Get The App

સરદાર પટેલના કાર્યો અને સિદ્ધાંતો પ્રવર્તમાન શાસકોએ અપનાવવા જરૂરી

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
સરદાર પટેલના કાર્યો અને સિદ્ધાંતો પ્રવર્તમાન શાસકોએ અપનાવવા જરૂરી 1 - image


- લોકાભિમુખ માર્ગદર્શન -  એચ.એસ. પટેલ IAS (નિ.)

- કાયદાનું શાસન સ્થાપવા સરદાર પટેલને અનુસરવા જરૂરી

ગત ૩૧ ઓક્ટોબર-૨૦૨૩ના રોજ ૧૪૮મા સરદાર સાહેબના જન્મ દિવસ, એકતા દિવસ તરીકે ઉજવ્યો અને તેઓને એક દિવસ માટે યાદ કરીને અખંડ ભારતના નિર્માતા અને લોહપુરુષ તરીકે સ્મરણાંજલી આપીને ઔપચારિકતા દર્શાવી, લોકાભિમુખ માર્ગદર્શનના વાંચકો તરફથી રજુઆતો આવી કે, પ્રવર્તમાન સમયમાં જાહેર સેવકોના આચરણ (Public Servant – Political Executives + Bureaucrats) તેમજ માળખાકીય સુવિધાના કામોમાં નબળી ગુણવતાવાળા કામોને કારણે (તાજેતરની બ્રીજ તુટી જવાની ઘટનાઓ વિગેરે) વિશેષ કરીને રખડતાં ઢોર, નાગરિક સુવિધાઓમાં અગવડની (Municipal Service) બાબતોનો સમાવેશ થાય છે. જેથી સરદાર સાહેબને યાદ કરીને તેમની સ્મૃતિમાં જો ચુંટાયેલ પ્રતિનિધીઓ અને શાસકો, અમલદારો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમણે ભારતના નિર્માણમાં ફક્ત દેશી રજવાડાઓનું વિલીન કરણ કરીને અખંડ ભારતનું નિર્માણ  અને સીવીલ સર્વીસનું ભારતીય તત્વ સાથે સર્જન તે અદભુત દેન છે અને તે સાથે લોહપુરુષ એટલે ગણવામાં આવે છે કે કોઈપણ નિર્ણય જે સંગઠન હોય કે વહિવટી બાબતો તેમાં તેઓએ દર્શાવેલ દ્રઢ ઈચ્છા શક્તિ છે એટલે તેને ધ્યાનમાં લઈ પ્રવર્તમાન જાહેર જીવનના શાસકો અને વહિવટી તંત્રએ તેઓએ કરેલ કાર્યો, જાહેર જીવનની શુધ્ધતા, આદર્શો, નિર્ણયો આ તમામ બાબતોનું અનુસરણ કરવામાં આવે તો સરદાર સાહેબને સાચી સ્મરણાંજલી આપેલ ગણાશે.

આઝાદી પહેલાં, એટલે કે સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં અને જાહેર જીવનમાં સરદાર પટેલનો પ્રવેશ સૌ પ્રથમ ૧૯૧૭થી શરૂઆત થઈ સૌ પ્રથમ ૧૯૧૮માં ખેડા સત્યાગ્રહથી થઈ, જેમાં અન્યાય સામે સંગઠન સ્વરૂપે સામનો કરવો તેની પ્રતિતિ કરવામાં આવી, સરદાર પટેલની જાહેર જીવનમાં વહિવટી અને સુધારાત્મક પ્રવૃતિ તેમના ૧૯૨૪થી ૧૯૨૮ના સમયગાળા દરમ્યાનનો તેમનો અમદાવાદ મ્યુનિસીપાલીટીના પ્રમુખ તરીકેનો સમયગાળો છે જે આજના શહેરી શાસકો માટે સૌથી અગત્યનો છે. તેઓના સમયગાળામાં જાહેર સ્થળો ઉપરના દબાણ દુર કરવા. દા.ત. આજનો રીલીફ રોડ, ગાંધી રોડ, એલીસબ્રીજ વિસ્તારનું ટાઉન પ્લાનીગ, વી.એસ. હોસ્પિટલની સ્થાપના વિગેરેમાં છે. તેજ રીતે સેનીટેશન, પાણી પુરવઠો તેમજ પુર અને પ્લેગના સમયગાળામાં તેઓએ બજાવેલ ફરજ તેજ રીતે તેઓની બ્રિટીશ કમિશ્નર સાથેનો સંઘર્ષ અને જ્યારે અંગ્રેજ સરકારે પ્રાથમિક શાળાઓના સંચાલન માટે ગ્રાન્ટ બંધ કરી ત્યારે જાહેર ફાળો ઉઘરાવીને પણ શાળાઓનું સંચાલન કરેલ જે તેઓની જાહેર કામોની ફરજ નિષ્ઠાને કારણે લોકોએ ઉદાર હાથે ફાળો આપેલ, તે સમયે પણ સ્થાપિત હિતો દ્વારા દબાણ નિયમબધ્ધ કે જમીન ફાળવવાના મુદ્દે તેમની વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવેલ અને જેમાં જે તે સમયના ચીફ ઓફિસર ભગતનો ફાળો હતો. પરંતુ નૈતિકતાના ધોરણે સમાધાન ન કરવાની વૃત્તિ અને આચરણ આજના શાસકો માટે અગત્યનું છે આજે છાશવારે જાહેર કામોમાં ગેરરીતી કે બ્રીજ દુર્ઘટના અને જાહેર કામોની ગુણવત્તાની જાળવણી અગત્યની છે. જેને નગર સેવકો કે City Fathers ગણવામાં આવે છે તેઓની શહેરના વહિવટમાં દિન પ્રતિદિન હસ્તક્ષેપ, સગાવાદ, તરફદારી, પારદર્શકતાનો અભાવ જેવી બાબતોને સમાવેશ થાય છે.  શહેરી સેવાઓ સુદૃઢ થાય તે માટે સરદાર સાહેબના તેઓના અમદાવાદ મ્યુનિસિપાલીટીના પ્રમુખના સમયગાળા દરમ્યાન કરેલ કામો, તેઓના નિર્ણય, ઈચ્છા શક્તિ વિગેરે બાબતોને જેમ વડોદરાના સર સયાજીરાવને માધવરાવ દ્વારા તાલીમ આપેલ તેના Minor Hints ને જે રીતે પુસ્તિકા સ્વરૂપે બહાર પાડેલ છે તે રીતે 'સરદાર સાહેબના મ્યુનિસીપાલીટીના વહિવટ માટેના સુત્રોની' વહિવટી માર્ગદર્શન માટે પુસ્તિકા પ્રસિધ્ધ કરવી જોઈએ.

