Get The App

એગ્રી કોમોડિટીઝમાં મંદીના માહોલથી વેપારમાં કરોડોના નુકસાનની ભીતિ

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
એગ્રી કોમોડિટીઝમાં મંદીના માહોલથી વેપારમાં કરોડોના નુકસાનની ભીતિ 1 - image


- કોમોડિટી કરંટ

- બુલિયનમાં લાલચોળ તેજી  છતાં વપરાશમાં વિશ્વમાં નંબર વન ભારત

કોમોડિટી સેક્ટરમાં બુલિયન કોમોડિટીમાં લાલચોળ તેજી છલકી રહી છે જ્યારે એગ્રો કોમોડિટીમાં મંદીના માર નીચે દબાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદી બજારમાં ગજબની તેજીની રફતાર સતત આગળ વધી રહી છે. જ્યારે બીજી તરફ કૃષિ એગ્રી કોમોડિટીઝ બજારમાં મોટા ભાગની ચીજોમાં મંદી છવાઈ છે. માલોના પુરવઠા સામે માંગ નબળી રહેતાં કૃષિ હાજર તથા વાયદા બજારો સતત તૂટી રહી છે. આ ઉપરાંત આ વર્ષે સારા ચોમાસાને કારણે ભેજનું સારું પ્રમાણ અને પાકને અનુકૂળ ઠંડી તથા વાતાવરણ છેલ્લા તબક્કા સુધી ઉત્તમ રહેતાં કૃષિ ઉત્પાદન પણ અપેક્ષા કરતા વધુ રહે તેવી હાલમાં ગણત્રી ચાલી રહી છે જેના કારણે બજારોમાં મંદીનો ભય વેપારી વર્ગને સતાવી રહ્યો છે. ફેબુ્રઆરી- માર્ચથી શરૂ થતી રવિ પાકોની સીઝનમાં નવી આવકોના માલો હાજર બજારમાં શરૂ થઈ ગયા છે. મસાલા, દાળો, અનાજ, તેલીબીયા સહિત મોટા ભાગની ચીજોના ભાવો તળિયે જતા ખેડૂત વર્ગ પણ ચિંતામાં મુકાયો છે. ગત સીઝનમાં જીરાના પ્રતિમણે ૧૨૦૦ રૂપિયાની હાઇરેલના ભાવોની બજાર સમગ્ર વર્ષ દરમિયાન તૂટી- તૂટીને હાલમાં ૩૫૦૦થી ૩૮૦૦ની નીચે સરકી રહી છે. જીરા વાયદા બજારમાં પ્રતિ ક્વિન્ટલે રૂા. ૨૦૦૦થી નીચે જાય તેવી સંભાવના તેજ છે. જીરામાં અત્યારે નિકાસ માંગ બહુ ઓછી છે. ચાઇના- વિયેટનામમાં લુનારની રજાઓ પૂરી થયા બાદ તથા ગલ્ફની માંગ નીકળે તો તૂટતી બજારને સપોર્ટ મળે તેમ છે. હાલમાં ચાલતી નિકાસ માટે જીરાનો પુરવઠો પર્યાપ્ત હોવાનું ચર્ચામાં છે. ખેડૂતો પાસે વીસેક લાખ ઉપરાંતનો જીરાનો માલ સ્ટોક હોવાનું અનુમાન છે. નવો પાક પણ ગત સીઝન જેટલો આવે તેવી ધારણાઓ હાલના પાકને અનુમાન છે. નવો પાક પણ ગત સીઝન જેટલો આવે તેવી ધારણાઓ હાલના પાકને અનુકૂળ રહેલા વાતાવરણને લીધે ચર્ચામાં છે. વૈશ્વિક બજારમાં પણ ભારતીય જીરાના ભાવો સૌથી સસ્તા છે. પ્રતિ ટને ૩૦૫૦ ડોલર આસપાસ છે. જે ચીનના માલ કરતા ૨૫૦થી ૩૦૦ ડોલર નીચા છે. ગત વર્ષની જીરાની નિકાસમાં નોંધપાત્ર વધારો થતાં લગભગ દોઢેક લાખ ટન સુધી નિકાસ પહોંચી છે.

