જાહેરાતોની ચમકતી-દમકતી દુનિયા અને GST ની જોગવાઈઓ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
જાહેરાતોની ચમકતી-દમકતી દુનિયા અને GST ની જોગવાઈઓ 1 - image


- GSTનું A to Z - હર્ષ કિશોર

- ટીવી સિરિયલો જેટલો સમય બ્રોડકાસ્ટર દ્વારા પ્રોડયુસરને ફાળવવામાં આવે છે તેના ઉપર જીએસટી લાગતો નથી

જાહેરાતની સેવા બે રીતે મેળવી શકાય : એક પ્રિન્ટ મીડિયામાં એટલે કે સમાચાર પત્રો દૈનિકો કે મેગેઝીનમાં અને બીજું ટીવી કે ડિજિટલ માધ્યમ થકી. જ્યારે પ્રિન્ટ મીડિયામાં જાહેરાત માટેની જગ્યા સર્વિસ પેટે આપવામાં આવે ત્યારે તેના ઉપર પાંચ ટકા લેખે જીએસટી લાગે છે. પરંતુ ડિજિટલ મીડિયા ઉપર ૧૮% જીએસટી લાગે છે. જો એડવર્ટાઈઝમેન્ટ કંપની વચ્ચે હોય તો તેને મળતા કમિશન ઉપર પણ ૧૮% જીએસટી લાગે. સરકાર દ્વારા આપવામાં આવતી જાહેરાતો જાહેરનામા ક્રમાંક ૧૨/૨૦૧૭ તારીખ ૨૮ જૂન ૨૦૧૭ મુજબ પ્યોર સર્વિસ થાય અને તેથી તેના ઉપર જીએસટી ન લાગે.

જાહેરાતની સેવાનો કોડ ૯૯૮૩૬૧ છે તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ નો પ્લાનિંગ કન્સેપ્ટ ડેવલપમેન્ટ જાહેરાત માટેનો પ્લોટ વિચારવો ત્યારબાદ ચિહ્ન અને શબ્દો લખવા, મીડિયા પસંદ કરવો તેમાં દાખલા આપવા કે પોસ્ટર કયા પસંદ કરવા તે નક્કી કરવું જાહેર ખબર નો મુવી બનાવું મીડિયામાં જાહેરાતો પ્લેસ કરવી, સોનુ સીધુ ગ્રાહકો ને મોકલવા માટે તૈયારી કરવી જેમ કે email પહેલું માર્કેટિંગ ફ્રી સેમ્પલ ડિલિવર કરવું અને અન્ય જાહેરાત મટીરીયલ તૈયાર કરવું પોઈન્ટ ઓફ સેલ મારી જગ્યાએ જાહેરાતનો ડેમો અને પ્રેઝન્ટેશન રાખવું વગેરેનો સમાવેશ થાય છે

તેમાં મોડેલિંગ એજન્સીની સેવાઓ ગ્રાફિક ડિઝાઇનની જુદી સેવાઓ અને અલગથી પૂરી પડાતી ફોટોગ્રાફીની સેવાઓનો સમાવેશ થતો નથી

કેટલીક મીડિયા એજન્સી કમિશનના ધોરણે એડવર્ટાઈઝમેન્ટ એજન્સી અથવા એડવર્ટાઇઝમેન્ટ આપનાર વતી જાહેરાત માટેનો સમય ખરીદી આપવાની સેવા પૂરી પાડે છે જેનો કોડ ૯૯ ૮૩ ૬૨ છે.

જાહેરાત એટલે શું તે અંગે જાહેરનામા ક્રમાંક ૧૨/૨૦૧૭ તારીખ ૨૮.૬.૨૦૧૭ માં જણાવેલ છે જે આ મુજબ છે :

(a) “advertisement” means any form of presentation for promotion of, or bringing awareness about, any event, idea, immovable property, person, service, goods or actionable claim through newspaper, television, radio or any other means but does not include any presentation made in person;

ઉપરાંત જુના કેટલાક ચુકાદા મુજબ,

Advertisement includes sale of telecast rights, permitting sponsors for putting up advertisements in stadiums and allowing logos on the clothing and clothing accessories.

