mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સરકાર એજન્ટ્સને મૂડી પૂરી પાડશે

Updated: Jul 4th, 2021

પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સરકાર એજન્ટ્સને મૂડી પૂરી પાડશે 1 - image


- એન્ટેના-વિવેક મહેતા

- એક વર્ષથી નવા વિદેશી પર્યટકો ન આવ્યા હોવાથી ભારતે વિદેશી હુંડિયામણની 3100 કરોડ ડૉલરની આવક ગુમાવી

પર્યટન ક્ષેત્રને પ્રોત્સાાહન આપવા માટે ભારત સરકારે નવી પોલસી જાહેર કરી છે. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પાંચ લાખ પર્યટકોને મફત વિઝા આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. તેની સાથે પર્યટન ઉદ્યોગને ચોક્કસ આર્થિક રાહતો પણ આપવામાં આવી છે. કોરોનાના પહેલા વેવમાં પ્રવાસન ઉદ્યોગ સાવ જ ઠપ થઈ ગયો હતો. બીજા વેવમાં પણ તેમને કમરતોડ ફટકો પડયો છે. 

ફ્રી વિઝાની યોજના હેઠળ વિદેશી પર્યટકો પાસેથી કોઈ જ પ્રોસેસિંગ ચાર્જ લેવામાં આવશે નહિ. તેમ જ વધારાની કોઈ જ ગેરન્ટી લેવામાં આવશે નહિ. આમ તો ૨૦૧૯ની સાલમાં ૧ કરોડથી વધુ વિદેશી પ્રવાસીઓ ભારતના પ્રવાસે આવ્યા હતા. તેણે અંદાજે ૩૧ અબજ ડૉલરનો ખર્ચ કર્યો હતો. ભારતના જોવા લાયક સ્થળોની મુલાકાત લેવા અને એશઆરામથી ટહેવલા માટે તેમણે આ ખર્ચ કર્યો હતો. વિદેશથી ભારત આવેલો પ્રવાસી સરેરાશ ૨૧ દિવસ ભારતમાં રહ્યો હતો. તેઓ રોજનો સરેરાશ રૂા. ૨૫૦૦ની આસપાસનો ખર્ચ કરતો હોવાનું જોવા મળ્યું છે. 

કોરોનાની અસર ઓછી થશે અને વિઝા આપવાનું ચાલુ કરાશે ત્યારબાદ તરત જ ૫ લાખ લોકોને મફતમાં વિઝા આપવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે. ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધીમાં ૫ લાખ ટુરિસ્ટોને વિઝા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની પહેલા પાંચ લાખ અરજીો આવી જાય તો તે પહેલા જ આ મફત વિઝાનો ક્વોટા પૂરો કરી દેવામાં આવશે. આમ વહેલો તે પહેલાના દરે વિઝા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. મફત વિઝા આપવાને કારણે ભારત સરકાર રૂા. ૧૦૦ કરોડની રેવન્યુ ગુમાવશે. 

કેન્દ્ર સરકારેને ભારતના હોટેલ એન્ડ રેસ્ટોરાં ઉદ્યોગે પણ રજૂઆત કરી છે. આજની તારીખે દેશની ૫૦ ટકા હોટલે એન્ડ રેસ્ટોરાં બંધ હાલતમાં છે. તેમ જ એરલાઈન્સ અને એરપોર્ટ્સ ઓપરેટર્સ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યા છે. કારણ કે અત્યારે વિદેશમાંથી ભારતમાં કોઈ જ પર્યટકો આવતા નથી. એક વર્ષથી આ જ સ્થિતિ છે.પરિણામે ટ્રાવેલ એજન્ટ્સ અને ટુરિસ્ટ ગાઈડને કોઈ જ કામ મળ્યા નથી. તેથી દરેક જણ સરકાર સમક્ષ મદદ માટે ધા નાખી રહ્યા છે. આ સંજોગોમાં કોરોનાનો બીજો વેવની અસર હવે નાબૂદ થઈ રહી હોવાના નિર્દેશો મળી રહ્યા છે. તેથી સરકાર તરફથી આપવામાં આવેલી આ મદદ સમયસરની મદદ ગણાશે.

ટ્રાવેલ એજન્ટ અને ટુરિસ્ટ ગાઈડને હવે સરકાર અનુક્રમે રૂા. ૧૦ લાખ અને એક લાખની લોન આપવા તૈયાર થઈ છે. ભારતમાં ૧૧,૦૦૦થી વધુ રજિસ્ટર્ડ ટુરિસ્ટ ગાીડ અને ટ્રાવેલ સ્ટેક  હોલ્ડર્સ છે. તેમના આર્થિક ટેકો આપવામાં આવશે. તેમના કાર્યકારી મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ તરીકે આ રકમ આપવામાં આવશે.અંગત લોન-પર્સનલ લોન તરીકે આ રકમ આપવામાં આવશે. ટુરિઝન સેક્ટરના આ એજન્ટોને સો ટકા ગેરન્ટી સાથે આ રકમ આપવામાં આવશે. 

નવી લોન ગેરન્ટી સ્કીમના સ્વરૂપમાં આ લો આપવામાં આવશે. તેની મદદથી તેઓ તેમનો બિઝનેસ નવેસરથી ચાલુ કરી શકશે. તેમની જવાબદારીઓ અદા કરી શકશે. કોરોનાના બે વેવને કારણે તેમના ધંધા પડી ભાંગ્યા છે. આ સ્કીમનો લાભ ૧૦,૭૦૦ પ્રાદેશિક સ્તરના એજન્ટ્સને મળશે. કેન્દ્ર સરકાર અને પ્રવાસન મંત્રાલયની માન્યતા ધરાવતા એજન્ટ્સને આ લાભ મળસે. ટુરિસ્ટ ગાઈડને રૂા. ૧ લાખની અને ટ્રાવેલ એજન્સીને રૂા.૧૦ લાખની લોન આપવામાં આવશે. આ લોન માટે કોઈ જ પ્રોસેસિંગ ચાર્જ લેવામાં આવશે નહિ. તેમની પાસેથી કોઈ જ પ્રી પેમેન્ટ ચાર્જ પણ લેવામાં આવશે. તેમ જ તેમની પાસે કોઈ જ આગોતરી ગેરન્ટી માગવામાં આવશે નહિ. 

કોરોનાની સૌથી ખરાબ અસર ટ્રાવેલ ઉદ્યોગ પર થયેલી છે.ફેડરેશન ઑફ એસોસિયેશન ઇન ઇન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે આ સેક્ટર સાથે સંકળાયેલા ૫.૫ કરોડ લોકો કોરોનાને કારણે બેરોજગાર થઈ જવાનો ખતરો છે. ભારતનો પ્રવાસન ઉદ્યોગ નાદારીને આરે આવીને ઊભો છે. તેમનો વાવટો સંકેલાઈ જશે તો મોટા પ્રમાણમાં બેરોજગારી જોવા મળશે. 

તેમને માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટિટયૂટના નામધ્યમથીપણ ઓછા વ્યાજદરે ધિરાણ આપવા માટેની યોજના તૈયાર કરવામાં આવી છે. ન્યુ ક્રેડિટ ગેરન્ટી સ્કીમ હેઠળ તેમને રૂા. ૨૫ લાખની લોન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમને એમસીએલઆર વત્તા બે ટકાના વ્યાજ દરે ધિરાણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમને નવું ધિરાણ આપવામાં આવશે. જૂના ધિરાણની પુનઃચૂકવણી માટે હાલ તુરંત કોઈ જ દબાણ કરવામાં આવશે નહિ. 

Gujarat