જીરાની સાથે સાથે ધાણામાં પણ મંદીનો માહોલ છે. ધાણાની નવી આવકો સૌરાષ્ટ્રના બજારમાં શરૂ થઈ ગઈ છે. ધાણા વાયદો પણ ઘટાડા તરફી રહેતાં ભાવો ૮૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી નીચે તરફ આગળ વધી રહ્યા છે. ઊંઝા માર્કેટમાં ઇસબગુલની બજાર પણ છેલ્લા એક મહિનામાં પ્રતિ ક્વિન્ટરે ૭૦૦થી ૧૦૦૦ રૂપિયા તૂટી ગઈ છે. ઇસબગુલની નીચી બજારને કારણે વાવેતરમાં પણ ૧૨થી ૧૫ ટકાનો ઘટાડો થયો છે. ઊંઝા બજારમાં ઇસબગુલની આવકો સામે વેપાર વધુ થઈ રહ્યા છે. હાલમાં પ્રતિ મણે રૂા. ૨૨૦૦થી ૨૫૦૦ની રેન્જમાં જનરલ બજારો છે. મસાલાની સાથે દાળો તથા અનાજ બજારોમાં પણ મંદી છવાઈ છે. દાળોમાં મંદીને બ્રેક મારવા માટે સરકાર એક્શનમાં આવી હોય વકી છે. જેમ કે મસુરની દાળ વિદેશથી આયાત કરવા માટે ૩૧ માર્ચ સુધી ડયુટી ફ્રી હતી જે આગામી સમયમાં ડયુટી ફ્રી ઇમ્પોર્ટ નિયમ સરકાર રદ કરી શકે તેવી ધારણા છે. હાલમાં મસુર દાળની બજાર ટેકાના ભાવ ૬૭૦૦ કરતા પણ નીચે ચાલી રહી છે. હવે વિદેશથી આયાત માલ ઉપર ડયુટી લાગે તો આયાત ઓછી થતાં સ્થાનિક સ્તરે ખેડૂતોને ફાયદો થાય તેમ છે. વર્ષે દહાડે ૪૦ ટન દાળોની જરૂરિયાત રહે છે.

બીજી તરફ બુલિયન કોમોડિટી સેક્ટરમાં સોના- ચાંદી બજારોમાં લાલચોળ તેજી છવાઈ છે. જ્યારથી ટ્રમ્પે સત્તાગ્રહણ કરી છે ત્યારથી બુલિયન સેક્ટરમાં ખરીદનો પ્રવાહ વધેલ છે. ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિ તેમજ ટેરિફ વધારાને કારણે ગ્લોબલ ઇકોનોમીમાં અનિશ્ચિતતાનો માહોલ ઉભો થતાં રોકાણકારોનો વર્ગ સુરક્ષિત રોકાણ સોના તરફ ફંટાયો છે. આ વર્ષે લગભગ આઠેક હજારના વધારા સાથે સોનાના ભાવો પ્રતિ ૧૦ ગ્રામે રૂપિયા ૮૫,૦૦૦ અને ચાંદીના ભાવો ૯૬૦૦૦ની સપાટી પાર કરતા બજારમાં લાલચોળ તેજી છવાઈ છે. વર્ષ ૨૦૨૪માં સોનામાં ૨૮ ટકાનો અને ૨૦૨૫માં ૧૧ ટકાનો વધારો થયો છે. કિંમતો વધવાની સાથે ડિમાન્ડમાં પણ ઉછાળો થતાં કુલ વપરાશ ૮૦૦ ટનને પાર કરતા ચીન કરતા ભારત આગળ નીકળી ગયું છે. ભારત હવે દુનિયામાં સોનાનો વપરાશ કરનાર સૌથી મોટો દેશ બની ગયો છે. ઉંચા ભાવોને કારણે સોનાની આયાતમાં ઘટાડો થયો છે. પરંતુ રિસાઇકલ તથા ઘરેલુ સપ્લાય વધતા વપરાશ પણ સતત વધી રહ્યો છે. વૈશ્વિક ટ્રેડિંગ અનિશ્ચિતતાને કારણે સોના-ચાંદીમાંહજી તેજી વધશે તેવી વકી છે.



Google NewsGoogle News