નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહેલું શેરબજાર, તા.8 અને 9 મહત્ત્વની ટર્નીંગ

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહેલું શેરબજાર, તા.8 અને 9 મહત્ત્વની ટર્નીંગ 1 - image


- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૭૨૦૮૫.૬૩ તા.૦૨-૦૨-૨૪) ૭૦૦૦૧.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૧૬૪૫.૩૦ અને ૪૮ દિવસની ૭૦૪૨૦.૩૬ તેમ જ ૨૦૦ દિવસની ૬૬૩૯૨.૧૨ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ , અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે તા.૮ અને ૯ ગેનની ટર્નીંગના દિવસો ગણાય. ઉપરમાં ૭૨૧૩૫ ઉપર ૭૨૭૮૦, ૭૩૦૯૦ કુદાવે તો ૭૩૪૨૭, ૭૪૦૭૪, ૭૪૪૦૦, ૭૪૭૨૦ સુધીની શક્યતા. નીચામાં ૭૧૪૯૮ નીચે ૭૧૫૭૪, ૭૦૮૪૬ સપોર્ટ ગણાય. આ સપ્તાહે નફો બુક કરવો હિતાવહ.

બેંક ઓફ ઈન્ડિયા (બંધ ભાવ રૂ.૧૫૧.૫૫  તા.૦૨-૦૨-૨૪) ૮૬.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૫.૦૭ અને ૪૮ દિવસની ૧૨૧.૬૫ તેમ જ ૨૦૦ દિવસની ૯૯.૮૨ છે.દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૬ ઉપર ૧૫૮, ૧૬૪, ૧૬૯ સુધીની શક્યતા નીચામાં ૧૪૧ નીચે ૧૩૫ સપોર્ટ ગણાય.

એલ એન્ડ ટી ફાયનાન્સ (બંધ ભાવ રૂ.૧૭૪.૭૦ તા.૦૨-૦૨-૨૪)૧૧૬.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૭.૯૪ અને ૪૮ દિવસની ૧૬૦.૦૨ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૩.૯૦ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૭૯ ઉપર ૧૮૮, ૧૯૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં  ૧૬૮ નીચે ૧૬૩ અને ૧૫૭ સપોર્ટ ગણાય. અત્રેથી ૧૭૦થી ૧૭૨નાં ટાર્ગેટ આપેલ હતો તે આવી ગયા છે. નવી લેવાલી હિતાવહ નથી.

એમ સુમી (બંધ ભાવ રૂ.૬૯.૪૦ તા.૦૨-૦૨-૨૪) ૬૦.૨૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૩.૮૦ અને ૪૮ દિવસની ૬૨.૩૪ તેમ જ ૨૦૦ દિવસની ૫૯.૭૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૨ ઉપર વધઘટે ૮૫થી ૯૦ સુધીની શક્યતા. સમજણપૂર્વક નફો બુક કરતાં જવું. નીચામાં ૬૬ નીચે ૬૩ સપોર્ટ ગણાય.

પીએસબી (બંધ ભાવ રૂ.૬૫.૧૦ તા.૦૨-૦૨-૨૪) ૩૬.૫૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૪.૨૫ અને ૪૮ દિવસની ૪૪.૯૭ તેમ જ ૨૦૦ દિવલસની ૩૮.૫૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૂોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૬, ૭૦ સુધીની શક્યતા. નીચામાં ૫૪ નીચે ૫૦ સપોર્ટ ગણાય. ૭૦ ઇઉપર ૭૭ મહત્ત્વની સપાટી ગણાય.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૨૯૧૫.૪૦ તા.૦૨-૦૨-૨૪) ૨૨૨૦.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૭૭૦.૬૯ અને ૪૮ દિવસની ૨૬૧૭.૫૭ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૩૩.૬૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્સાવે છે. ઉપરમાં ૨૯૨૭ ઉપર ૨૯૫૦, ૨૯૮૭, ૩૦૨૭, ૩૦૬૭ સુધીની શક્યતા. નીચામાં ૨૮૩૫, ૨૮૫૦ સપોર્ટ ગણાય.

યુનીયન બેંક (બંધ ભાવ રૂ.૧૪૮.૮૦ તા.૦૨-૦૨-૨૪) ૧૧૨.૭૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૮.૫૭ અને ૪૮ દિવસની ૧૨૫.૭૯ તેમ જ ૨૦૦ દિવસની ૧૦૦.૧૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૨ ઉપર ૧૫૬, ૧૬૭ સુધીની શક્યતા. નીચામાં ૧૩૮ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૪૬૧૮૦.૦૦ તા.૦૨-૦૨-૨૪) ૪૪૪૦૪નાં બોટમથી સુધારા તરફી હાલ ૧૨ દિવસની એવરેજ ૪૬૧૪૪.૦૫ અને ૪૮ દિવસની ૪૬૪૪૨.૪૫ તેમ જ ૨૦૦ દિવસની ૪૪૭૪૩.૮૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૬૩૨૦ ઉપર ૪૬૭૫૦, ૪૬૧૪૫, ૪૭૬૦૦, ૪૮૦૮૦ સુધીની શક્યતા. નીચામાં ૪૫૮૮૨, ૪૫૪૪૫ સપોરિટ ગણાય. તેની નીચે ૪૫૧૩૮ પેનીક સપોર્ટ ગણાય.  

નિફટી ફયુચર (બંધ ૨૧૯૫૯.૦૦ તા.૦૨-૦૨-૨૪) ૨૧૧૪૧ના ટોપથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૧૬૫૬.૮૦  અને ૪૮ દિવસની ૨૧૨૬૪.૧૫ તેમ જ ૨૦૦ દિવસની ૧૯૮૯૭.૯૨ છે. દૈનિક  એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૨૦૫૦ ઉપર ૨૨૧૯૮ કુદાવે તો ૨૨૩૬૦, ૨૨૪૬૦, ૨૨૫૬૫ સુધીની શક્યતા.  નીચામાં ૨૧૮૭૭ નીચે ૨૧૫૭૦, ૨૧૪૭૪ સપોર્ટ ગણાય.

સાયોનારા

હું જ નીરખતો હતો એ વાત હું ભૂલી ગયો,   મારા મનથી પાપ મારાં કોણ જોવાનું હતું!                                                                 -જલન માતરી.


Google NewsGoogle News