વિદેશના પ્રવાસીઓની સંખ્યા વધી
ભારતના પ્રવાસે આવતા વિદેશના પ્રવાસીઓની સખ્યામાં ૧૦૬ ટકાનો વધારો થયો છે. ૨૦૨૨ની સરખામણી કરીને બહાર પડાયેલા આંકડા અનુસાર પ્રવાસીઓની સંખ્યામાં ૧૦૫ ટકાનો વધારો થયો છે. ફોરેન એક્સચેન્જની આવકમાં પણ વધારો થયો છે. વિદેશના પ્રવાસીઓ માટે અયોધ્યાનું રામ મંદિર અને કાશી વિશ્વનાથ કોરીડોર પણ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૪૩.૮૦ લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. જમ્મુ કાશ્મીરમાં પણ પ્રવાસીઓ વધ્યા છે.
પેન્શન માટે પિતાની લાશ ઘરમાં વરસો સુધી છૂપાવી રાખી
તાઈવાનમાં એક મહિલા સામે પોતાના પિતાનું પેન્શન ચાલુ રહે એ માટે વરસો સુધી પિતાના શબને છૂપાવી રાખવાનો આરોપ મૂકાયો છે. તેના પિતા મિલિટરીમાં હતા અને ૨૦ વર્ષ સુધી મિલિટરીમાં સર્વિસ કરી હતી. તેમને મહિને ૫૦ હજાર તાઈવાનીઝ ડોલર (લગભગ ૧.૩૦ લાખ રૂપિયા) પેન્શન મળતું હતું. પિતાનું નિધન થયા પછી તેમની અંતિમવિધી કરે તો ડેથ સટફિકેટ ઈશ્યુ થાય ને પેન્શન બંધ થઈ જાય તેથી મહિલાએ પિતાની લાશને ઘરમાં જ છૂપાવી દીધી. વરસો સુધી લાશને છૂપાવીને તેણે પેન્શન મેળવ્યા કર્યું.
ગયા વરસે નવેમ્બરમાં ડેંગ્યુને રોકવા માટેની દવા છાંટવા અધિકારી આવ્યા ત્યારે તેણે તેમને ઘરમાં નહોતા ઘૂસવા દીધા. તેના કારણે મહિલા શંકાના દાયરામાં આવી ગયેલી. એ વખતે તેને લગભગ ૧.૫૦ લાખનો દંડ થયેલો કે જે તેણે બોલ્યા વિના ભરી દેતાં શંકા દ્રઢ બની. વધારે તપાસ કરતાં તેના ઘરમાંથી પિતાની લાશ મળતાં ભાંડો ફૂટી ગયો.
હીટવેવ પછી હવે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ રાજસ્થાન અને કેરળ સિવાય ક્યાંય હીટવેવની સંભાવના નથી. છેેલ્લા કેટલાક દિવસોમાં રાજસ્થાન અને ગુજરાત સહીતના રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કરાયું હતું. અમદાવાદમાં એક તબક્કે ૪૬ ડિગ્રી ગરમી જોવા મળી હતી. હવામાન ખાતું કહે છેકે હજુ ૪૦ ડિગ્રી ગરમી ચાલુ રહેશે પરંતુ એકાદ અઠવાડીયામાં વરસાદના સંકેત જેવું વાતાવરણ જોવા મળશે.
શાઓમી સામે તપાસ ચાલે છે શાઓમી સામે તપાસ ચાલે છે
બે વર્ષ પહેલાં શાઓમી()ના ફોન ભારતમાં સૌથી વધુ વેચાયા હતા. હાલમાં તે ભારત સરકાર તરફથી ટેક્ષ સંબંધી અનેક કેસોનો સામનેા કરી રહ્યું છે. ઇન્કમટેક્ષ સત્તાવાળાઓ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોેરેટની અનેક તપાસો કંપની સામે ચાલે છે પરતુ કંપની એમ કહે છે કે અમારૂં ભાવિ ઉજળું છે અને તપાસના કારણે અમારા બિઝનેસ ટ્રાન્ઝેકશન પર કોઇ અસર નથી પડતી. ભારતમાં આવેલી અનેક વિદેશી કંપનીઓ સામે તપાસ ચાલે છે મહત્વનું એ છે કે કોઇ ભારતનું માર્કેટ છોડવા તૈયાર નથી.શાઓમી સામે તપાસ ચાલે છે.
ડરાવી દે એવા ડોગ પર તમિળનાડુમાં પ્રતિબંધ
ખૂંખાર કહી શકાય એવા ડોગ પર તમિળનાડુએ પ્રતિબંધ મુક્યો છે. તાજેતરમાં એક રોટવીલર ડોગે એક બાળક પર હુમલો કરતાં સરકારે પગલાં ભર્યા છે. પ્રતિબંધ મુકાયેલા ખૂંખાર ડોગમાં પીટબુલ,રોટવીલર સહીતના ૨૩ ડોગનો સમાવેશ થાય છે. ડોગ લવર્સ સરકારના પ્રતિબંધ થી નારાજ હોય છે પરંતુ નાના બાળકો પરના હુમલાથી સમાજમાં ઉભા થતા ખૂંખાર ડોગના ડર સામે પગલાં જરૂરી બની જાય છે.
ઘર ખરીદનારને ૭૬ લાખ પરત આપવા કોર્ટનો હુકમ...
વાત છે દિલ્હીની. દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં એનબીસીસીને (NBCC) આદેશ કર્યો છે કે ઘર ખરીદનાર અરજદારને તેના ૭૬ લાખ રૂપિયા વ્યાજ સાથે પરત કરો.સાથે સાથે રાહત પેટે બીજા પાંચ લાખ રૂપિયા આપવા પણ કહ્ય્યું છે. અરજદાર નિવૃત્ત સરકારી કર્મચારી છે. તેણે ૨૦૧૨માં ઘર ખરીદ્યું હતું. તે ડિફેક્ટીવ હતું. અરજદારે અનેક પ્રયાસો કર્યા પણ ઘર બનાવનારા ગાંઠતા નહોતા. અંતે તેણે કોર્ટનો સહારો લીધો હતો. કોર્ટે કહ્યું કે ઘર ઉભું કરવું તે સંપત્તિ ઉભી કરવા સમાન છે. ખરીદનાર સાથે છેતરપીંડી થઇ છે માટે તેના રોકેલા પૈસા પાછા આપો.
એપલ કંપનીની વિક્રમી રેવન્યૂ
સીઇઓ ટીમ કૂકના નેતૃત્વ હેઠળ એપલની કમાણીમાં મોટો ઉછાળો આવ્યો હતો. ટીમ કૂક નફામાં ઉછાળો જોઇને બહુ ખુશ છે તે કહે છે કે માર્ચ ૨૦૨૪ના અંતે ત્રિમાસિક પરિણામોમાં આઇફોનના વેચાણમાં ૧૦ ટકા ઘટાડો નોંધાયો હતો તેથી આવકમાં પણ ઘટાડો નોંધાયો હતો. એક વર્ષ અગાઉ જેે ત્રિમાસિક ગાળામાં એપલે ૪૫.૫૬ અબજ ડોલરની આવક કરી હતી તેની સરખામણીમાં આવત ૫૧.૩૩ અબજ ડોલર નોંધાઇ હતી.