પ્રિન્ટ મિડીયા એટલે શું તે અંગે જાહેરનામા ક્રમાંક ૧૨/૨૦૧૭ તારીખ ૨૮.૬.૨૦૧૭ માં જણાવેલ છે જે આ મુજબ છે :

(zt) “print media” means,- 

(i) ‘book' as defined in sub-section (1) of section 1 of the Press and Registration of Books Act ૧૮૬૭ (૨૫ of ૧૮૬૭), but does not include business directories, yellow pages and trade catalogues which are primarily meant for commercial purposes; 

(ii) ‘newspaper' as defined in sub-section (૧) of section  ૧ of the Press and Registration of Books Act, ૧૮૬૭ (૨૫ of ૧૮૬૭);

ટીવી સિરિયલો જેટલો સમય બ્રોડકાસ્ટર દ્વારા પ્રોડયુસરને ફાળવવામાં આવે છે તેના ઉપર જીએસટી લાગતો નથી. પરંતુ જાહેરાતોના સમય ઉપર જીએસટી લાગે છે. જીએસટીમાં સેલ ઓફ સ્પેસ ટાઈમ ફોર એડવર્ટાઇઝમેન્ટની વ્યાખ્યા આપેલ નથી તેથી ઘણીવાર સર્વિસ ટેક્સની વ્યાખ્યા અપનાવવામાં આવે છે. સર્વિસ ટેક્સ કાયદા હેઠળની Sale of space or time for advertisement વ્યાખ્યા ખુબ જ વિસ્તૃત અને સર્વ સમાવેશી છે, તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે :

૧. Providing space or time, as the case may be, for display, advertising, showcasing of any product or service in video programmes, television programmes or motion pictures or music albums, or on billboards, public places, buildings, conveyances, cell phones, automated teller machines, internet;

૨. selling of time slots on radio or television by a person, other than a broadcasting agency or organisation; and  

૩. aerial advertising 

બ્રોડકાસ્ટર દ્વારા ટીવી ઉપર પ્રોગ્રામ દર્શાવવા માટે પ્રોડયુસર ને ટાઈમ પ્લોટ આપવામાં આવે તો તે જાહેરાત નો ભાગ બને નહીં પરંતુ જો પ્રોડયુસર પોતાને મળેલ સમય મર્યાદામાં બીજા કોઈ વ્યક્તિને જાહેરાત આપવા માટે પ્લોટ આપે છે તો તે ટેક્સેબલ થાય છે. એ જ રીતે ગ્રાહકની જરૂરિયાત મુજબ સાઈન બોર્ડ બનાવનાર કે નિયોન બોર્ડ બનાવનાર એજન્સીને જાહેરાતની એજન્સી ગણી શકાય નહીં

ડીઝીટલ માધ્યમો : જ્યારે YouTube કોઈ વ્યક્તિ દ્વારા કન્ટેન્ટ ક્રિએટ કરવામાં આવે છે અને કોઈ એડવર્ટાઈઝમેન્ટ કંપની સાથે કરાર કરવામાં આવે છે ત્યારે તેમાં મુખ્યત્વે ત્રણ વ્યક્તિઓ વ્યક્તિઓ/પેઢીઓનો સમાવેશ થાય છે : એક, જાહેરાત આપનાર, બીજું જાહેરાત બ્રોડકાસ્ટ કરનાર કંપની અને ત્રીજું ચેનલ અથવા તો વીડિયોના માલિક. મોટાભાગના કિસ્સામાં જાહેરાતની રકમ ફોરેન કરન્સીમાં મળે છે અને કરાર પણ ભારત બહારની એજન્સી સાથે થાય છે તેથી વેરો લાગતો નથી. 

જોકે turnover રૂ. ૨૦ લાખ ઉપર થાય તો નોંધણી દાખલો લેવો પડે. બાકી આવા વ્યવહારો એક્સપોર્ટ ગણાતા હોય તો વેરો ભરવાની જવાબદારી મોટાભાગના કિસ્સામાં આવતી નથી. તેમ છતાં કરાર અને અવેજનો વિગતવાર અભ્યાસ કરવાનો રહે. એવું જ Twitter/Facebook વગેરે જેવા ડીઝીટલ માધ્યમો ઉપરની જાહેરાતોમાં જોવાનું રહે.

વહેંચણી : હવેના યુગમાં ટીવી ઇન્ટરનેટ કે રેલવે વગેરેમાં જે જાહેરાતો આપવામાં આવે છે તે એક જ એજન્સી દ્વારા અને કોઈ એક કંપનીની એક સરખી જાહેરાત એકથી વધુ રાજ્યમાં કે કેન્દ્ર શાષિત પ્રદેશમાં પ્રદર્શિત કે પ્રકાશિત થતી હોય છે તો તેના ખર્ચ/વેરાની  વહેંચણી કેવી રીતે કરવી તેની વિગતો આપણે જોઈએ.

