Get The App

તેલંગાણાએ MSME માટે 4000 કરોડ ફાળવ્યા

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
તેલંગાણાએ MSME માટે 4000 કરોડ ફાળવ્યા 1 - image


નાના ઉદ્યોગ એકમો (MSME) માટે તેલંગાણાની સરકાર પાચ વર્ષ માટેનો નવો પ્લાન તૈયાર કરી રહી છે. તે માટે સરકારે ૪૦૦૦ કરોડ કૂપિયા ફાળવ્યા છે. તેલંગાણાની સરકાર ૨૫,૦૦૦ નવા MSME ઉભા કરવા માંગે છે તેની પાછળ તેલંગાણાના મુખ્ય પ્રધાનનો એક પ્લાન આગામી પાંચ વર્ષમાં રોજગારી વધારવાનો છે . તેલંગાણાની સરકાર આજકાલ બિઝનેસ એક્સપાન્સન પર વધુ ધ્યાન આપી રહી છે. સરકાર રાજ્યની નિકાસ પણ વધારવા માંગે છે.

સી ફૂડના એક્સપોર્ટનો ટાર્ગેટ વધારાયો

કેન્દ્ર સરકાર સી ફૂડના એક્સપોર્ટનો ટાર્ગેટ વધારી રહી છે.૨૦૨૯ સુધીમાં સરકાર એક લાખ કરોડનું સી ફૂડ એક્સપોર્ટ કરવાનો ટાર્ગેટ નક્કી કરી રહી છે. હાલમાં ૧૩૦ દેશોમાં ૬૦,૦૦૦ કરોડનું સી ફૂડ એક્સપોર્ટ થાય છે. સરકારનો ટાર્ગેટ વર્ર્ષેે એક લાખ કરોડના એક્સપોર્ટનો છે. ફીશરીઝ મંત્રાલયના પ્રધાન રાજીવ રંજન સિંહે કહ્યું છે કે ફીશીંગ ઉદ્યોગ સાથે ૩ કરોડ ફીશરમેનનું ભાવિ સંકળાયેલું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ૨૦૧૪થી આ ઉદ્યોગના વિકાસ માટે વિવિધ પગલાં લેવાયા છે. જેના કારણે ૨૦૧૩-૧૪માં જે ફીશ ઉત્પાદન ૯૫.૭૯ લાખ ટનનો હતું તે ૨૦૨૩ -૨૪માં ૧૭૫.૪૫ લાખ ટન પર પહોચ્યું છે.

સેમસંગનો સ્ટાફ પગાર વધારો માંગે છે

ભારતમાંથી ૧૨ અબજ ડોલરની કમાણી કરતી સેમસંગ કંપનીના સેંકડો કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળના કારણે ઉત્પાદનને ફટકો પડયો છે. બે દિવસથી રોજીંદા ઉત્પાદનમાં અડધો અડધનો ઘટાડો થયો છે. વધુ પગારની માંગણી સાથે કર્મચારીઓ હડતાળ પર છે. કર્મચારીઓ સેન્ટર ફોર ઇન્ડિયા ટ્રેડ યુનિયનને (CITU) માન્યતા મળે તેમ ઇચ્છે છે. અહેવાલો અનુસાર કંપનીની કુલ આવક પૈકી ૨૦થી ૩૦ ટકાતો ભારતમાંથી કમાઇ લે છે. ચેન્નાઇ નજીક શ્રીપેકૂમ્બદુર ખાતેના ૧૮૦૦ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.

નાઇજીરીયાનો એચસીએલને એાર્ડર

નાઇજીરીયા પોતાની લશ્કરી તાકાત વધારી રહ્યો છે. હિન્દુસ્તાન એરોનેટીક્સને  ચાર લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે. નાઇજીરીયાના લશ્કરે હેલિકોપ્ટરની તાલીમ પુરી કરી દીધી છે. નાઇજીરીયાની સરકારે જ્યારે ભારતને હેલિકેપ્ટરનો ઓર્ડર આપ્યો ત્યારે દુનિયાની તે તરફ નજર ગઇ હતી. 

મલેશિયાના સૌથી પૈસાદાર ભારતીય

મલેશિયાના સૌથી વધુ પૈસાદાર ભારતીયનું નામ છે આનંદ ક્રિષ્ના તેમની સંપત્તિ ૪૫,૩૩૯ કરોડની છે. તેમની પાસે પોતાના ત્રણ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. ભારતના ટેલિકોમ એરસેલમાં તેમનું રોકાણ ૭ અબજ ડોલર જેટલું છે.

 હારવર્ડ બિઝનેસ સ્કુલમાં ભણેલા આનંદ ક્રિષ્નાનું ઓઇલ ક્ષેત્રે રોકાણ છે તેમજ ટેલિકોમ જાયન્ટ મેક્સિસમાં પણ રોકાણ છે. એવું પણ નથી કે તેમના બધા પાસાં નફાકારક હતા. ૨૦૧૮માં તેમણેે નાદારીનો પણ સામનો કર્યો હતો. હાલમાં તે મલેશિયાના ચોથા નંબરના પૈસાદારની યાદીમાં આવે છે.

તેલંગાણાએ MSME માટે 4000 કરોડ ફાળવ્યા 2 - image

ચેન્નાઇની સૈાથી વધુ પૈસાદાર મહિલા

    ચેન્નાઇની આપબળે અબજોપતિ બનેલી મહિલાનું નામ રાધા વેમ્બુ છે તેની પાસે ૪૭,૫૦૦ કરોડ કૂપિયાની સંપત્તિ છે. તે ચેન્નાઇની સૌથી વધુ પૈસાદાર મહિલા છે અને ભારતમાં આપબળે આગળ આવેલી પૈસાદાર મહિલાઓની યાદીમાં પણ છે. ૨૪ ડિસેમ્બર-૧૯૭૨ના રોજ ચેન્નાઇમાં જન્મેલા રાધા વેમ્બુ મદ્રાસથી આઇઆઇટી ગ્રેજ્યુએટ થયેલા છે અને ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટની ડિગ્રી મેળવેલી છે. તેમની કંપનીનું નામ ઝોહો કોર્પોરેશન છે જે સોફ્ટવેર સોલ્યુશન સાથે સંકળાયેલી છે.

તેલંગાણાએ MSME માટે 4000 કરોડ ફાળવ્યા 3 - image

વિશ્વની ટોપની ૫૦ હોટલમાં એક ભારતની..

  વિશ્વની ટોપની ૫૦ હોટલોમાં એક ભારતની હોટલનો સમાવેશ થાય છે. વિશ્વની ટોપની હોટલમાં ટોચે બેંગકોકની કેપેલા બેંગકોક આવે છે. ટોપ ૫૦ની યાદીમાં ૧૬ એશિયન હોટલોના સમાવેશ થાય છે. લંડન ખાતે ગઇ ૧૭ સપ્ટેમ્બરે આ યાદી જાહેર કરાઇ હતી. યાદીમાં ભારતની જે હોટલનો સમાવેશ કરાયો છે તે રાજસ્થાનની સુજન જવાઇ છે જે જવાઇ બંધ ખાતે આવેલી છે. 


Google NewsGoogle News