નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહેલું શેરબજાર, તા.5થી 8 મહત્ત્વની ટર્નીંગ

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહેલું શેરબજાર, તા.5થી 8 મહત્ત્વની ટર્નીંગ 1 - image


- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૦૯૮૧.૯૫ તા.૦૨-૦૮-૨૪) ૮૨૧૨૯.૪૯નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૧૦૦૫.૫૨ અને ૪૮ દિવસની ૭૮૭૨૫.૦૧ તેમ જ ૨૦૦ દિવસની ૭૩૩૪૧.૬૩ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક,અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. તા.૫થી ૮ ગેનની ટર્નિંગનાં દિવસો ગણાય. ઉપરમાં ૮૦૮૬૮, ૮૧૨૪૦ કુદાવે તો ૮૧૭૦૦, ૮૨૧૩૦ પ્રતિકાર સપાટી ગણાય.નીચામાં ૮૦૮૬૮ નીચે ૮૦૭૮૦ તુટે તો ૮૦૬૭૦, ૮૦૫૦૦, ૮૦૧૭૦, ૭૯૯૫૦, ૭૯૭૭૦, ૭૯૫૮૦, ૭૯૨૨૪ સુધીની શક્યતા.

એસીસી (બંધ ભાવ રૂ.૨૪૩૫.૩૦ તા.૦૨-૦૮-૨૪)  ૨૮૪૪નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૬૦૧.૬૨ અને ૪૮ દિવસની ૨૬૦૪.૩૨ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૧૯.૩૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૩૭ ઉપર ૨૫૮૧, પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૩૧ નીચે ૨૪૧૯ તુટે તો ૨૪૦૬, ૨૩૬૨, ૨૩૧૮ સુધીની શક્યતા.

ભેલ (બંધ ભાવ રૂ.૩૦૧.૬૫ તા.૦૨-૦૮-૨૪) ૩૩૫.૩૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૧૩.૬૫ અને ૪૮ દિવસની ૩૦૩.૪૮ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૦.૮૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ૧૮.૨૨નાં બોટમથી ચાર વર્ષમાં ૩૩૫ થયો. ભેલપુરી કરતાં પણ ઓછી કિંમતમાં શેર લેનારને રસમલાઈ મળી, ઉપરમાં ૩૨૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૦૦ નીચે ૨૮૩ મહત્ત્વની સપાટી ગણાય.નવું રોકાણ હિતાવહ નથી.

બ્રિટાનીયા (બંધ ભાવ રૂ.૫૭૨૦.૩૫ તા.૦૨-૦૮-૨૪) ૫૯૯૩.૮૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવગે ૫૭૮૨.૭૬ અને ૪૮ દિવસની ૫૫૬૩.૫૪ તેમ જ ૨૦૦ દિવસની ૫૧૨૮.૫૦ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૭૪૨ ઉપર ૫૮૦૨, ૫૯૫૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૬૩૦ નીચે ૫૫૭૩, ૫૪૯૦ સુધીની શક્યતા.

સ્ટેટ બેંક (બંધ ભાવ રૂ.૮૪૭.૮૫ તા.૦૨-૦૮-૨૪) ૮૯૯નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૬૬.૧૮અને ૪૮ દિવસની ૮૪૪.૮૫ તેમ જ ૨૦૦ દિવસની ૭૪૧.૭૧ છે, દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૪૧નો સપોર્ટ તુટશે તો નબળાઈ વધતી જોવાશે. લાંબાગાળાનો ટ્રેન્ડ સુધારા તરફી છે.

એચડીએફસી બેંક (બંધ ભાવ રૂ.૧૬૫૯.૧૫ તા.૦૨-૦૮-૨૪) ૧૫૮૮.૦૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૨૩.૨૩ અને ૪૮ દિવસની ૧૬૦૬.૨૬ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૪૭.૧૯ છે.ઉપરમાં ૧૬૭૧ ઉપર ૧૬૮૫, ૧૬૯૧ કુદાવે તો ૧૭૦૪, ૧૭૧૫, ૧૭૩૦ સુધીની શક્યતા. નીચામાં ૧૬૫૨ નીચે ૧૬૪૦, ૧૬૩૦ સપોર્ટ ગણાય.

એસ્કોર્ટસ (બંધ ભાવ રૂ.૩૯૦૫.૨૦ તા.૦૨-૦૮-૨૪) ૪૨૩૪.૪૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૧૧૧.૭૮ અને ૪૮ દિવસની ૩૯૮૦.૬૨ તેમ જ ૨૦૦ દિવસની ૩૩૭૯.૪૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૪૦૬૪ ઉપર ૪૧૨૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૮૯૦ નીચે ૩૮૪૨ તુટે તો ૩૭૨૦, ૩૬૨૩, ૩૫૧૫ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ૫૧૪૨૦.૦૦ તા.૦૨-૦૮-૨૪) ૫૩૩૦૧.૧૦નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૫૧૭૩૨.૩૯   અનેે ૪૮ દિવસની ૫૧૧૭૦.૪૫ તેમ જ ૨૦૦ દિવસની ૪૮૨૧૫.૩૦ છે.  દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.ઉપરમાં ૫૧૭૫૦ ઉપર ૫૨૦૮૦, ૫૨૩૮૨ કુદાવે તો સુધારો જોવાય.નીચામાં ૫૧૧૫૧ નીચે ૫૦૬૦૧ મહત્ત્વની સપાટી ગણાય. જેની નીચે નબળાઈ વધતી જોવાય.

નિફટી ફયુચર (બંધ ૨૪૭૦૦.૦૦ તા.૦૨-૦૮-૨૪) ૨૫૧૩૨.૮૫ ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસથી એવરેજ ૨૪૭૪૧.૨૬ અને ૪૮ દિવસની ૨૪૦૦૩.૪૨  તેમ જ ૨૦૦ દિવસની ૨૨૨૫૧.૦૬ છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૩૭૫ ઉપર ૨૪૮૨૦, ૨૪૮૮૫, ૨૪૯૮૫, ૨૫૧૩૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૬૭૦ નીચે ૨૪૬૦૦, ૨૪૫૧૦, ૨૪૪૭૦, ૨૪૪૦૦, ૨૪૩૩૦, ૨૪૨૩૫, ૨૪૨૦૦, ૨૪૧૩૦, ૨૪૦૬૬ સુધીની શક્યતા.

સાયોનારા

આ રીતે સાથ દઈ મને રસ્તા  ઉપર ન છોડ,   હું જાઉં કઈ તરફ મને રસ્તો બતાવી જા.                                                                            -મરીઝ.


Google NewsGoogle News