૧.  સમાચાર પત્રો અને અન્ય પ્રકાશનોમાં આપવાથી જાહેરાતોના કિસ્સામાં જે સમાચાર પત્ર કે પ્રકાશન જે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રકાશિત થતું હોય તેના પ્રમાણમાં જાહેરાતના ખર્ચને વહેંચી શકાય.

૨. ટીશર્ટ, કેલેન્ડર, પેમ્પલેટ, ડાયરી લીફ્લેટમાં અપાતી જાહેરાત- એ પણ ઉપર મુજબ

૩. ટ્રેન સિવાય હોર્ડિંગની જાહેરાતો- એ પણ ઉપર મુજબ

૪. ટ્રેનોમાં અપાતી જાહેરાતો માટે દરેક રાજ્યમાં આવેલ ટ્રેનોની લંબાઈના પ્રમાણમાં ખર્ચ વહેચવાનો રહે

૫. ગેસ કે ટેલીફોન બિલોની પાછળ અપાતી જાહેરાતોનો ખર્ચ ગ્રાહકોના એડ્રેસના આધારે નક્કી થઈ શકે.

૬. રેલવે ટિકિટ ઉપર અપાતી જાહેરાતો ઃ દરેક રાજ્યમાં આવેલ રેલ્વે સ્ટેશનોના પ્રમાણમાં રકમ વહેચી શકાય.

૭. રેડિયો સ્ટેશન ઉપર અપાતી જાહેરાતના કિસ્સામાં જે તે રાજ્યમાં એ જે નામથી જાણીતો રેડિયો હોય તે મુજબ રકમની વહેંચણી કરવાની થાય પછી ભલે સ્ટુડિયો ભૌતિક રીતે અન્ય રાજ્યમાં આવેલ હોય.

૮. ટીવી ચેનલો પરની જાહેરાતોના ખર્ચની 'બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ' દ્વારા પ્રકાશિત થતા યુનિવર્સિટીના ડેટાના આધારે વહેંચણી થઈ શકે.

૯. સિનેમા હોલમાં દર્શાવતી જાહેરાતો જે તે રાજ્યમાં જેટલા સિનેમામાં દર્શાવાય તેના પ્રમાણમાં રકમ વહેંચવાની થાય

૧૦. ઇન્ટરનેટ ઉપરની જાહેરાતો : આ માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દરેક રાજ્યમાં કેટલા ઇન્ટરનેટના ગ્રાહકો છે તેના આધારે રકમ નક્કી કરવાની થાય.

૧૧. SMS મારફતે જાહેરાતોની બાબતમાં જે તે રાજ્યમાં આવેલ ટેલિકોમ્યુનિકેશનના ગ્રાહકોના પ્રમાણમાં રકમ વહેચવાની થાય.

પ્લેસ ઓફ સપ્લાય : જાહેરાતના કિસ્સામાં પ્લેસ ઓફ સપ્લાય આઈજીએસટીની કલમ ૧૨(૩), ૧૨ (૧૪), ૧૩(૪) અને ૧૩(૨) મુજબ નક્કી કરવાનો થાય.

વેરાશાખ : જાહેરાત પાછળની વેરાશાખ મળવા પાત્ર છે. પરંતુ જે નોંધાયેલ કરદાતા હોય જેમ કે કોઈ સમાચાર પત્ર સમાચારો અને જાહેરાતો છાપતા હોય અને તેમાં મુખ્યત્વે કાગળ અને શાહી વપરાતી હોય તો સમાચારપત્ર વેરા-માફી છે. પરંતુ જાહેરાતો ઉપર વેરો લાગે છે. ખરીદી ભેગી હોય, સમાચારપત્ર પણ ભેગું હોય, કયો કાગળ માફી સપ્લાયમાં વપરાયો અને કયો કાગળ વેરાપાત્ર સપ્લાયમાં વપરાયો તે ગણવું ખુબ જ અઘરું છે. તેથી કોમન ક્રેડિટ કાઢીને નિયમ ૪૨ મુજબ અને કેપિટલ ગુડઝના કિસ્સામાં નિયમ ૪૩ મુજબ વેરાશાખ ગણવાની થાય.



Google NewsGoogle News