સાડા ત્રણ અબજ ડોલો વેચાઇ ...400 કરોડની કમાણી
કોરોના કાળમાં લોકજીભે બે દવાઓના નામ ચઢી ગયા હતા. એક હતું રેમડેસીવીર ઇન્જેક્શન અને બીજું હતું ડોલો ટેબ્લેટ. ડોલો ટેબલેટ તાવ શરદીમાં અસરકારક સાબિત થઇ રહી છે. ડોલો એટલે પેરાસિટામોલ.
ડોલો ૬૫૦ અને પેરાસિટામોલ ૬૫૦માં કોઇ ફેર નથી. બંનેનો ઉપયોગ એક સરખો છે પરંતુ લોક જીભે ડોલોનું નામ વધુ ચઢેલું છે. કોરોના કાળ ડોલોને ફળ્યો છે. ૨૦૨૦માં કોરોના કાળમાં સાડા ત્રણ અબજ ડોલો વેચાઇ હતી અને તે બનાવતી બેંગલુરૂની માઇક્રેા લેબ કંપનીએ એક વર્ષમાં ૪૦૦ કરોડ રૂપિયા કમાઈ લીધા હતા. જોકે તેની આ કમાણી પર ઇન્કમટેક્ષ વાળાની નજર પડી ગઇ હતી. કંપનીની ૪૦ લોકેશન પર ૨૦૦ ઓફિસરો તૂટી પડયા હતા. ડોલોએ વેચાણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. સોશ્યલ મિડીયા પર પણ ડોલો ધૂમ મચાવતી હતી.