નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજાર તા.23 અને 24 મહત્ત્વની ટર્નીંગ

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજાર તા.23 અને 24 મહત્ત્વની ટર્નીંગ 1 - image


- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૪૫૪૪.૩૧તા.૨૦-૦૯-૨૪) ૮૦૮૯૫.૯૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૨૫૪૪.૪૨ અને ૪૮ દિવસની ૮૦૯૯૮.૫૦ તેમ જ ૨૦૦ દિવસની ૭૫૬૫૫.૧૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૪૬૯૫ ઉપર ૮૫૦૦૦, ૮૫૨૨૦ સુધીની શક્યતા. નીચામાં ૮૩૧૮૭ સપોર્ટ ગણાય. સાવચેત રહેવું હિતાવહ.

એચડીએફસી બેંક (બંધ ભાવ રૂ.૧૭૪૧.૨૨ તા.૨૦-૦૯-૨૪)  ૧૫૯૩.૩૦નાં બોટમતી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૬૭.૭૫ અને ૪૮ દિવસની ૧૬૩૮.૬૯ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૭૫.૦૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૭૪૫ ઉપર ૧૭૫૫, ૧૭૬૮, ૧૭૮૧, ૧૭૯૫, ૧૭૫૫ સુધીની શક્યતા. નીચામાં ૧૬૯૮ નીચે ૧૬૮૦ સપોર્ટ ગણાય.  વધઘટે ૧૭૯૫ પણ કુદાવી શકે છે. પણ હાલ નવું લેનારે સાવચેતી રાખવી. ૧૭૯૫ ઉપર વધઘટે  ૧૯૮૦ સુધી આવવાની શક્યતા.

હિંદ કોપર (બંધ ભાવ રૂ.૩૨૯.૮૦  તા.૨૦-૦૯-૨૪) નીચામાં ૨૮૧.૨૮ સુધી આવીને સાઈડવેઝમાં છે. હાલ ૧૨ દિવસનીએવરેજ ૩૧૭.૩૪ અને ૪૮ દિવસની ૩૧૮.૨૨ તેમ જ ૨૦૦ દિવસની ૨૯૧.૦૦ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ,  અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૩૨ ઉપર ૩૩૬ કુદાવે તો ૩૪૮ની સપાટી રસાકસીની સમજવી. નીચામાં૩૧૧ નીચે ૩૦૮ તુટે તો ૩૦૦ પેનીક સપોર્ટ ગણાય.

ઈન્ડુસ ટાવર (બંધ ભાવ રૂ.૩૮૮.૨૫ તા.૨૦-૦૯-૨૪) ૪૬૦.૩૫નાં ટોપથી નરાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૨૪.૧૮ અને ૪૮ દિવસની ૪૧૭.૦૭ તેમ જ ૨૦૦ દિવસની ૩૩૪.૪૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસર્દર્શાવે છે. ઉપરમાં ૪૧૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૬૬ તુટે તો ૩૩૫ તરફ આગળ વધશે.

કોટક મહેન્દ્ર બેંક (બંધ ભાવ રૂ.૧૯૦૪.૫૦ તા.૨૦-૦૯-૨૪) ૧૭૫૬.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૮૨૨.૬૧ અને ૪૮ દિવસની ૧૭૯૫.૬૩ તેમ જ ૨૦૦ દિવસની ૧૭૭૫.૨૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૧૯૨૭ ઉપર ૧૯૮૩ સુધીની શક્યતા. નીચામાં ૧૮૭૦ નીચે ૧૮૪૫ સપોર્ટ ગણાય.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૨૯૭૧.૮૫ તા.૨૦-૦૯-૨૪) ૩૨૦૬.૩૪નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૯૪૯.૧૪ અને ૪૮ દિવસની ૨૯૭૩.૦૬  તેમ જ ૨૦૦ દિવસની ૨૮૪૮.૭૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૯૯૦ ઉપર ૩૦૨૦, ૩૦૫૦, ૩૦૮૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૯૧૧ નીચે ૨૮૯૧, ૨૮૫૬ સપોર્ટ ગણાય. મંદીનો વેપાર કરવો નહીં.

ટીસીએસ (બંધ ભાવ રૂ.૪૨૮૪.૯૦ તા.૨૦-૦૯-૨૪) ૪૫૯૨.૨૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૪૪૫.૩૫ અને ૪૮ દિવસની ૪૩૪૯.૪૭ તેમ જ ૨૦૦ દિવસની ૩૯૯૩.૯૬ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૪૨૦ ઉપર  ૪૫૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૨૨૭ નીચે ૪૨૦૬, ૪૧૫૦, ૪૧૧૦ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ૫૩૫૯૬.૦૦ તા.૨૦-૦૯-૨૪) ૫૦૨૫૫.૫૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૨૦૫૨.૩૩ અને ૪૮ દિવસની ૫૧૩૮૭.૪૯ તેમ જ ૨૦૦ દિવસની ૪૯૦૯૧.૭૧ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૩૬૪૪ ઉપર ૫૩૭૪૦, ૫૩૯૫૦, ૫૪૧૭૦, ૫૪૪૦૦ સુધીની શક્યતા. નીચામાં ૫૩૨૦૦ નીચે  ૫૩૦૯૦, ૫૨૭૦૦ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૨૫૭૯૦.૨૦ તા.૨૦-૦૯-૨૪) ૨૪૮૧૬નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૨૮૬.૨૬  અને ૪૮ દિવસની ૨૪૭૮૬.૦૧ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૯૬૪.૨૭ છેે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક,અઠવાડિક તેમ જ માસિક ધોરણેે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૮૦૦ ઉપર ૨૫૯૦૦, ૨૬૦૦૦ સુધીની શક્યતા. નીચામાં ૨૫૬૦૦ નીચે ૨૫૪૪૭, ૨૫૪૦૦ સપોર્ટ ગણાય.

સાયોનારા

જરા થોડું વિચારે કે તરત એમાં ઉણપ નીકળે,    અહીં સંતોષ કોને હોય છે પોતાની હાલતમાં.                                                                 -મરીઝ.


Google NewsGoogle News