વીલનો વિવાદ અનેક બિઝનેસ ગૃપને ભરખી ગયો છે...

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
વીલનો વિવાદ અનેક બિઝનેસ ગૃપને ભરખી ગયો છે... 1 - image


(બિરલા ગૃપનો પ્રિયંવદા બિરલા સામે લોધાનો વિવાદ. જેમાં એમપી બિરલના વિધવા પત્નીએ બિરલા એસ્ટેટના શેર્સ રાજેન્દ્ર લોધાને ટ્રાન્સફર કર્યા હતા)

- અબજો કૂપિયાનું ટર્નઓવર કરતી કંપનીઓના  વારસા સંપત્તિના મામલે લડતા રહે છે કેમકે તેમના વડવાઓ સંપત્તિને વહંેચણી મૃત્યુ પહેલાં કરી શક્યા નહોતા 

- વીલની વાતને ટલ્લે ચઢાવનાર વાલીઓને એ ખબર નથી હોતી કે તેમના સ્વર્ગવાસ પછી એવા વિવાદો થાય છે કે તેમનું શ્રાધ્ધ કરવા પણ કોઇ તૈયાર નથી હોતું

- બિરલા જેવા નામાંકીત ગૃપના વીલ વિવાદ તો બહુ ચગ્યો હતો. જે ૧૯ વર્ષ સુધી ચાલ્યો હતો. આ વિવાદ બિરલા પ/જ લોધા બેટલ તરીકે જાણીતો બન્યો હતો

વીલનો વિવાદ અનેક બિઝનેસ ગૃપને ભરખી ગયો છે... 2 - image

કલ્યાણી ગૃપના બાબા કલ્યાણી અને તેમને કોર્ટમાં ખેંચી જનાર બહેન સુગંધા

વીલનો વિવાદ અનેક બિઝનેસ ગૃપને ભરખી ગયો છે... 3 - image

પૃથ્વીરાજસિંહ ઓબેરોયના સંતાનો મિલ્કત માટે સામસામે શિંગડા ભરાવી રહ્યા છે

અનેક બિઝનેસ ગૃહોમાં કૌટુંબીક ડખા જોવા મળે છે. આ ડખા પાછળનું મુખ્ય કારણ ક્યાંતો અસ્પષ્ટ વીલ (વસિયતનામું) હોય છે કે બે થી ત્રણ વીલ હોય છે. અબજો કૂપિયાનું ટર્નઓવર કરતી કંપનીઓના  વારસા સંપત્તિના મામલે લડતા રહે છે કેમકે તેમના વડવાઓ સંપત્તિને વહંેચણી મૃત્યુ પહેલાં કરી શક્યા નહોતા. દરેક બિઝનેસમેન પોતાના કામમાં બહુ કાબેલ હોય છે પરંતુ પોતાના સંતાનોની વહેંચણી કરવામાં બહુ સંવેદનશીલ બની જતા હોય છે.  કાલે વાત કે પછી રાખોને અમ કહીને વીલની વાતને ટલ્લે ચઢાવનાર વાલીઓને એ ખબર નથી હોતી કે તેમના સ્વર્ગવાસ પછી એવા વિવાદો થાય છે કે તેમનું શ્રાધ્ધ કરવા પણ કોઇ તૈયાર નથી હોતું. પરસેવો પાડીને ઉભી કરેલી કંપની તેમણે પોતાના કુટુંબને કોઇ આર્થિક અગવડ ના પડે તે રીતે તગડી કમાણીના ટ્રેક પર મુકી દીધી હોય છે. પરંતુ અનેક બિઝનેસમેન વીલનું મહત્વ સમજી શક્યા નથી.

વીલ નહીં કરી શકનારા કે બેથી ત્રણ વીલ કરનારા આવા દિવગંત બિઝનેસમેનો જો ઉપર સ્વર્ગમાંથી નીચે તેમના કુટુંબીજનો પર જોઇ શકતા હોય તો ખ્યાલ આવે કે વીલના અભાવે તેમનું કુટુંબ અંદરો અંદર લડી રહ્યું છે અને  કોર્ટે ચઢ્યું છે.

વીલનો વિવાદ કોર્ટમાં ચઢ્યા પછી સમાચાર માધ્યમોમાં ચઢે છે ત્યારે વિવાદ વધુ વકરે છે અને વિવાદમાં સંડોવાયેલાઓનો સમય ખુલાસા કરવામાં અને કોર્ટના ધક્કા ખાવામાં જતો હોય છે. જેેના કારણે બિઝનેસ પર કોઇ ખાસ ધ્યાન નથી અપાતું.

તાજેતરમાં છેલ્લા ૧૫ દિવસોમાં નામાંકીત એવું ઓબેરોય ફેમિલી અને કલ્યાણી ગૃપ કોર્ટે ચઢ્યું છે. ઓબેરોય ફેમિલીના વડા પૃથ્વીરાજ સિંહ ઓબેરોય ગયા નવેંબરમાં અવસાન પામ્યા પછી તેમના કુટુંબીજનો વચ્ચે સંપત્તિ માટે ખેંચાખેંચ શકૂ થઇ હતી અને મામલો હવે કોર્ટમાં પહેંચ્યો છે.