સરદાર સાહેબની દેશની સાર્વભૌમત્વતા અને અખંડિતતા જાળવવા 'કાયદાનું શાસન ”Rule of Law જળવાય તે માટે દેશની સર્વોચ્ચ સેવાCivil Service કે જેમાં આઈએએસ, આઈપીએસનો સમાવેશ થાય છે તે સેવાઓ ૧૯૪૬ના વચગાળાની સરકાર દરમ્યાન તેઓએ રચના કરવાનો નિર્ણય કરેલ અને તે જે તે સમયના પ્રાન્તોના પ્રાઈમ મીનીસ્ટરના વિરોધો વચ્ચે પણ ઉપસ્થિત કરવામાં આવેલ, પરંતુ તેઓને સમવાયી તંત્રની (Federal Spirit) ભાવના સાથે જાળવવાની ખાત્રી આપેલ તે આજે પણ યથાવત છે. આજે પણ All India Service ના અધિકારીઓનીCadre Controlling Authority તરીકે કેન્દ્ર સરકાર છે. પણ તે રાજ્યોના Concurrenceથી ચાલે છે. સરદાર સાહેબ જ્યારે આઈએએસ અધિકારીઓને તાલીમના અંતે જે પ્રવચન આપવામાં આવેલ તે સનદી અધિકારીઓ માટે ઐતિહાસીક છે. તેઓએ જણાવેલ કે “Officer should workwithout as fear and favour” We as politician will come and go, Service Should be well-contended but you should change your British color and work for the wellbeing of people.” મોટા ભાગે શાસક પક્ષો / કે સત્તા સ્થાને બેઠેલા Political Masters ને કાયદાની જોગવાઈઓના ચુસ્ત પાલનને બદલે Pliahilit આવી છે જે All India Service ઉપસ્થિત કરવાના સરદાર સાહેબના સિદ્ધાંતોની વિરૂદ્ધ છે. કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓને પણ કાયમી પણું અને સુરક્ષા આપવા માટેની બંધારણમાં કલમ-૩૦૯થી ૩૧૧ રાખવામાં આવી છે. તેમાં પણ સરદાર સાહેબનો મોટો ફાળો છે. બંધારણીય સભામાં મોટા ભાગના સભ્યો કર્મચારીઓને કાયમીપણું આપવામાં વિરોધી હતા. પરંતુ છેવટે સરદાર સાહેબની પ્રતિભા અને નિષ્ઠા જોતાં બંધારણીય સભાએ આ દરખાસ્ત મંજુર રાખેલ અને આજે પણ આ જોગવાઈ ચાલુ છે. પરંતુ કાયમીપણાને કારણે જાહેર સેવામાં બિનકાર્યક્ષમતા આવી છે જેમાં Performance Base માપદંડો લાવવા જરૂરી છે. આમ સરદાર સાહેબને સાચી સ્મરણાંજલી આપેલ ગણાશે. તેઓના  આદર્શો અને કાર્યોને આજના શાસકો અને વહિવટી કર્તાઓ અનુસરશે. જ્યારે સરદાર સાહેબનું અવસાન થયું ત્યારે આઈસીએસ એસોસીયેશનના પ્રમુખશ્રીએ શ્રદ્ધાંજલી આપતા જણાવ્યું કે “If the bust of Sardar kept in chair. This country can be run”  આ વિધાન સાચી રીતે સરદારના કાર્યોને અને સિધ્ધાંતને અનુસરવામાં આવે તો પ્રસ્તુત છે.


Google NewsGoogle News