રચના બનાવવા કહ્યું છે.  કેટલાક મુદ્દે ટ્રમ્પ પાણી પહેલા પાળ બાંધી રહ્યા છે. જેમકે બ્રિક્સ દેશો વિશ્વમાં ડોલરની સુપ્રીમસી તોડવા પ્રયાસ કરવાની ગંધ આવતાંજ ટ્રમ્પે તેમને ખુલ્લી ધમકી આપી હતી કે અમેરિકામાં આવતા બ્રિક્સના દેશોના માલ પર ૧૦૦ ટકા ડયૂટી લાદશે. જો આવું થાય તો બ્રિકસ દેશોની નિકાસનો મોટો ફટકો પડે એમ છે. બ્રિક્સના સંગઠનમાં નવા દેશો જોડાવાના હતા, જેમાં મોખરે સાઉદી અરેબીયા હતું. ફેબુ્રઆરીમાં તેની જાહેરાત પણ થવાની હતી પરંતુ ટ્રમ્પે લાલ આંખ બતાવતાંજ સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે અમે બ્રિક્સમાં જોડાવોનો નિર્ણય હાલ પુરતો પડતો મુક્યો છે. 

બ્રિક્સમાં રશિયા સર્વોપરી હોવા છતાં ટ્રમ્પે દમ મારતાં સાઉદી એરેબિયાએ રશિયાને લખીને આપ્યું હતું કે અમારે બ્રિક્સમાં જોડાવું નથી.  ટેરિફ નામનું શસ્ત્ર કંઇ બ્રહ્માસ્ત્ર નથી. દરેક દેશ અમેરિકાથી ડરે એવા પણ નથી. બ્રિક્સ દેશોમાં ભારતનો પણ સમાવેશ છે.

પોતાને બ્રિક્સમાં જોડાવું નથી એવો પત્ર પણ સાઉદી અરેબિયાએ જાહેર કરી દીધો હતો. કહે છે કે આ ટ્રમ્પની પહેલી જીત હતી.સાઉદી અરેબિયાના પ્રિન્સ સલમાન બહુ બાહોશ છે. તે જાણે છેકે ઓઇલની ડિમાન્ડ ધટી રહી છે માટે તો પોતાના દેશને અન્ય વ્યવસાય તરફ વાળવા માંગે છે. કહે છે કે તે સાઉદી અરેબિયાને ફાયનાન્સિયલ કેપિટલ બનાવવા માંગે છે અને તે માટે અમેરિકાની મદદ જરૂરી બનશે. 

એવું પણ નથી કે  ટ્રમ્પની ધમકીથી દરેક દેશો ડરી ગયા છે. એક સમય હતો કે જ્યારે લોકો અમેરિકાની ધમકીને વશ થતા હતા પરંતુ હવે અનેક પ્રોડક્ટ એવી છે કે જે અમેરિકા નથી બનાવતું અને આ મહાસત્તા  કેટલીક પ્રોડક્ટ માટે અન્ય દેશો પર આધારીત છે.  આ શક્તિશાળી દેશને તેના માટે યરોપના દેશો પર નિર્ભર રહેવું પડે છે.

કેટલીક ટેકનોલોજીમાં યુરોપના દેશો અમેરિકા કરતાં આગળ છે. લકઝરી આઇટમોનું હબ યુરોપ છે. નવી ફેશનો અને ક્રિયેટીવ લકઝરી આઇટમોનું જનક યુરોપ છે. યુરોપના દેશોની વસ્તી ઓછી છે પણ નવી ફેશનોનો ઉદય આવા દેશોમાંથી થાય છે. 

  યુરોપના દેશોને તો ટ્રમ્પ બરાબરના દબાવી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે જો યુરોપ વધુ ઓઇલ નહીં ખરીદે તો એમે તેના પર ટયૂટીનો મારો ચલાવીશું. આયાત નિકાસ વચ્ચેની ખાધ જેેટલી હોય એટલું ઓઇલ ખરીદીને યુરોપે પુરી કરવી પડશે એમ ટ્રેમ્પે કહ્યું છે. યુરોપે અમેરિકા મોકલેલા માલની કિંમત ૫૫૩.૩ અબજ ડોલર છે જ્યારે ઇમ્પોર્ટ કરેલા માલની કિંમત ૩૫૦.૮ અબજ ડોલર છે. આમ ખાધ ૨૦૨.૫ અબજ ડોલર છે. ટ્રમ્પનું ગણિત એવું છે કે યુરોપે તેની પાસેથી આટલી રકમનું ઓઇલ ખરીદવું પડશે.

 વિદાય લઇ રહેલા પ્રમુખ બાઇડને પણ કહ્યું છે કે ટ્રમ્પે ટેરિફ બાબતે પોતાનો નિર્ણય બદલવો જોઇએ. જેમની સાથે વર્ષોથી સંબંધો છે તેની સાથેના વેપાર વ્યવસાય બગડે તેવા પગલાં ના લેવા જોઇએ.જોકે ટ્રમ્પ હવે કોઇનું માનવા તૈયાર નથી. તેમના સલાહકાર ઇલોન મસ્ક જેવા વિશ્વના સૌથી વધુ પૈસાદાર લોકો છે. તેમના માટે બિઝનેસની સાથે અમેરિકાનું વર્ચસ્વ ઉભું કરવું મહત્વનું છે. ટ્રમ્પ માને છે કે પોતે વિશ્વના બિઝનેસમાં સુપ્રીમ ઓથોરીટી છે અને એમેરિકા કહેશે તેમ અન્ય દેશો કરશે પરંતુ ટ્રમ્પનો આ ભ્રમ વહેલો તૂટે એમ  છે.

ટ્રમ્પના ટેરિફ વિવાદને નાણા પ્રધાન નિર્મલા સીતારામન બીજી રીતે જોઇ રહ્યા છે. દેશના એક્સપોર્ટરો સાથે પ્રી બજેટ કન્સલટેશન દરમ્યાન નાણા પ્રધાને કહ્યું હતું કે ચીનનો નજીકનો પ્રતિસ્પર્ધી ભારત છે. જો અમેરિકા ચીનના માલ પર ડયૂટી નાખશે તો ચીન એક્સપોર્ટ કરવાનું બંધ કરશે અને એમ થશે તો ભારત માટે ૨૫ અબજ ડોલરના સામાન એક્સપોર્ટ કરવાની બારી ખુલી જશે. આ વાત ભલે જો અને તો વચ્ચે  અટવાયેલી હોય પરંતુ ભારત તેને નવી તક માનીને રાહ જોઇ રહ્યું છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને નાણાપ્રધાને એક્સપોર્ટના વિકાસ માટે ૭૫૦ કરોડની સ્કીમ સૂચવી હતી.


Google NewsGoogle News