કલ્યાણી ગૃપના વર્તમાન ચેરમેન અને સર્વેસર્વા બાબા કલ્યાણી સામે તેમની સગી બહેન સુગંધા મેદાને પડી છે. ફેમિલી હસ્તકની હીકાલ ફાર્માના શેર્સ ટ્રાન્સફર કરવાની બાબા કલ્યાણીએ ના પાડતાં મામલો બિચક્યો હતો. બાબા કલ્યાણીના નાના ભાઇ ગૌરી શકંરે કોર્ટમાં પોતાની પાસે રહેલા બીજા વિલને કોર્ટમાં રજૂ કરીને ખળભળાટ મચાવી દીધો છે.

બાબા કલ્યાણી કહે છેક નવું વીલ બનાવટી છે પરંતુ મામલો કોર્ટમાં છે. ત્યાં સાબિત કરવું પડશે કે ક્યું વીલ સાચું છે. ત્યાં સુધી કૌટુંબીક વિખવાદ સમાચારોમાં ચમક્યા કરશે અને ફેમિલીની આબકૂ લૂંટતી જશે.

પીઆરએસ ઓબરોયના કિસ્સામાં (પૃથ્વીરાજ સિંહ ઓબેરોય ) અન્સાટેશીયા ઓબેરોય, તેમના સાવકા ભાઇ વિક્રમજીત ઓબેરોય, સાવકી બહેન નતાશા ઓબેરોય અને ભત્રીજા અર્જુન ઓેબેરોય મિલ્કત માટે સામ સામે શિંગડા ભરાવી રહ્યા છે. દિલ્હી હાઇકોર્ટે ગયા ્અઠવાડીયે વચગાળાનો આદેશ આપ્યો છે કે ઇઆઇએચ લિમિટેડ, ઓબેરોય હોટલ્સ અને ઓબેરોય પ્રોપર્ટીના જે શેર્સ છે તેના ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

ઓબેરોય કેસમાં વિવાદ એ છે કે અન્સાટેશીયા ઓબેરોયે કોર્ટમાં કહ્યું છે કે પીઆરએસ ઓબેરોયે વીલમાં લખ્યા પ્રમાણેના શેર્સ અને સંપત્તિ મારા નામે ટ્રાન્સફર નથી કરાતી. આ કેસમાં અન્સાટેશીયાના ભાઇ વિક્રમજીતે કહ્યું છે કે મારા પિતાએ કોઇ વીલ નથી કર્યું તેમજ મારી બહેને જે વીલ રજૂ કર્યું છે તે રજીસ્ટર્ડ કરાયું નથી.

વિવાદ વધુ ત્યારે વકર્યો કે જ્યારે વિક્રમજીતે તેેમના પિતાએ ૨૦ માર્ચ ૧૯૯૨ના રોજ લખેલું વીલ રજૂ કર્યું હતું. જેમાં શેર્સ તેમની દિકરીને આપવાનો કોઇ ઉલ્લેખ પણ નથી. કલ્યાણી ફેમિલીમાં પણ બહેન સુગંધાએ હીસ્સો માંગ્યો ત્યારે વિવાદ થયો હતો. કલ્યાણી ફેમિલીમાં સર્વસર્વા મનાતા બાબા કલ્યાણીને ઝટકો ત્યારે વાગ્યો હતો કે તેમના નાના ભાઇ ગૌરીશંકરે તેમની માતા સુલોચનાની સહી વાળું વીલ કોર્ટમાં રજૂ કર્યું હતું.

છેલ્લા બે દાયકા પર નજર કરીયેતો દેશના ટોચના બિઝનેસ ગૃહો અંબાણી, બિરલા, હિન્દુજા,મોદી ગૃપ વગેરે ફેમિલીનાં સંપત્તિનાં ડખામાં અટવાઇ ચૂક્યા છે. તે બધાની પાછળ વત્તે ઓછે અંશે વીલ જવાબદાર બન્યું છે. ઉદ્યોગોના સંગઠન સાથે જોડાયેલી સંસ્થા સીઆઇઆઇએ નોંધ્યું છે કે ફેમિલી બિઝનેસ પૈકી ૧૩ ટકા ત્રીજી પેઢી સુધી ટકી શકે છે જ્યારે ૪ ટકા જેટલા ત્રીજી પેઠીથી આગળ વધી શકે છે.

કેટલાક ફેમિલી કુટુંબો બહુ સજાગ હોય છે અને વીલના તેમજ મિલ્કતના ડોક્યુમેન્ટ લોકરમાં રાખતા હોય છે. કેટલાક બિઝનેસ મેન બધા સંતાનો અને વારદારોને સામે બેસાડીને વીલ લખતા હોય છે જેથી કોઇને મનદુખ ના રહે.

૧૫૦૦ કરોડ કૂપિયાની ફિનોલેક્સ કંપની બે ભાઇઓ પ્રહલાદ છાબરીયા અને કિશન છાબરીયાએ ઉભી કરી હતી. ફિનોલેક્સ કેબલમાં બંને સરખા હીસ્સે ભાગીદાર હતા. 

