Get The App

દેશની બીજા નંબરની સૌથી વધુ શ્રીમંત મહિલા..

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
દેશની બીજા નંબરની સૌથી વધુ શ્રીમંત મહિલા.. 1 - image


દેશની બીજા નંબરની સૈાથી વધુ શ્રમંત મહિલામાં રેખા ઝૂનઝૂનવાલાનો સમાવેશ થાય છે. તેમના દિવંગત પતિ રાકેશ ઝૂનઝૂનવાલા શેરબજારમાં સૌથી પ્રેકટીકલ રોકાણકાર હતા અને લોકોને રોકાણની સલાહ આપતા હતા. તે મુંબઇમાં ૧૪ માળના મકાનમાં રહે છે અને તેમની પાસે ૧૧૮ કરોડના અન્ય નવ પ્લોટ છે. તેમનો સ્ટોક પોર્ટફોલિયો ૭૨,૮૧૪ કરોડ રૂપિાનો છે. ઘરમાં બેસીને દરિયો નિહાળી શકાય તેવું ઘર તેમણે મલબાર હીલ ખાતે ખરીદ્યું છે. તેમના ત્રણ સંતાનોના નામ નિષ્ઠા,આર્યમાન, આર્યવીર છે. બીજાનંબરની સૌથી વધુ પૈસાદાર રેખા ઝૂનઝૂનવાલા છે જ્યારે પહેલા નંબરે સવિતા જીંદાલ આવે છે.

- ટેસ્લા ફોર વેસ્ટ. ઓલા ફોર રેસ્ટ

ઓલા ઇલેક્ટ્રીક ફેઇમ ભાવીશ અગ્રવાલ આજકાલ તેજીમાં છે. પોતાની ત્રણ કંપનીઓ માટેના ભાવિપ્લાન તેમણે તૈયાર કરેલા છે. ઓલા ઇલેક્ટ્રીકના આઇપીઓને મળેલી સફળતા બાદ તે વિવિધ ઓપીનીયન આપતા થયા છે. ઇલોન મસ્કની ટેસ્લા કાર વિશે પણ તે કહે છેકે ટેસ્લાને પશ્ચિમ દેશો માટે રહેવા દો બાકીના દેશો માટે ઓલી ઇલેક્ટ્રીકલ હાજર છે. તે કહે છેકે અમે ભારતને વૈશ્વિક ઇલેક્ટ્રીક વ્હીકલ હબ બનાવવા માંગીએ છીએ. ભાવીશ અગ્રવાલે કૃત્રિમ મુકીને પણ પોતાની હાજરી આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે નોંધાવી છે.

- ભારતનું સૌથી પૈસાદાર ગામ

ભારતનું સૌથી પૈસાદાર ગામ ગુજરાતનું માધાપુર છે તે દરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે. આ ગામના લોકોની કુલ ડિપોઝીટ ૭૦૦૦ કરોડ રૂપિયા છે.

 ગામની આર્થિક સમૃધ્ધિના કારણે ત્યાંના રોડ, હેલ્થકેરની સવલતો, પાણીની સુવિધા, સ્વચ્છતા વગેરે મોટા શહેરોને પણ ટક્કર મારે એવી છે. તે માત્ર ભારતનું નહીં પણ સમગ્ર એશિયાનું સૌથી વધુ પૈસાદાર ગામ છે. ગુજરાતના કચ્છ જીલ્લામાં આવેલું અને પોરબંદર શહેરથી ૨૦૦ કિલોમીટરના અંતરે આવેલા માધાપુરમાં અંદાજે ૩૨,૦૦૦ જેટલા મકાનો છે. સૌથી વધુ પટેલ કોમ્યુનિટીના મકાનો છે. ગામમાં ૧૭ બેન્કો છે.

દેશની બીજા નંબરની સૌથી વધુ શ્રીમંત મહિલા.. 2 - image

- ટ્રાવેલ ઉદ્યોગમાં તેજી

ટ્રાવેલ ઉદ્યોગે ૨૦૨૪માં ભારતના જીડીપીમાં ૧૧ ટ્રીલીયન ડોલરનું યોગદાન આપ્યું છે. (ભારતનો કુલ જીડીપી રૂપિયા છે.) ૨૦૨૪માં ટ્રાવેલ ઉદ્યોગે ૩૪૮ મીલીયન જેટલી જોબને સીધો કે આડકતરો ટેકો આપ્યો છે. વિશ્વ સ્તરે ટ્રાવેલ ઉદ્યોગ વિકસ્યો છે. ૨૦૧૯માં આ ક્ષેત્રનું જીડીપીમાં યોગદાન ૭.૫ ટકાનું હતું. અમેરિકા, ચીન અને જર્મનીમાં પણ ટ્રાવેલ ઉદ્યોગ તેજીમાં જોવા મળે છે. ટ્રાવેલ સાથે જોડાયેલ હોસ્પિટાલીટી ઉદ્યોગ પણ તેજીમાં જોવા મળી રહ્યો છે. કહે છે કે કોરાના કાળ પછી ટ્રાવેલ ઉદ્યોગ વધુ તેજીમાં છે. વિવિધ ધાર્ર્મિક ઉત્સવોના પગલે ભારતના ટ્રાવેલ ઉદ્યોગમાં તેજીનો પવન ફૂંકાયો છે.


Google NewsGoogle News