રોમની સડક પર સાડીનું આકર્ષણ
રોમની સડક પર સાડી પહેરેલી મહિલાને જોઇ રાહદારીઓ તેને જોવા ઉભા રહી ગયા હતા. રોમની સડકો પર મહિલાના પહેરવેશમાં સ્વચ્છંદતા વધુ જોવા મળે છે. પરંતુ સાડી પહેરીને ડિજીટલ કોન્ટેન્ટ ક્રિયેટર પલ્લવી રાજ જ્યારે રોમની સડક પર ફર્યા ત્યારે હાજર લોકોએ તેમનું તાળીઓથી સ્વાગત કર્યું હતું. ઇન્સટાગ્રામ રોમની સડક પર સાડી વાળો વિડીયો પાંચ મિલીયન લોકોએ જોયો હતો. ભારતમાં લોકો જ્યારે પશ્ચિમિ પહેરવેશ અપનાવી રહ્યા છે ત્યારે રોમની સડક પર ભારતનો ટ્રેડીશનલ ડ્રેસ આકર્ષણ ઉભું કરતો હતો.
સિંગાપુરમાં ભારતની નર્સોની ડિમાન્ડ
સિંગાપુરમાં નર્સોની અછત ઉભી થઇ છે. સિંગાપુરના શહેરોની હોસ્પિટલોમાં આ વર્ષના અંત સુધીમાં ૪૦૦૦ નર્સોની જરૂર ઉભી થશે. એક સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર સિંગાપુરમાં નર્સોને સારો પગાર અને ભથ્થાં મળતા હોય છે. સિંગાપુરમાં હેલ્થકેર સિસ્ટમ પર બહુ ભાર મુકવામાં આવે છે. મેડિકલ ટેકનોલોજી અને હેલ્થ અવેરનેસના પગલે હોસ્પિટલોને વધુ આધુનિક બનાવાઇ છે. ભારતથી સિંગાપુર જતી નર્સોને હાઉસીંગ એલાઉન્સ પેટે ૩૦,૦૦૦ રૂપિયા અપાય છે.
ઓબેસિટી..ઘર ઘરની સમસ્યા
ઓબેસિટી- જાડીયાપણુ હવે વૈશ્વિક સમસ્યા બની ગઇ છે. વિશ્વની સરખામણીમાં ભારતમાં ઓબેસિટીનું પ્રમાણ વધતું જાય છે. ૨૦૨૧માં આરોગ્ય મંત્રાલયે કરેલા એક અભ્યાસ અનુસાર ભારતમાં ૪૦ ટકા લોકો હોવું જોઇએ તેના કરતાં વધુ વજન ધરાવે છે. ચારમાંથી એક ભારતીય વધુ પડતા વજનની સમસ્યાથી પીડાય છે. કેટલાક ઓબેસિટીના કારણે ડાયાબીટીસમાં સપડાય છે તો કેટલાકના ઘૂંટણ દુખે છે જે છેલ્લે ની-રીપ્લેસમેન્ટ તરફ વળે છે. ઓબેસિટી ક્યારેક વરસાગત હોય છે તો ક્યારેક તે બેઠાડુ જીવનને આધારીત હોય છે.
બીકીનીમાં દિપીકા
અભિનેત્રી દિપીકા પોતાના બીકીની પહેરેલો ફોટો સોશ્યલ નેટવર્ક પર મુકીને બધાને ચોંકવી દીધા છે. દિપીકાનું સુડોળ શરીર જોઇને તેના પ્રશંસકોએ ભરપેટ વખાણ કર્યા હતા. તેના પતિ અને અભિનેતા રનવીર સિંહે કોમેન્ટ લખી હતી કે એટલેજ લોકો તને વધુ પસંદ કરે છે. બ્લેક એન્ડ વ્હાઇટ કલરની બીકીની અને વચ્ચે મોટા બ્લેક ડોટના કારણે બીકીની વધુ ઉપસી આવતી હતી અને લોકોનું ધ્યાન ખેંચતી હતી.
પેન્ટાગોન કરતાં પણ ઉંચું સુરતનું ડાયમન્ટ બૂર્સ
પેન્ટાગોનની સૌથી ઉંચી ઓફિસનો ૮૦ વર્ષ જુનો રેકોર્ડ સુરત તોડી રહ્યું છે. સુરતનું ડાયમન્ડ બૂર્સ વિશ્વનું સૌથી ઉંચું ઓફિસ બિલ્ડીંગ બની રહ્યું છે. ૩૫.૫ એકરમાં પથરાયેલું અને ૭.૧ મિલીયન સ્કેવર ફૂટ પર ઉભું કરાયેલું સુરત ડાયમન્ડ બૂર્સનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદી આ વર્ષના અંતમાં કરવાના છે. આ ડાયમન્ડ બૂર્સમાં ૨૮ થી ૭૦૦૦ સ્ક્વેર ફૂટની ૪૫૦૦ જેટલી ઓફિસો હશે. અહેવાલો પ્રમાણે તેમાં ૧૩૧ એલિવેટર્સ હશે તે મોટું વેપારી મથક બની રહેશે.
સંતાનોના પ્લાસ્ટીક ફ્રી લગ્ન કરાવનાર બે વેવાણો
બેંગલૂરૂના એક લગ્નમાં વરરાજા અને નવોઢાની મમ્મી એટલે કે બે વેવણો પ્લાસ્ટીક ફ્રી લગ્ન સફળતા પૂર્વક યોજી શક્યા હતા. અનુપમા હરીશ અને ચારૂલત્તાએ ઇકો ફ્રેન્ડલી ડેકોરેશનનો ઉપયોગ કર્યો હતો. સ્ટીલના વાસણો વાપર્યા હતા અને બગડેલા ફૂડનું ખાતર બનાવવાનું આયોજન કર્યું હતું. લગ્ન નક્કી થયા ત્યારે વરરાજાની મમ્મીએ શરત મુકતાં કહ્યું હતું કે પ્લાસ્ટીક ફ્રી લગ્ન કરાવવાના છે. તેમની વાત સામે વાળાની મમ્મીએ આવકારી હતી અને બંનેએ ભેગા મળીને ખૂબ ચીવટ સાથે પ્લાસ્ટીકને દુર રાખ્યું હતું.
નારાયણ મૂર્તિનો પુત્ર ...મોરના ઇંડા
આપણે ત્યાં કહેવત છે કે મોરના ઇંડા ચીતરવા ના પડે. ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિના પુત્ર અને બ્રિટનના વડાપ્રધાન રીશી સૂનકનો સાળો રોહન નારાયણ પણ બિઝનેસ કરે છે. રોહનની કંપનીનું નામ સોરોકો() છે તે ડિજીટલ ટ્રાન્સફોર્ર્મેેશન પર કામ કરે છે. રોહન તેના પિતાની કંપની ઇન્ફોસિસમાં નથી જોડાયો અને પોતાના બળે આગળ આવ્યો છે. રોહને તેના માતા પિતાનો (નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ) બિઝનેસ કરવાનો વારસો સાચવી બતાવ્યો છે.