કંપનીનો માર્કેટીંગ ટેગ હતો ફિનોલેક્સ ગેટ્સ પીપલ ટુ ગેધર 

(ફિનોલ્કેસ લોકોને ભેગા કરે છેે). બંને પ્રમોટરો વચ્ચે શેર્સનો વિવાદ ચાલ્યા કરતા હતો.૨૦૧૬માં પ્રહલાદ છાબરીયાનું અવસાન બાદ તેમની બીજી પેઢીએ વિવાદને વધુ ચગાવ્યો હતો.

આ બધાની બિરલા જેવા નામાંકીત ગૃપના વીલ વિવાદ તો બહુ ચગ્યો હતો. જે ૧૯ વર્ષ સુધી ચાલ્યો હતો. આ વિવાદ બિરલા પ/જ લોધા બેટલ તરીકે જાણીતો બન્યો હતો. આ વિવાદ પાછળનું  મુખ્ય કારણ એ હતું કે મહત્વનાં એવા બિરલા એસ્ટેટ પર કબજો જમાવવા જુલાઇ ૧૯૮૨માં કંપનીના વડિલ પ્રિયંવદા બિરલાએ રાજન્દ્રસિંહ લોઢાની તરફેણમાં લખેલા વીલનો ઉપયોગ કર્યો હતો.

વીલના નાના મોટા વિવાદો અનેક છે. તાજેતરમાં જ્યારે ઓબેરોય અને કલ્યાણી ગૃપનો વિવાદ સપાટી પર આવ્યો ત્યારે લોકોને ખબર પડી હતીકે બંને ગૃપની સંપત્તિ અટવાઇ જવાની છે. પ્રિયંંવદા બિરલાએ જ્યારે પોતાના સીએની વીલમાં તરફેણ કરી હોવાનું બહાર આવ્યું ત્યારે લોકોને આશ્ચર્ય થયું હતું.

વીલના વિવાદમાં અટવાયેલા બિઝનેસ ગૃહોના વિવાદની વિગતોની યાદી બહુ લાંબી છે. આ વાંચીને મધ્યમ વર્ગે પોતાના સંતાનોના નામે સમયસર વીલ કરાવી લેવું જોઇએ. મોટા ફેમિલીમાં વાલીઓેેએ સમયસર વીલ બનાવીને તેને રજીસ્ટર્ડ કરાવી લેવું જોઇએ.

ચાલો, હકીકત સ્વિકારો અને વીલ માટે વિચારો 

મોટા બિઝનેસ કુટુંબોમાં કરોડોની સંપત્તિનો વિવાદ હોય છે પરંતુ ઉચ્ચ મધ્યમવર્ગના કુટુંબોમાં પણ વીલ બાબતે અજ્ઞાાનતા જોવા મળે છે. મૃત્યુનો કોઇ વિક્લ્પ નથી એ જાણતા હોવા છતાં સંતાનો માટે મહત્વનો એવેા સંપત્તિની વહેંચણીનો પ્રશ્ન ઉકેલવા કોઇ સમય નથી ફાળવતું. વીલ અંગે ઠેરઠેર વિવાદો ચાલતા હોવા છતાં પોતાની હયાતીમાં કોઇ વીલનો વિવાદ ઉભો કરવા તૈયાર નથી હોતું.

કેટલાક વાલીઓ વિચિત્ર વિચારસરણી વાળા હોય છે. હાલમાં વીલની શી જકૂર છે એમ કહીને મામલો ટલ્લે ચઢાવ્યા કરે છે. મને મારા સંતાનો પર ભરોસો છે એમ કહીને ચલાવે રાખે છે. કોઇ તેમને વીલ કરવાની સલાહ આપે તો કહે છેે કે મારા મૃત્યુ પછી તેમને જે કરવું હોય તે કરે જેવી નોન પ્રેક્ટીકલ વાતો કરતા હોય છે. જોકે તેમનું આવું વલણ સંતાનો માટે કોર્ટના ધક્કા ખાતું બનાવી દે છે તેમજ આખું કુટુંબ લોકોની નજરમાં હાસ્યાસ્પદ બની જાય છે. અનેક ધટનાઓ એવી છે કે જેમાં પિતાના અવસાન બાદ તેમની સંપત્તિ માટે તેમના સંતાનો અંદરો અંદર લડી પડે છે અને સ્મશાન યાત્રા પણ અટકાવી રાખી હોય.

હવે પૈસાદારોની સંખ્યા વધી છે. માત્ર બિઝનેસ સર્કલમાં વીલનું મહત્વ છે એવું નથી પણ દરેક નાના મોટા કુટુંબોના વાલીઓએ જમાના પ્રમાણે વીલનું મહત્વ સમજવું જોઇએ. આ વાંચ્યા પછી દેક સમાજના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગે પોતાના ફેમિલીમાં વીલ માટે ચર્ચા કરવી જોઇએ.


Google NewsGoogle News