વિશ્વમાં વિચારસરણીનો યુગ અસ્ત, 'નેકેડ પાવર'નો યુગ શરૂ
- અર્થકારણના આટાપાટા-ધવલ મહેતા
- જગતના અનેક રાષ્ટ્રોએ વેલફેર સ્ટેટના વિચારને જન્મ આપી અમલમાં મૂક્યો છે
જગતના સ્કેન્ડેનેવીઅન દેશો ઘણા ખુશી : જગતના વિચારસરણીઓનો યુગ આથમી ગયો જણાય છે. અને 'નેકેડ પાવર'નો યુગ શરૂ થયો છે. જગતમા સામ્યવાદી દેશોની ખાસ કરીને રશિયા, ચીન અને ઉત્તર કોરિયાની કામગીરીએ માનવ સ્વાતંત્ર્યને કચડી નાંખ્યું છે તેથી એક વિચારસરણી તરીકે સામ્યવાદ હિંસક, વિસ્તારવાદી અને પ્રતિક્રાંતિકારી સાબીત થયો છે જ્યારે અમેરિકા સહિત મૂડીવાદી દેશોએ આર્થિક અસમાનતા વધારવામાં હદ વટાવી દીધી છે. અમેરીકન અતિરાષ્ટ્રવાદ અને અમેરિકા ફોર અમેરીકન્સની ટ્રમ્પની નીતિએ રાષ્ટ્રવાદને રાષ્ટ્રખોરીમાં પલટી દીધો છે. જગત હવે કલ્યાણ રાજ્યોની દીશામાં આગળ વધી રહ્યું છે. કલ્યાણવાદી અર્થકારણ મીશ્ર પ્રકાર (સરકારી સાહસો અને ખાનગી સાહસો)નું હોય છે, રાજકારણમાં લોકશાહી હોય છે અને શીક્ષણ, આરોગ્ય, કુટુબમા બેકારી વખતે રાજ્યની મદદ (જેને સંયુક્ત રીતે સોશીયલ સીક્યુરીટી કહે છે) એટલી બધી ઉદાર હોય છે કે લોકો ખુશખુશાલ રહે છે અને તેમનો જીવન આવરદા પણ લાંબો હોય છે. જગતના અનેક રાષ્ટ્રો જેમ કે ફીનલેંડ, નોર્વે, આઈસલેન્ડ, સ્વીડન, ડેન્માર્ક, સ્વીત્ઝર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, હોલેંડ, કેનેડા અને કાંઈક અંશે યુ.કે. (જેણે વેલફેર સ્ટેટનો વિચારને જન્મ આપ્ય) અને અમલમા મુક્યો) નો સમાવેશ થાય છે. ઉપરના દેશો સ્કેન્ડેનેવીયન દેશો છે. તેઓએ ધરતી પર સ્વર્ગ સર્જ્યુ છે.
ધર્મઆધારિત રાષ્ટ્રવાદ : જગતમા ધર્મ આધારિત રાષ્ટ્રવાદે ક્રૂરતા અને આતંકવાદ ફેલાવવામા હદ કરી નાંખી છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇરાન, યમન, કેટલાક આરબ દેશો વગેરે તેના કનિષ્ઠ ઉદાહરણો છે. ધર્મ આધારિત રાષ્ટ્રવાદ ઘણો ભાગલાકારી અને વ્યક્તિ સ્વાતંત્ર્ય માટે ક્રૂર (મધ્યયુગીન ક્રૂરતા) સાબીત થોય છે.
અતિરાષ્ટ્રવાદનો આતંક : યુરોપ અને અમેરિકામા અતિરાષ્ટ્રવાદે જન્મ લેતા ત્યાંના વિદેશી વસાહતીઓ સામે પ્રચંડ આંદોલનો ઉભા થયા છે. અમારા દેશોમા પછાત મનોદશા ધરાવતા કે અપરાધી લોકોએ છૂપી રીતે પ્રવેશ કરીને અમારા મૂલ્યોની અને જીવન પધ્ધતિ સામે ખતરો ઊભો કર્યો છે. માટે તેમને અમારા દેશમાંથી હાંકી કાઢો તેવી માંગણીઓ અમેરિકા અને યુરોપના અનેક દેશોમાંથી ઉઠી છે. તેઓના નેતા 'અમેરિકા ફોર અમેરીકન્સ ઓનલી મા માનતા અમેરિકન પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે. હીટલરનો ક્રૂરતમ અત્યંત જમણેરીવાદ જેને નાઝીવાદ કહે છે તે આર્યન જાતીની શ્રેષ્ઠતા અને યહૂદીઓ માટેના તીરસ્કારમાથી ઊભો થયો હતો. તમામ પ્રકારની મીલીટરી કે સીવીલમાં ડીરેકટરશીપ લોકશાહી વિરોધી જમણેરી વિચારસરણી ગણી શકાય. ડાબેરી સામ્યવાદી રાજકારણ અત્યંત ક્રૂર અને માનવસ્વાતંત્ર્ય વિરોધી સાબીત થતા જગત ધર્મ આધારિત કે રાષ્ટ્ર આધારિત જમણેરી વિચારસરણી તરફ વળ્યું છે. વ્યવહારમા માનવસ્વાતંત્ર્યની દ્રષ્ટિએ સામ્યવાદ નિષ્ફળ ગયો છે અને સામ્યવાદી શાસકો જીવનભરની સત્તા ભોગવતા થઇ ગયા છે. તેઓએ સોસાયટીને કચડી નાંખી છે. જ્યારે ઇરાનમા ઝેરીલી શીયાપંથી સરકાર છે. અતિરાષ્ટ્રવાદ પણ ઝેરીલી વિચારસરણી છે અને ધર્મની કે રેસની શ્રેષ્ઠતા પર આધારિત હોઈ આતંકવાદી બની જાય છે.
જમણેરી વિચારસરણીઓ સ્ત્રીસ્વાતંત્ર્યની પોષક નથી. તેઓ ધર્મ, જાતી કે પોતાના કલ્ચર અને રીતરીવાજોને શ્રેષ્ઠ માને છે. તમામ જમણેરી વિચારસરણી 'બેક ટુ ધ પાસ્ટ'' (અમારો ભૂતકાળ ભવ્ય હતો) તેમા માને છે અને આ પ્રકારની માન્યતાઓ યુદ્ધખોરીને પ્રોત્સાહન આપે છે. યુરોપના જમણેરી રાજકીય પક્ષોએ અમેરીકામા ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા તેને માટે પ્રેસીડેન્ટ ટ્રમ્પને અભીનંદન આપ્યા હતા. તમામ ફારરાઈટ પક્ષો વૈશ્વીકરણની વિરૂદ્ધ છે અને તેને ધીક્કારે છે.જગતના ખુશખુશાલ દેશો રીલીજીયમ કલ્ચર પર નહીં પરંતુ સાયન્ટીફીક કલ્ચર પર ભાર મુકે છે અને વધુ લાંબુ અને તંદુરસ્ત જીવન જીવે છે. જાપાન પણ બૌદ્ધધર્મને આધારે નહી પરંતુ સાયન્ટીફીક કલ્ચરને આધારે આગળ આવ્યું છે અને તેથી તેના નાગરીકોનો સરાસરી જીવન આવરદા લગભગ ૮૫ પર પહોંચી ગઈ છે.